બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ભારત / Will Sonia Gandhi and Kharge not go to Ayodhya, will the Congress lose in the Lok Sabha elections? The survey surprised people

આમંત્રણનો અસ્વિકાર.. / લોકોની આસ્થાને ઠેસ: સોનિયા ગાંધી અને ખડગે અયોધ્યા નહીં જાય તો લોકસભામાં પડશે અસર? સર્વેએ તમામને ચોંકાવ્યા

Pravin Joshi

Last Updated: 02:56 AM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના ટોચના નેતાઓએ અભિષેક સમારોહ માટેના આમંત્રણને ફગાવી દીધું છે. આ નિર્ણયથી પાર્ટીને કેટલું નુકસાન થશે? આ અંગે એક ખ્યાનગી ન્યુઝ ચેનલે સર્વે હાથ ધર્યો છે.

  • કોંગ્રેસ અયોધ્યામાં યોજાનાર રામ લલ્લાના અભિષેક સમારોહમાં હાજર નહીં રહે
  • કોંગ્રેસે આમંત્રનો અસ્વિકાર કરતા ભારતીય રાજકારણમાં ગરમાવો આવ્યો
  • ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર હિન્દુ વિરોધી હોવાનો આરોપ લગાવ્યો

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ લલ્લાના અભિષેક સમારોહમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો છે. જેને લઈને દેશનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતાઓએ અભિષેક સમારોહનું આમંત્રણ ન સ્વીકાર્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) આક્રમક બની અને કોંગ્રેસ પર હિન્દુ વિરોધી હોવાનો આરોપ લગાવી રહ્યો છે. વિરોધ પક્ષો માને છે કે આ એક વ્યક્તિગત મામલો છે અને ભાજપ આ મુદ્દા પર રાજનીતિ કરી રહ્યું છે.

સોનિયા-રાહુલે બેંગ્લુરુથી ભરી દિલ્હીની ઉડાણ, પણ વચ્ચે પડ્યો 'વિલન',  ઈમરજન્સીમાં ભોપાલ ઉતરવું પડ્યું I The aircraft carrying Congress leaders Sonia  Gandhi and Rahul Gandhi ...

શું સોનિયા-ખડગેની ગેરહાજરીથી કોંગ્રેસને નુકસાન થશે?

દરમિયાન એક સર્વે હાથ ધર્યો છે. આ સર્વેમાં પૂછવામાં આવ્યું છે કે શું સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના અયોધ્યા ન જવાના કારણે આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન થશે? આ સવાલના જવાબમાં લોકોએ ચોંકાવનારો જવાબ આપ્યો છે. સર્વે અનુસાર, 55 ટકા લોકોનું માનવું છે કે જો તેના ટોચના નેતાઓ અયોધ્યા નહીં જાય તો કોંગ્રેસને નુકસાન થશે. 30 ટકા લોકોએ કહ્યું કે આનાથી પાર્ટીને કોઈ નુકસાન નહીં થાય, જ્યારે 15 ટકા લોકો આ પ્રશ્નનો જવાબ આપી શક્યા નહીં.

રામ આયેંગે..' જાણીતા કલાકારનું ભજન સાંભળી PM મોદી થયા મંત્રમુગ્ધ, વીડિયો  શેર કરતાં જુઓ શું લખ્યું | PM Modi was mesmerized by listening to the  bhajan of a well-known artist

કોંગ્રેસે કહ્યું કે આ ભાજપની ઈવેન્ટ છે

તમને જણાવી દઈએ કે બુધવારે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પાર્ટી વતી નિવેદન જારી કરીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને આરએસએસ અને ભાજપની ઈવેન્ટ ગણાવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીને અભિષેક સમારોહ માટે આમંત્રણ મળ્યું હતું, જેને તેમણે સન્માન સાથે નકારી કાઢ્યું હતું.

રામમંદિરના ધાર્મિક અવસરમાં રાજકારણ કેમ? નિમંત્રણનો અસ્વીકાર કરી ભૂલનું  પુનરાવર્તન, કોંગ્રેસની ડગરી કેમ છટકી? | Why politics in the religious  occasion of Ram ...

ચૂંટણીલક્ષી લાભ મેળવવા માટે આયોજન

વધુ વાંચો : રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યામાં આતંકી હુમલાનું ષડયંત્ર! સુરક્ષા એજન્સીઓ એલર્ટ

જયરામ રમેશે કહ્યું કે કરોડો ભારતીયો ભગવાન રામની પૂજા કરે છે. ધર્મ એ માણસની અંગત બાબત છે, પરંતુ ભાજપ અને આરએસએસ વર્ષોથી અયોધ્યામાં રામ મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી રહ્યા છે. સ્પષ્ટ છે કે અડધા બંધાયેલા મંદિરનું ઉદ્ઘાટન માત્ર ચૂંટણીલક્ષી લાભ મેળવવા માટે કરવામાં આવી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ