બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Will Rupani be active again? After the conversation with PM Modi, there is a murmur in politics, the state BJP organization is divided, now it is the turn of the cabinet.

સાહેબ વાત મળી છે / રૂપાણી ફરી એક્ટિવ થશે? PM મોદી સાથેની ગુફ્તેગૂ બાદ રાજનીતિમાં ગણગણાટ, પ્રદેશ ભાજપ સંગઠનમાં કાતર હવે મંત્રી મંડળનો વારો

Vishal Khamar

Last Updated: 07:27 AM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saheb vaat mali: છેલ્લા ઘણા સમયથી સચિવાલયમાં પોતાનાં મત વિસ્તારમાં કામ ન કરતા અધિકારીને મંત્રીએ આડેહાથ લીધા હતા. તો સત્તાધારી પક્ષમાં લોકસભાની ચૂંટણી પહેલા અનેક મંત્રીઓની ખુરશી છીનવાઈ જવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પૂર્વ મુખ્યમંત્રીએ તાજેતરમાં જ વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. તે મુલાકાતને પૂર્વ મુખ્યમંત્રી શુભેચ્છા મુલાકાત જ ગણાવી રહ્યા છે.

  • મંત્રીએ પોતાનાં વિસ્તારમાં કામ ન થતા અધિકારીનો ઉધડો લીધો
  • ભાજપમાં પદને લઈને થઈ રહેલી ખેંચતાણથી કેટલાક મંત્રીઓનું પદ જોખમમાં
  • શું ફરી પૂર્વ મુખ્યમંત્રીને સોંપાશે મહત્વી જવાબદારી ?

મંત્રી પોતાના વિસ્તારના કામ માટે અધિકારી સાથે લડી પડ્યા 
અધિકારી કામ ન કરતા હોવાની ફરિયાદ સરકારમાં અનેક વખત થઈ ચૂકી છે. ભૂતકાળમાં અનેક એવા કિસ્સા બન્યા છે જેમાં અધિકારીઓ ના કામ ન કરવામાં સત્તાધારી પક્ષના ધારાસભ્યો જાહેર માં નિવેદન આપી ચૂક્યા હોય. ગુજરાત વિધાનસભા માં પણ અધિકારીઓ કામ ન કરતા હોવાની ફરિયાદને લઈ વિધાનસભા અધ્યક્ષે દરમિયાનગીરી કરવી પડી હતી. ત્યારે ગાંધીનગરમાં સિનિયર મંત્રીએ તેના વિસ્તારમાં કામ માટે અધિકારીને રીતસરના ધધડાવી નાંખ્યા હતા. અધિકારી મંત્રીના વિસ્તારનું કામ ન કરતા પત્રવ્યવહારમાં વ્યસ્ત રાખતાં હતાં. જેને જોઈ મંત્રીએ વિસ્તારના કામના સંદર્ભમાં અધિકારીને ધધડાવી નાંખ્યા હતા અને બાકી રહેલા કામો ઝડપી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. જો કામ જલ્દી પૂર્ણ નહીં થાય તો મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવા સુધી પહોંચી ગયા હતા. સ્વભાવે શાંત આ મંત્રી પોતાના વિસ્તારના કામો માટે લડી પડ્યા હતા. જેને જોઈ રજૂઆત કરવા આવેલા અન્ય લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

રાજીનામા બાદ સચિવાલયમાં ચર્ચાનું ચગડોળ ફરીવળ્યું
સત્તાધારી પક્ષમાં મહામંત્રી કક્ષાના આગેવાનના રાજીનામા બાદ અનેક ચર્ચાઓ વેગ પકડ્યું છે. સરકાર અને સંગઠનના સંકલનની વાતો વચ્ચે સંગઠનમાં આવેલા ફેરફાર પાટનગર ગાંધીનગરમાં ચર્ચા માટે હોટ ટોપિક બન્યો છે. સંગઠનમાં મોટા પાયે થયેલા ઘટનાક્રમ બાદ તેના તાર સચિવાલય સુધી પહોંચશે. તેવું ચોક્કસ સચિવાલયમાં ચર્ચાઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા પક્ષમાં થયેલી ખેંચતાણમાં સરકારમાં પણ કેટલાક લોકોના મંત્રીપદ જોખમાઈ શકે છે. તેવું ચર્ચાનું કેન્દ્રબિંદૂ રહ્યું છે. વળી ગત કેબિનેટ બેઠક બાદ વાયુ વેગે સ્વર્ણિમ ૧ અને ૨ માં વિસ્તરણની ચર્ચા થઈ છે. પરંતુ તેવા કોઈ ફેરફારના સંકેત સરકારમાં હાલ જોવા મળી રહી નથી. ત્યારે હવે આવનાર દિવસોમાં કેન્દ્રીય નેતૃત્વ શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું.

ફરી તર્ક વિતર્ક ,રૂપાણી મળ્યા મોદીને ફરી સૌરાષ્ટ્રમાં રાજકારણ માં ગણગણાટ
ફરી એક વખત ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. પરંતુ આ શુભેચ્છા મુલાકાત હોવાની વાત બહાર આવી છે. પરંતુ સુત્રો કહે છે થોડીવાર વાતચીત પણ કરી હતી. શું આગામી લોકસભામાં ફરી સૌરાષ્ટ્રના રાજકારણમાં રૂપાણી એક્ટિવ થશે કે મોભાનું સ્થાન મળશે તેઓ ગણગણા શરૂ થઈ ગયો છે. જયારે જયારે વડાપ્રધાન રાજકોટ આવ્યા કે સૌરાષ્ટ્ર આવ્યા ત્યારે રૂપાણીના સાથે સ્ટેજ પર ગુફતેગુ કરતા કેમેરામાં કેદ થયા છે. જ્યારે છેલ્લી વખતે રાજકોટ આવ્યા. ત્યારે પણ રૂપાણી સાથે ચર્ચાઓ કરી હોવાની વાત બહાર આવી છે અને ખુદ વડાપ્રધાન સ્ટેજ પરથી બોલ્યા હતા કે વિજયભાઈ કહેતા હતા કે બપોરે સભા કરી છતાં આટલી પબ્લિક આવી. રાજકોટની તો તાસીર આરામ કરવાની અને સૂઈ જવાની છે. આગામી લોકસભામાં શું ફરી રૂપાણીને મોટી જવાબદારી આપશે અને એકદમ સક્રિય થશે તેવો ગણગણાટ જોવા મળી રહ્યો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ