બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Wild animal mauls newborn boy after entering hospital in UP

મોટી બેદરકારી / અરરર : નવજાતને રેઢા ન મૂકાય, વોર્ડમાં ઘુસીને દીપડો તાજા જન્મેલા છોકરાનું માથું ખાઈ ગયો

Hiralal

Last Updated: 05:21 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીમાં ગોંડામાં આવેલા એક દવાખાનામાંથી જંગલી જાનવર તાજા જન્મેલા બાળકને ઉપાડીને લઈને ચાવી ગયું હતું.

  • યુપીમાં ખાડે ગયેલી હોસ્પિટલોનું વધું એક ઉદાહરણ
  • ગોંડાના દવાખાનામાંથી બની આઘાતજનક ઘટના
  • જંગલી જાનવર દવાખાનામાં ઘુસીને નવજાતને ઉપાડી ગયું 
  • ચાવીને ખાઈ જતા ચકચાર 

યુપીમાં હેલ્થ કેર ફેસિલિટી કેટલી હદ ખરાબ છે તેને ઉજાગર કરતી એક આઘાતજનક ઘટના ગોંડા શહેરમાં બની છે. અહીંના એક દવાખાનામાં ઘુસીને અજાણ્યું જંગલી જાનવર એક તાજા જન્મેલા બાળકને ખાઈ ગયું હતું. 

બધા સુતા હતા ત્યારે અચાનક આવ્યું જંગલી પ્રાણી 

ગોંડા સીએચસી મુજેહનામાં ડિલિવરી કરવા ગયેલી મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. પરિવારના સભ્યો ખુશીથી ઉછળ્યા કે અચાનક લેબર રૂમમાંથી બાળકના મોતના સમાચાર સાંભળવા મળ્યા. ત્યારે ડોક્ટરોએ ખાતરી આપી નવજાત શિશુને ઓક્સિજન પર મૂકી દીધું હતું, પરંતુ થોડા સમય બાદ બાળકનું મોત નીપજ્યું હતું. આરોગ્ય કર્મચારીઓએ બાળકનો મૃતદેહ પરિવારને આપ્યો ન હતો. પરિવારનો આરોપ છે કે બાળકની લાશને ડિલિવરી રૂમમાં રાખવામાં આવી હતી અને મોડી રાત્રે એક જાનવરે રુમમાં આવી ચડ્યું હતું અને બાળકને ખાઈ ગયું હતું. 

પ્રાણી બાળકનું માથું ખાઈ ગયું 
ચાણવાપુરની રહેવાસી સાયરા બાનુને 27 ઓગસ્ટના રોજ પરિવાર દ્વારા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર મુજેહનામાં દાખલ કરવામાં આવી હતી. સાયરાએ એક છોકરાને જન્મ આપ્યો. રાતે જ્યારે બધા સુતા હતા ત્યારે કોઈ અજાણ્યું જંગલી પ્રાણી વોર્ડમાં ઘુસી આવ્યું હતું અને છોકરાનું માથું ખાઈ ગયું હતું. આ અંગે પરિવારજનોને માહિતી મળતા તેઓએ હોબાળો મચાવ્યો હતો. લાંબા સમય સુધી સીએચસીમાં હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે, ડોક્ટરોની બેદરકારીને કારણે તેમના બાળકનું મોત થયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને જાનવરે કોળિયો બનાવી દીધો હતો. જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ ઉજ્જવલ કુમારને ઉતાવળમાં આ બાબતની જાણ થઈ ત્યારે તેમણે મુખ્ય વિકાસ અધિકારીના નેતૃત્વમાં તપાસ સમિતિની રચના કરી અને સીએમઓ પાસે રિપોર્ટ માંગ્યો. હાલ ધનેપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા નર્સિંગ સ્ટાફ સામે સદોષ મનુષ્યવધનો ગુનો નોંધી સીડીઓની આગેવાની હેઠળ તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ