બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Why the opposition of the young man of Gujarati origin who helped in Corona in London?

આદેશનો વિરોધ / કોરોનામાં મદદ કરનાર ગુજરાતી મૂળના યુવકનો લંડનમાં કેમ વિરોધ? દેશનિકાલના આદેશ બાદ લાખો લોકોનું સમર્થન

Priyakant

Last Updated: 01:54 PM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોર્ટમાં પરાજય બાદ વિમલ પંડ્યાને દેશનિકાલની સ્થિતિ બનતા હવે 1.77 લાખ લોકોએ નિર્ણયનો વિરોધ કર્યો, કોરોનાકાળમાં સારી કામગીરીને કારણે રાણી એલિઝાબેથે વિમલ પંડ્યાનું કર્યું હતું સન્માન

  • લંડનની સરકારે વિમલ પંડ્યા નામના યુવકને દેશનિકાલ માટે કર્યો આદેશ
  • સરકારના આદેશનો 1.77 લાખ લોકોએ સહી કરીને સરકારના આદેશનો વિરોધ કર્યો 
  • કોર્ટમાં કેસ હારી જતા લંડનની સરકારે વિમલ પંડ્યાને દેશ છોડવા જણાવ્યું હતું
  • કોરોનાકાળમાં સારી કામગીરીને કારણે રાણી એલિઝાબેથે વિમલ પંડ્યાનું કર્યું હતું સન્માન

લંડનમાં ગુજરાતી મૂળના યુવકના દેશનિકાલની સ્થિતિ વચ્ચે લાખો લોકોએ વિરોધ કર્યો છે. વાત જાણે એમ છે કે, 2011માં ભારતીય યુવક વિમલ પંડ્યાએ લંડનની કોલેજમાં એમફિલમાં પ્રવેશ મેળવ્યો હતો, જોકે કોલેજ દ્વારા 2014માં વિમલની પ્રવેશ માન્યતા રદ્દ કરાઇ હતી. જે બાદમાં તેને કોર્ટ સુધી લડત આપી હતી. જે બાદમાં કોર્ટમાં પરાજય બાદ વિમલ પંડ્યાને દેશનિકાલની સ્થિતિ બનતા હવે 1.77 લાખ લોકોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે.

Vimal Pandya London News

મૂળ ગુજરાતના વિમલ પંડ્યા નામના યુવકના સમર્થનના લાખો લોકો આવ્યા છે. આ ઘટનાની વિગતો જોઈએ તો વર્ષ 2011માં મૂળ ગુજરાતના વિમલ પંડ્યાએ લંડનની એક કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે કોઈ કારણસર 2014ના કોલેજ દ્વારા વિમલ પંડ્યાની પ્રવેશ માન્યતા રદ્દ કરવામાં આવી હતી. આ સાથે કોલેજ કે ગૃહ મંત્રાલયે તેને આ જાણકારી પણ આપી નહોતી. જેથી યુવક કોર્ટમાં જતાં શિક્ષણની સાથે સાથે અન્ય ખર્ચની સાથે હજારો પાઉન્ડનો ખર્ચ પણ થયો હતો. 

કોર્ટમાં હારી જતાં દેશનિકાલની ફરજ 
આ દરમિયાન લંડનની કોર્ટમાં વિમલ પંડ્યાનો પરાજય થતાં તેને દેશનિકાલની ફરજ પડી હતી. જે બાદમાં હવે તેને સમર્થનમાં લાખો લોકો આવ્યા છે. વિગતો મુજબ કોર્ટમાં પરાજય બાદ વિમલને ભારત પરત ફરવાનું ફરમાન કરતાં દક્ષિણ-પૂર્વ લંડનની રોધરવિધિ સમુદાયે વિમલનું સમર્થન કર્યું છે. આ સાથે 1.77 લાખ લોકોએ હસ્તાક્ષર કરી ગુજરાતના આ યુવાનને લંડનમાં રહેવા દેવાની પરવાનગી આપવા રજૂઆત કરી છે. 

Vimal Pandya London News

કોરોના મહામારીમાં કર્યું હતું સરાહનિય કામ 
મહત્વનું છે કે,લંડનમાં કોરોના મહામારી દરમ્યાન આ યુવક વિમલ પંડ્યાએ લોકોને બહુ મદદ કરી હતી. સ્થાનિક દુકાનદાર તરીકે તેને સેવાકીય કાર્યો કરીને સ્થાનિક લોકોને દિલ જીતી લીધા હતા. આટલું જ નહીં પણ તેની નિ:શુલ્ક રાશન આપવાના સેવાકીય કાર્યની નોંધ લઈ સરકારે પણ તેનું સન્માન કર્યું હતું. જેમાં રાણી એલિઝાબેથ દ્વારા વિમલ પંડ્યાનું સન્માન કરવામાં આવ્યું હતું. 

Vimal Pandya London News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ