બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Why the exciting atmosphere in India-Pakistan match itself? What is the reason for so much attention?

મહામંથન / હાઈવોલ્ટેજ ડ્રામા: ભારત-પાકિસ્તાનની મેચમાં જ ઉત્તેજનાભર્યો માહોલ કેમ? આટલા અટેન્શનનું કારણ શું?

Vishal Khamar

Last Updated: 09:31 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વકપમાં આવતીકાલે ભારત-પાકિસ્તાન 8 મી વખત ટકરાશે. ભારત-પાકિસ્તાન મેચને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત-પાકિસ્તાન મેચમાં જ હાઈવોલ્ટેજ ડ્રામા કેમ રહે છે. તો બીજી તરફ વિશ્વકપમાં ભારત-પાકિસ્તાન તરફ જ અટેન્શન કેમ?

ભારત અને પાકિસ્તાનની મેચની વાત આવે ત્યારે એક હકીકત સ્વીકારવી પડે કે પાનના ગલ્લે બેઠેલા વ્યક્તિથી લઈને ટોચનો બુદ્ધિજીવી પણ રસપૂર્વક બંને દેશના ક્રિકેટ સંબંધો ઉપર લાંબુ ભાષણ આપી શકે. અંગ્રેજોની આયાત કરેલી રમત હવે ભારત અને પાકિસ્તાન બંને દેશ માટે ધર્મ સમાન જ છે. અહીં એ સાર્થક ચર્ચા કરવાનો પ્રયાસ કરવો છે કે ભારત-પાકિસ્તાન મેચ પહેલા, મેચ દરમિયાન કે મેચ પછી જે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાય છે એવો બીજી કોઈ મેચ માટે કેમ નથી સર્જાતો. એમા પણ જો મેચ વિશ્વકપની હોય તો હાઈવોલ્ટેજ ડ્રામામાં જાણે કે કોઈ કહેવાપણું રહેતું જ નથી. જો ધ્યાનથી નજર કરીએ તો બંને દેશના સરેરાશ ખેલાડી પણ જ્યારે એકબીજા સામે રમવાનું થાય ત્યારે બદલાયેલા અંદાજમાં જ જોવા મળે છે પછી તે રમત હોય કે મેદાન પરનું વર્તન. 

  • આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
  • બંને ટીમ વિશ્વકપમાં 8મી વખત ટકરાશે
  • 1992થી 2019 સુધી બંને ટીમ 7 વખત એકબીજા સામે ટકરાઈ

આપણે બધા જાણીએ છીએ કે વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન 1992 થી લઈને 2019 સુધીમાં 7 વખત સામસામે ટકરાયા છે અને સાતેય વખત ભારતે જ જીત મેળવી છે. ભારત માટે સમય છે વિશ્વકપમાં પાકિસ્તાન ઉપર 8મી વખત જીત મેળવવાનો જ્યારે પાકિસ્તાન માટે જરૂરી છે વિશ્વકપમાં ભારત સામે સતત હારનો સિલસિલો અટકાવવો. બંને દેશ જ્યારે આમને સામને ટકરાવાના છે ત્યારે અમદાવાદ પોલીસ છાવણીમાં ફેરવાઈ ચુક્યુ છે અને મેચ પછી જરૂરી અલર્ટ પણ અપાઈ ગયા છે. પ્રશ્ન એ છે કે રમતમાં એક જીતશે તો એક હારશે એ નક્કી જ છે તો બંને દેશના પ્રેક્ષકોની લાગણી આળી કેમ થઈ જાય છે.

  • અન્ય કોઈ દેશની મેચ આટલું અટેન્શન નથી મેળવતી
  • ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ પણ મેચ વખત અલગ જ આક્રમકતા દાખવે છે
  • પ્રેક્ષકોની આક્રમકતા અને ઉત્સાહ બંને ચરમસીમાએ હોય છે

પાકિસ્તાન સામે હાર બાદ નિરુત્સાહી ભારતીય પ્રેક્ષકોના મોં પણ આપણે જોયા છે તો ભારત સામે હાર બાદ પાકિસ્તાનના નાગરિકોને ટીવી તોડતા પણ જોયા છે. આપણે આશા રાખીએ કે 8મી વખત જ્યારે બંને ટીમ વિશ્વકપમાં ટકરાઈ રહી છે ત્યારે પણ અને ભવિષ્યમાં અન્ય કોઈ ટુર્નામેન્ટમાં બંને ટીમ ટકરાય ત્યારે પણ આવા કોઈ દ્રશ્યો આપણને જોવા ન મળે. હવે એ સાર્થક ચર્ચા કરીએ કે ભારત-પાકિસ્તાન મેચ વખતે જ હાઈવોલ્ટેજ ડ્રામા કેમ હોય છે અને એ ખરેખર જરૂરી છે કે કેમ?

  • બંને દેશ પરંપરાગત કટ્ટર હરીફ
  • ભારત-પાકિસ્તાન વચ્ચેનું તંગ રાજકીય વાતાવરણ
  • સરહદ પારથી પાકિસ્તાન તરફથી પોષાતો આતંકવાદ

આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે.  બંને ટીમ વિશ્વકપમાં 8મી વખત ટકરાશે. ત્યારે  1992થી 2019 સુધી બંને ટીમ 7 વખત એકબીજા સામે ટકરાઈ છે.  અત્યાર સુધી વિશ્વકપમાં 7 વખત ભારતની જ જીત થઈ છે. દરેક વિશ્વકપમાં ભારત-પાકિસ્તાનની મેચમાં હાઈવોલ્ટેજ ડ્રામા જ હોય છે. અન્ય કોઈ દેશની મેચ આટલું અટેન્શન મેળવતી નથી.  ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ પણ મેચ વખત અલગ જ આક્રમકતા દાખવે છે. પ્રેક્ષકોની આક્રમકતા અને ઉત્સાહ બંને ચરમસીમાએ હોય છે.

  • બંને દેશની જનતામાં ક્રિકેટને લઈને ઉત્સાહ અને આક્રમકતા
  • એકબીજા સામે જીતવું પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવવો
  • બંને દેશની જનતા પણ હાર-જીતને પ્રતિષ્ઠાનો પ્રશ્ન ગણે છે
  • બંને દેશના સરેરાશ ખેલાડી પણ એકબીજા સામે મેચ હોય ત્યારે અલગ અંદાજમાં

ભારત-પાકિસ્તાનની મેચ ઉત્તેજનાસભર કેમ?
બંને દેશ પરંપરાગત કટ્ટર હરીફ છે.  ભારત-પાકિસ્તાન વચ્ચેનું તંગ રાજકીય વાતાવરણ છે.  સરહદ પારથી પાકિસ્તાન તરફથી પોષાતો આતંકવાદ. જે  બંને દેશના તંગ સૈન્ય સંબંધ તેમજ  LOC ઉપર સીઝફાયરનું ઉલ્લંઘન.  બંને દેશની જનતામાં ક્રિકેટને લઈને ઉત્સાહ અને આક્રમકતા છે.  એકબીજા સામે જીતવું પ્રતિષ્ઠા બનાવવાનો પ્રશ્ન છે.  બંને દેશની જનતા પણ હાર-જીતને પ્રતિષ્ઠાનો પ્રશ્ન ગણે છે. બંને દેશના સરેરાશ ખેલાડી પણ એકબીજા સામે મેચ હોય ત્યારે અલગ અંદાજમાં જોવા મળતા હોય છે. 

જ્યારે સર્જાયો હાઈવોલ્ટેજ ડ્રામા

1992

  • કિરણ મોરે-જાવેદ મિયાંદાદ વચ્ચે વિવાદ થયો
  • કિરણ મોરે ઉછળકૂદ કરીને સતત અપીલ કરતો હતો
  • કિરણ મોરેની અપીલથી જાવેદ મિયાંદાદ ગુસ્સે થયો હતો
  • જાવેદ મિયાંદાદે ઉછળકૂદ કરીને કિરણ મોરેની મજાક કરી હતી

1996

  • વેંકટેશ પ્રસાદ-આમિર સોહેલ વચ્ચે ચકમક ઝરી
  • આમિર સોહેલ વેંકટેશ પ્રસાદના બોલને ઓફ સાઈડમાં ફટકારતો હતો
  • આમિર સોહેલે ફરી ત્યાં જ શોટ ફટકારશે એવો ઈશારો કર્યો
  • બીજા જ બોલે વેંકટેશ પ્રસાદે આમિર સોહેલને બોલ્ડ કર્યો
  • આમિર સોહેલને સ્ટેડિયમ તરફ જવાનો વેંકટેશ પ્રસાદે ઈશારો કર્યો

1999

  • 1999ના વિશ્વકપની મેચ કારગીલ યુદ્ધને કારણે હાઈવોલ્ટેજ ડ્રામા સમાન રહી
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું
  • એવા સમયે જ વિશ્વકપની મેચ ઈંગ્લેન્ડના માંચેસ્ટરમાં રમાઈ
  • ભારત માટે આ મેચ જીતવી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ચુકી હતી
  • ઓછા સ્કોરની મેચમાં ભારતે વેંકટેશ પ્રસાદની 6 વિકેટના સહારે જીત મેળવી

2003

  • 2003ની મેચમાં પાકિસ્તાન સામે ભારતે જીત મેળવવી જરૂરી હતી
  • ભારત મેચ જીતે તો સેમિફાઈનલમાં પ્રવેશ મળે તેમ હતો
  • મેચમાં શોએબ અખ્તર વિરેન્દ્ર સહેવાગને સતત ઉશ્કેરતો હતો
  • શોએબ અખ્તર કહેતો હતો કે મારા બોલને હુક શોટ મારીને બતાવો
  • વિરેન્દ્ર સહેવાગે સચિન તરફ ઈશારો કર્યો અને કહ્યું કે તે હુક શોટ મારશે
  • પછીની ઓવરમાં સચિને શોએબ અખ્તરને ઓફ સાઈડમાં સિક્સર ફટકારી

ક્રિકેટની રમત જંગ જેવી કેમ બની?

તટસ્થ દેશના નામે ભારત-પાકિસ્તાનની ઘણી મેચ શારજહાંમાં રમાતી હતી. આ સમયગાળો 80-90ના દશકનો હતો. બંને દેશની ક્રિકેટ હરિફાઈને ધાર આપવામાં એક ઘટના કારણભૂત બની છે.  વર્ષ 1986નું હતું અને ઓસ્ટ્રેલેશિયા કપની ફાઈનલ હતી. ઓસ્ટ્રેલેશિયા કપની ફાઈનલમાં ભારત-પાકિસ્તાન સામસામે હતા. છેલ્લા બોલે 3 રનની જરૂર હતી અને જાવેદ મિયાંદાદની સ્ટ્રાઈક હતી. ચેતન શર્માએ યોર્કર નાંખવાનો પ્રયાસ કર્યો જેને મિયાંદાદે ફૂલટોસમાં પરિવર્તિત કર્યો હતો.  છેલ્લા બોલે જાવેદ મિયાંદાદે સિક્સર ફટકારીને પાકિસ્તાનને જીત અપાવી હતી.

  • તટસ્થ દેશના નામે ભારત-પાકિસ્તાનની ઘણી મેચ શારજહાંમાં રમાતી હતી
  • આ સમયગાળો 80-90ના દશકનો હતો
  • બંને દેશની ક્રિકેટ હરિફાઈને ધાર આપવામાં એક ઘટના કારણભૂત બની

ક્રિકેટ નિષ્ણાંતો એવુ માને છે કે ભારત આ હારને ભૂલ્યું ન હતું. શારજહાંમાં રમાતી મેચમાં મોટેભાગે તટસ્થતાના નામે પાકિસ્તાન તરફી માહોલ રહેતો હોય છે.  માત્ર કહેવા પૂરતું જ ત્રીજા દેશમાં રમતા હોઈએ તેવી સ્થિતિ બનતી હોય છે.  1996 સુધી એવો માહોલ રહ્યો કે જેમાં પાકિસ્તાનનું ભારત ઉપર પ્રભુત્વ રહ્યું છે.  1996ના વિશ્વકપમાં બેંગ્લુરુમાં બંને દેશ ક્વાટર ફાઈનલમાં ટકરાયા હતા.  1996ની એ મેચમાં ભારતે પાકિસ્તાન ઉપર જીત મેળવી હતી.  વેંકટેશ પ્રસાદે આમિર સોહેલને જે આક્રમકતાથી બોલ્ડ કર્યો તે ઘટના પણ કેન્દ્રમાં રહી છે.  1996ની એ ક્વાટર ફાઈનલથી ક્રિકેટનો સિનારિયો બદલાયો છે.  ધીમે-ધીમે એ સમય આવ્યો કે જ્યારે પાકિસ્તાન ઉપર ભારતનું પ્રભુત્વ વધ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ