બ્રેકિંગ ન્યુઝ
VTV / Wife earns more than man, Mumbai sessions court upholds no-maintenance order
Hiralal
Last Updated: 04:18 PM, 28 May 2023
ADVERTISEMENT
પતિ-પત્નીના અલગ થયા બાદ ભરણપોષણને લઈને મુંબઈની સેશન્સ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. ટ્રાયલ કોર્ટનો ચુકાદા પર મંજૂરીની મહોર મારતાં સેશન્સ કોર્ટે કહ્યું કે આ કિસ્સામાં પત્ની તેના ભૂતપૂર્વ પતિ કરતા વધારે કમાય છે અને તેથી તેને ભરણપોષણ નહીં મળે.
પતિ કરતાં ઓછું કમાતી હોય તેવા કિસ્સામાં પત્ની ભરણપોષણનો દાવો કરી શકે
ટ્રાયલ કોર્ટના આદેશ બાદ મહિલાએ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે કહ્યું કે, એ વાત સાચી છે કે કમાતી મહિલાને ભરણપોષણ પણ મળવું જોઈએ, પરંતુ આ કિસ્સામાં સંજોગોને જોવા ખૂબ જ જરૂરી છે. જો મહિલા પોતાના એક્સ હસબન્ડથી વધુ કમાતી હોય તો તેને ભરણપોષણની જરૂર નથી પડતી. સાથે જ જો પતિ વધુ કમાતો હોય તો સંજોગો તરફ પણ ધ્યાન આપવું જરૂરી છે.
ADVERTISEMENT
પહેલા બાળકને મળી રહ્યું છે 10,000નું ભરણપોષણ
જસ્ટિસ સીવી પાટિલે કહ્યું, "આ કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટે જે નિર્ણય લીધો છે તે યોગ્ય છે. મહિલાએ 2021માં સાસરિયાઓ સામે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો. તેણે જણાવ્યું કે બાળકના જન્મ બાદ તેને બળજબરીથી તેના માતા-પિતાના ઘરે મોકલી દેવામાં આવી હતી. આ પછી, કોર્ટે પતિને દર મહિને 10 હજાર રુપિયાનું ભરણપોષણ આપવાનો આદેશ કર્યો હતો જેથી બાળકનો ઉછેર થઈ શકે. મહિલાએ કોર્ટમાં એમ પણ કહ્યું હતું કે તેના પતિની સારવાર ચાલી રહી છે. તેના પરિવારે જ કહ્યું હતુ કે તે પિતા નહીં બની શકે. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે તેના સાસરિયાઓએ તેના પર શંકા કરવાનું શરૂ કરી દીધું હતું. ચરિત્ર પર આક્ષેપો કરાયા હતા.
બીજા બાળકનો પિતા નથી- પતિની દલીલ
આ કેસમાં કોર્ટે ફાઈનલ ચુકાદો આપતાં કહ્યું કે બાળક માટે ભથ્થું આપવું યોગ્ય છે પરંતુ મહિલા માટે નહીં. મહિલાને બાળક માટે અલગથી ભરણપોષણ મળતું હતું અને પોતાનું ભરણપોષણ અલગ મળતું હતું, પરંતુ કોર્ટે અલગથી ભરણપોષણ આપવાની અરજી ફગાવી દીધી હતી. તો બીજી તરફ બીજા બાળકને લઈને પતિએ કહ્યું હતું કે તે તેનો પિતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT