બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Why today is called Narak Chaturdashi, just by lighting a lamp, one gets rid of the torments of hell.

DIWALI 2023 / આજે કાળીચૌદશ; આજના દિવસને કેમ કહેવાય છે નરક ચતુરદશી, માત્ર એક દીવો કરવાથી નર્કની યાતનાઓથી મળે છે છુટકારો

Megha

Last Updated: 09:33 AM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે કાળી ચૌદશ છે જેને નરક ચૌદશ પણ કહેવાય છે. આ વખતે નરક ચતુર્દશીની તારીખ 11મી નવેમ્બરના રોજ બપોરથી શરૂ થશે જે 12મી નવેમ્બર એટલે કે દિવાળીના દિવસ સુધી ચાલુ રહેશે.

  • કાળી ચૌદશને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે 
  • શ્રી કૃષ્ણએ નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો
  • આ દિવસે યમદેવ, મા કાલી અને શ્રી કૃષ્ણની પૂજા કરવાની પરંપરા

નરક ચૌદશ અથવા નરક ચતુર્દશીનો તહેવાર દિવાળીના એક દિવસ પહેલા અને ધનતેરસના એક દિવસ પછી ઉજવવામાં આવે છે. આજે કાળી ચૌદશ છે જે ગુજરાતી કેલેન્ડર મુજબ દર વર્ષે આસો વદની ચતુર્દશી તિથિએ આવે છે. નરક ચતુર્દશીને રૂપ ચૌદશ, નરક ચૌદશ અથવા કાળી ચૌદશ તરીકે પણ ઓળખવામાં આવે છે. 

કાળી ચૌદશનાં દિવસે આ મંત્ર બોલવાથી અભય પ્રાપ્ત થશે, આ કામ તો ભૂલથી પણ ન  કરતાં, જાણો કોને રાખવી પડશે સાવધાની | today is kali chaudash or chhoti  diwali here is the

યમદેવ, મા કાલી અને શ્રી કૃષ્ણની પૂજા કરવાની પરંપરા
વૈદિક કેલેન્ડર મુજબ, આ વખતે નરક ચતુર્દશીની તારીખ 11મી નવેમ્બરના રોજ બપોરથી શરૂ થશે જે 12મી નવેમ્બર એટલે કે દિવાળીના દિવસ સુધી ચાલુ રહેશે. આ વખતે ચતુર્દશી તિથિ 11મી નવેમ્બર 2023ના રોજ બપોરે 01:57 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 12મી નવેમ્બર 2023ના રોજ બપોરે 02:44 વાગ્યે સમાપ્ત થશે. નરક ચતુર્દશીના દિવસે યમદેવ, મા કાલી અને શ્રી કૃષ્ણની પૂજા કરવાની પરંપરા છે અને સાંજે દીવા પ્રગટાવવાની પણ પરંપરા છે.

શ્રી કૃષ્ણએ નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો
નરક ચતુર્દશીની ઉજવણી પાછળ ઘણી પૌરાણિક કથાઓ કહેવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો. નરકાસુરનો વધ કર્યા બાદ શ્રી કૃષ્ણએ બંધક બનેલ 16 હજાર મહિલાઓને પણ મુક્ત કરી હતી. કહેવાય છે કે આ મહિલાઓ લાંબા સમય સુધી નરકાસુરના જેલમાં બંધ હતી. આ જ કારણ છે કે આ દિવસને નરક ચતુર્દશી પણ કહેવાય છે.

દહોદના આ ગામમાં અનોખી રીતથી ઉજવાય છે કાળી ચૌદસ, મૃતાત્માઓની યાદમાં પ્રગટે  છે દીવા | dahod devgadh baria kalichaudas tradition unique diwali  celebration in gujarat

નરક ચતુર્દશીના દિવસે યમરાજના નામનો દીવો પ્રગટાવવાની પરંપરા છે. આ દિવસે, સૂર્યાસ્ત પછી, સાંજે 05.27 પહેલાં, દક્ષિણ તરફ મુખ કરીને ભગવાન યમરાજના નામ પર કુલ 14 દીવા પ્રગટાવવામાં આવે છે. આ દિવસે, દીવો પ્રગટાવીને અને હાથ જોડીને, વ્યક્તિ ભગવાન યમને પોતાના અને પરિવારના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ