બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Will Rahul Gandhi not be able to contest the 2024 elections now? Know how difficult the path has become

માનહાનિ કેસ / ગુજરાત હાઇકોર્ટના ઝટકા બાદ રાહુલ ગાંધી સામે સૌથી સમસ્યા ચૂંટણીની, જાણો શું કહે છે નિયમ, 2024 માટે કેટલી મુશ્કેલ છે રાહ

Megha

Last Updated: 02:02 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણય બાદ રાહુલ ગાંધીનો 2024ની લોકસભા ચૂંટણી લડવાનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. જો કે હાઈકોર્ટના નિર્ણય બાદ રાહુલ પાસે હજુ સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ બચ્યો છે.

  • હાઈકો કોર્ટે રાહુલ ગાંધીને સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો
  • આ નિર્ણય બાદ રાહુલ ગાંધી 2024ની લોકસભાની ચૂંટણી લડી શકશે?
  • રાહુલ પાસે હજુ પણ સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ બચ્યો

મોદી સરનેમના નિવેદન પર માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટનો આંચકો મળ્યો છે. કોર્ટે માનહાનિના કેસમાં સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો. રાહુલ ગાંધી દ્વારા સજા પર રોક લગાવવાની માંગણી કરતી અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રિચ્છકની બેન્ચ સવારે 11:00 વાગ્યે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. શું ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણય બાદ રાહુલ ગાંધી 2024ની લોકસભાની ચૂંટણી લડી શકશે?

રાહુલ પાસે હજુ પણ સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ બચ્યો
હવે વાત એમ છે કે ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણય બાદ રાહુલ ગાંધીનો 2024ની લોકસભા ચૂંટણી લડવાનો રસ્તો પણ મુશ્કેલ બની ગયો છે. જો કે હાઈકોર્ટના નિર્ણય બાદ રાહુલ પાસે હજુ પણ સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ બચ્યો છે. એવામાં હવે જો સુપ્રીમ કોર્ટ 'મોદી અટક' પર ટિપ્પણી કરવા બદલ માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવવાના નીચલી કોર્ટના નિર્ણય પર સ્ટે મૂકે  તો રાહુલ ગાંધી 2024ની ચૂંટણી લડી શકે છે.

ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું?
ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી કરતી વખતે કહ્યું હતું કે તેઓ અસ્તિત્વમાં નથી તેવા આધાર પર રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નીચલી અદાલતે સંભળાવેલી સજા પર સ્ટે આપવાનો કોઈ નિયમ નથી. આ માત્ર એક અપવાદ છે જેનો દુર્લભ કિસ્સાઓમાં આશરો લેવો જોઈએ. આ સાથે જ ગુજરાત હાઈકોર્ટે વીર સાવરકરના પૌત્ર દ્વારા દાખલ કરાયેલા કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

હાઈકોર્ટ નીચલી કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો
ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીને આપવામાં આવેલી બે વર્ષની સજા પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. પણ જો ગુજરાત હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણય પર સ્ટે મૂક્યો હોત તો રાહુલ ગાંધી માટે 2024ની ચૂંટણી લડવાનો રસ્તો સાફ થઈ ગયો હોત પરંતુ એવું થયું નહીં.

આગળનો રસ્તો શું છે
ગુજરાત હાઈકોર્ટે સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યા બાદ હવે રાહુલ ગાંધી પાસે ડિવિઝન બેન્ચમાં અપીલ કરવાનો વિકલ્પ છે. રાહુલ ગુજરાત હાઈકોર્ટની સિંગલ જજ બેન્ચના નિર્ણયને ડિવિઝન બેંચમાં પડકારી શકે છે. હવે રાહુલ માટે સીધી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો રસ્તો પણ ખુલી ગયો છે.

શું છે સમગ્ર મામલો?
23 માર્ચે સુરતની CJM કોર્ટે 2019માં મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણીના કેસમાં રાહુલને બે વર્ષની સજા સંભળાવી હતી. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "બધા ચોરની અટક (સરનેમ) મોદી જ કેમ હોય છે?"  જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 23 માર્ચે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની સજા સંભળાવી હતી. બીજા જ દિવસે રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ