બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Will BRICS become the new center of the world? More than 40 countries have expressed interest in joining BRICS

BRICS Summit 2023 / શું BRICS બનશે વિશ્વનું નવું સેન્ટર? 40થી વધુ દેશોએ બ્રિક્સમાં સામેલ થવા રસ દાખવ્યો, 23એ તો અરજી પણ મોકલી દીધી

Priyakant

Last Updated: 01:51 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BRICS Summit 2023 News: BRICS એ વિશ્વની પાંચ સૌથી ઝડપી અર્થવ્યવસ્થાઓનો સમૂહ, જોહાનિસબર્ગમાં BRICS સમિટમાં PM મોદીએ આપ્યું મોટું નિવેદન

  • ભારતે બ્રિક્સ ( BRICS )ના વિસ્તરણને સમર્થન આપ્યું
  • 40 થી વધુ દેશોએ BRICS માં જોડાવા માટે રસ દર્શાવ્યો 
  • BRICS એ વિશ્વની પાંચ સૌથી ઝડપી અર્થવ્યવસ્થાઓનો સમૂહ

BRICS Summit 2023 : ભારતે બ્રિક્સ ( BRICS )ના વિસ્તરણને સમર્થન આપ્યું છે. BRICS સમિટમાં ભાગ લેવા જોહાનિસબર્ગ (દક્ષિણ આફ્રિકા) પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વસંમતિથી સભ્ય દેશોને વધારવાના નિર્ણયને આવકાર્યો હતો. PM મોદીએ BRICS દેશો વચ્ચે અવકાશ સંશોધન સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગનો વ્યાપ વધારવા માટે 5 સૂચનો પણ આપ્યા. PM મોદીએ કહ્યું, ભારત BRICS સભ્યપદના વિસ્તરણને સંપૂર્ણ સમર્થન આપે છે. 

જોહાનિસબર્ગમાં BRICS સમિટ 
મહત્વનું છે કે, જોહાનિસબર્ગમાં BRICS સમિટ ચાલી રહી છે. BRICS સમૂહનું વિસ્તરણ આ સમિટમાં મુખ્ય વિષય છે. હકીકતમાં 40 થી વધુ દેશોએ BRICS માં જોડાવા માટે રસ દર્શાવ્યો છે. તેમાંથી 23 દેશોએ તેના સભ્યપદ માટે અરજી પણ કરી છે. જે દેશોએ અરજી કરી છે તેમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને આર્જેન્ટિનાનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે, જો BRICS માં આ દેશોની એન્ટ્રી થશે તો તે એક શક્તિશાળી કેન્દ્ર તરીકે ઉભરી આવશે. 

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શું કહ્યું ? 
PM મોદી પછી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે BRICSના પૂર્ણ સત્રને સંબોધિત કર્યું. તેમણે BRICS ના ઝડપી વિસ્તરણને પણ સમર્થન આપ્યું હતું. શી જિનપિંગે જણાવ્યું હતું કે, વૈશ્વિક શાસનને વધુ ન્યાયી અને ન્યાયપૂર્ણ બનાવવા માટે આપણે બ્રિક્સ ( BRICS ) પરિવારમાં વધુ દેશોનો સમાવેશ કરીને જૂથના વિસ્તરણની પ્રક્રિયાને ઝડપી બનાવવાની જરૂર છે. 

દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાએ શું કહ્યું ? 
આ તરફ દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાએ કહ્યું કે, બ્રિક્સ ( BRICS ) દેશો તેના વિસ્તરણ અંગે ચર્ચા કરી રહ્યા છે. તેમણે કહ્યું, આશા છે કે અમે આ મુદ્દાનો સ્પષ્ટ ઉકેલ શોધીશું કારણ કે, અમે આ મુદ્દા પર અમારી વચ્ચે ચર્ચા કરી છે. સૂત્રોએ જણાવ્યું કે, BRICS દેશોમાં નવા દેશોની પસંદગી માટે સર્વસંમતિ બનાવવા માટે ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. 

BRICS ના વિસ્તરણ પર ચર્ચા 
મંગળવારે સાંજે લીડર્સ રિટ્રીટમાં BRICS ના વિસ્તરણના મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય સૂત્રોના જણાવ્યા અનુસાર, અમારા પ્રયાસો અમારા વ્યૂહાત્મક ભાગીદારોને નવા સભ્યો તરીકે સામેલ કરવાના લક્ષ્ય દ્વારા સંચાલિત છે. PM મોદીએ એવી આશા પણ વ્યક્ત કરી હતી કે, તમામ BRICS દેશો આફ્રિકન યુનિયનમાં G20માં કાયમી સભ્યપદ માટે ભારતના પ્રસ્તાવને સમર્થન કરશે. 

PM મોદીએ પણ આપ્યું મોટું નિવેદન 
આ સાથે PM મોદીએ 2016માં બ્રિક્સની ભારતની અધ્યક્ષતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. BRICS ના પત્રોના આધારે તેમણે તેને બિલ્ડીંગ, ઇન્ક્લુઝિવ અને કલેક્ટિવ સોલ્યુશન્સ તરીકે વ્યાખ્યાયિત કર્યું. PM મોદીએ કહ્યું, 7 વર્ષ પછી આપણે કહી શકીએ કે બ્રિક્સ ( BRICS ) અવરોધોને તોડશે, અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરશે અને ભવિષ્યને આકાર આપશે. બ્રિક્સ ( BRICS ) ભાગીદાર દેશો સાથે મળીને, અમે આ નવી વ્યાખ્યાને અર્થ આપવા માટે સક્રિયપણે યોગદાન આપતા રહીશું. 

BRICS હવે કેટલું મજબૂત છે ?
BRICS એ વિશ્વની પાંચ સૌથી ઝડપી અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે. બ્રિક્સનો દરેક અક્ષર દેશનું પ્રતિનિધિત્વ કરે છે. BRICS માં બ્રાઝિલમાંથી B, રશિયામાંથી R, ભારત તરફથી I, ચીનમાંથી C અને દક્ષિણ આફ્રિકામાંથી S. 

પ્રથમ વખત BRIC દેશોની બેઠક  
2006માં પ્રથમ વખત BRIC દેશોની બેઠક યોજાઈ હતી. તે જ વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન આ ચાર દેશોના વિદેશ પ્રધાનોની બેઠક યોજાઈ. ત્યારબાદ આ જૂથનું નામ 'બ્રિક' રાખવામાં આવ્યું. BRIC દેશોની પ્રથમ શિખર સ્તરની બેઠક 2009માં રશિયાના યેકાટેરિનબર્ગમાં યોજાઈ હતી. આ પછી 2010માં બ્રાઝિલના બ્રાઝિલિયામાં બીજી શિખર બેઠક મળી હતી. તે જ વર્ષે દક્ષિણ આફ્રિકા પણ તેમાં જોડાયું, પછી તે BRICમાંથી BRICS બન્યું.

BRICS માં સમાવિષ્ટ પાંચ દેશો વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. વિશ્વના જીડીપીમાં તેમનો હિસ્સો 31.5% છે. વિશ્વની 41 ટકાથી વધુ વસ્તી પાંચેય બ્રિક્સ દેશોમાં રહે છે. વૈશ્વિક કારોબારમાં તેમનો હિસ્સો 16 ટકા છે. આ વખતે બ્રિક્સ સમિટના બે એજન્ડા છે. પ્રથમ- બ્રિક્સનું વિસ્તરણ. બીજું- BRICS દેશોમાં તેમના પોતાના ચલણમાં વેપાર. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ કહ્યું કે, અમે BRICS સભ્યોની સંખ્યા વધારવાનું સમર્થન કરીએ છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ