બ્રેકિંગ ન્યુઝ
VTV / Why the controversy regarding self-defense of daughters, why did Gagji Sutaria talk about revolver? Patidar leader himself pointed fingers against the statement
Last Updated: 08:58 PM, 2 November 2023
ADVERTISEMENT
દીકરીઓની સુરક્ષાની ચર્ચાના મુદ્દે આપણે એવું કહી શકીએ કે આ મુદ્દો દર બીજા દિવસે ચર્ચામાં આવતો હોય છે. પણ એક પાટીદાર અગ્રણીએ દીકરીઓની સુરક્ષા માટેની વાત જાણે કે બે ડગલા આગળ આવીને કરી છે. સરદારધામના પ્રમુખ ગગજી સુતરિયાએ શબ્દો ચોર્યા વિના કહ્યું કે આત્મરક્ષા માટે દીકરીઓએ પોતાની પાસે રિવોલ્વર રાખવી જોઈએ. સ્વભાવિક છે કે આ નિવેદન બાદ સવાલો પણ ઉઠે જેની સામે ગગજી સુતરિયાએ વધુ ચર્ચાને અંતે એવું કહ્યું કે તેમણે આત્મરક્ષાનો આ સંદર્ભ ઈઝરાયેલ પાસેથી અને તેની રાજધાની તેલ અવિવમાં જાતે કરેલા અનુભવના આધારે આપ્યો છે.
પાટીદાર મહિલાઓ રિવોલ્વર લઈને નીકળવું જોઈએ તેવું આગેવાન શ્રી ગગજી સુતરીઆ નું કેવું છે. મારો ખાલી પ્રશ્ન એટલો છે કે આ મહિલાઓ પર દંડા વરસતા તા એ વખતે આપ મૌન કેમ હતા ? અને આ મારી બેનો તમારા કીધે રિવોલ્વર લઈ ને નીકડ છે અને કોઈ કેશ થાય તો જામીન થવા જશો કે એમને અમારી જેમ જામીન જાતે???
— Varun Patel (@varunpateloffic) November 2, 2023
ADVERTISEMENT
વરૂણ પટેલે આવા નિવેદન સામે સવાલ ઉઠાવતા એવું કહ્યું કે દીકરી રિવોલ્વર લઈને જશે અને કેસ થશે તો તેના જામીન કોણ થશે. કદાચ આવા ટેકનિકલ સવાલોને બાજુ પણ મુકી દઈએ તો પણ દીકરીઓની સુરક્ષાના મુદ્દે કોઈ વિવાદને સ્થાન ન હોવું જોઈએ તે હકીકત છે. ગુજરાતની સાથે સાથે દેશની તમામ દીકરીઓ આત્મરક્ષા બાબતે સજાગ થાય તો પછી તેમા વાંધો કોને હોવો જોઈએ. મોડી રાત્રે ઘરે જતી દીકરીને કોઈ એકલદોકલ મુફલીસ વ્યક્તિ હેરાન કરે તો આવા સમયે આત્મરક્ષા માટે તેની પાસે કોઈ હથિયાર હશે તો શું ખોટુ છે. દીકરીઓ આત્મરક્ષા માટે રિવોલ્વર રાખે તો એમા રક્ષકોની નિષ્ફળતાની કોઈ વાત આવતી નથી એ પણ એટલી જ દીવા જેવી હકીકત છે. સૌથી મહત્વની વાત એ છે કે દીકરીઓ માટે અસુરક્ષીત માહોલ બનતો આપણે બધા કેમ અટકાવી શકીએ.
દીકરીઓની સુરક્ષાનો મુદ્દો ફરી ઉઠ્યો છે. દીકરીઓની સુરક્ષાની વાત ફરી ચર્ચામાં આવી છે. આણંદમાં સરદારધામના ઉપક્રમે પાટીદાર સમાજનો કાર્યક્રમ હતો. સરદારધામના અધ્યક્ષ ગગજી સુતરિયાએ દીકરીઓની સુરક્ષાના મુદ્દે વાત કરી છે. દીકરીઓએ પોતાની સુરક્ષા માટે રિવોલ્વર રાખવા સુધીની વાત કરી છે. ગગજી સુતરિયાના નિવેદન બાદ ચર્ચાઓનો દોર શરૂ થયો છે. સવાલ એ છે કે દીકરીઓની સુરક્ષાના મુદ્દે વિવાદ કેમ?
ગગજી સુતરિયાએ શું કહ્યું હતુ?
યહૂદીઓ પાસેથી પાટીદારોએ જ નહીં સમગ્ર દેશે શીખવાનું છે. આપણી દીકરીઓ શોપિંગમાં જતી હોય તો બાજુમાં રિવોલ્વર લટકવી જોઈએ. સરદારધામની અંદર લાઠીદાવ અને તલવારબાજી દીકરીઓને શીખડાવવાનું શરૂ કર્યું છે. સ્વરક્ષણ દીકરીઓનો અધિકાર છે.
નિવેદન બાદ ગગજી સુતરિયાએ શું કહ્યું?
ગુજરાતમાં દીકરીઓની સલામતીનો કોઈ પ્રશ્ન નથી. દીકરીઓની કમરે રિવોલ્વર સ્વરક્ષણ માટે લટકતી હોય એવું મારુ સહજ વિધાન હતું. દીકરીઓ રિવોલ્વર રાખે તેનો અર્થ એવો નથી કે તેઓ અસલામત છે. પરવાનો મેળવીને દીકરીઓ રિવોલ્વર રાખે તો આનંદની વાત છે. કાર્યક્રમ પાટીદાર સમાજનો હતો પણ મેં દેશની દીકરીઓની વાત કરી છે. ગન કલ્ચરને પ્રોત્સાહન નહીં, સ્વરક્ષણને પ્રોત્સાહન. એકલ-દોકલ અસામાજિક તત્વો દીકરી સામે આંખ ન ઉઠાવવા જોઈએ. સુખી સંપન્ન લોકો, નેતાઓ આત્મરક્ષા માટે હથિયાર રાખે છે. દીકરીઓ હથિયાર માટે પરવાનો માંગશે તો હું સરકારને રજૂઆત કરીશ.
આ વિચારના મૂળ ક્યાં?
ગગજી સુતરિયા 2003માં તેલ અવીવની એક હોટલમાં રોકાયા હતા. ગગજી સુતરિયાને ડાયમંડ એક્ઝિબિશન માટે લાસ વેગાસ જવાનું હતું. તેલ અવીવમાં રોકાણ દરમિયાન બહાર ફરવા નિકળ્યા. તમામ જાહેર સ્થળે દીકરીઓ પાસે રિવોલ્વર જોવા મળી હતી. પૃચ્છા કરતા જાણવા મળ્યું કે અહીં સ્વરક્ષણની તાલિમ ફરજિયાત છે. સ્વરક્ષણ માટે ઈઝરાયેલમાં રિવોલ્વર રાખી શકાય છે. રિવોલ્વર કોઈ છાશવારે ફાયરિંગ માટે ઉપયોગમાં લેતું નથી. રિવોલ્વર તમારી પાસે હોય તો આત્મરક્ષા મક્કમતાથી થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT