બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Why Mahabharata on onion price? Farmers get asking price of Rs 200-300, government bans export again

મહામંથન / ડુંગળીના ભાવ પર મહાભારત કેમ? ખેડૂતને ભાવ મળે માંડ 200-300 રૂપિયા, પાછું સરકારે નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ

Vishal Khamar

Last Updated: 09:11 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડુંગળીનાં ભાવ આસમાને પહોંચવા છતાં હજુ ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી. ખેડૂતો દ્વારા સરકારને નિકાસબંધી હટાવી લેવા રજૂઆત કરી છે. ખેડૂતોએ અનેક જગ્યાએ વિરોધ કર્યો. સરકાર, ખેડૂત અને વેપારીના પોતાના તર્ક છે.

જે ગરીબોની કસ્તૂરી છે એ ખેડૂતોને હાલ મુશ્કેલીમાં મુકી રહી છે. અત્યારે ચારેબાજુ ચર્ચા છે સરકારે ડુંગળીની નિકાસ ઉપર મુકેલા પ્રતિબંધની. ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ આવવાથી ખેડૂતો માટે વિપરિત સ્થિતિ ઉભી થઈ. જે ડુંગળીના ખેડૂતોને મણદીઠ 800 રૂપિયા મળતા હતા તે જ ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ પછી 200 થી 300 રૂપિયા પણ મુશ્કેલીથી મળે છે. ઉપરથી જ મનાઈ છે એટલે વેપારીઓ પણ હાલ ખરીદી કરવાનું ટાળે છે. ઉત્પાદન મબલખ થઈ ગયું છે સામે ખરીદનાર કોઈ નથી, અને ડુંગળી એવી જણસ છે કે જેને લાંબો સમય સંગ્રહ પણ ન કરી શકાય. જો કે સરકારનો તર્ક પણ જુદો છે. 

  • સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મુક્યો
  • ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મુકાતા ખેડૂતો નારાજ
  • સરકાર સમક્ષ નિકાસબંધી હટાવી લેવા રજૂઆત

સરકારે જકાત નિકાસ 40 ટકા કરી છતા ડુંગળીના ભાવ નિરંકુશ રહેતા હતા. છુટક બજારમાં ડુંગળીના ભાવ કાબૂમાં આવે અને સ્થાનિક સ્તરે ડુંગળી વધુ ને વધુ પ્રાપ્ય બને એવો હેતુ સરકાર ધરાવે છે. કારણ કે એક વર્ષની અંદર છુટક બજારમાં ડુંગળીની કિંમત બેગણી થઈ ચુકી છે. અહીં બંને પક્ષના પોતાના તર્ક છે, સરકાર ટેકાના ભાવે ખરીદીનો વાયદો, સ્થાનિક સ્તરે ઉપલબ્ધતા વધારવાની વાત કરે છે તો ખેડૂતો વર્તમાન ભાવમાં પોતાના ખર્ચને પણ નથી પહોંચી વળતા એવો મુદ્દો આગળ ધરે છે. રાજ્યમાં શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓએ પણ ડુંગળીની નિકાસના પ્રતિબંધ મુદ્દે કેન્દ્રને રજૂઆત કરી છે જેના પરિણામની રાહ જોવી પડશે.

  • શિપિંગ બિલ ભરેલું હોય
  • લોડિંગ માટે જથ્થો વેસલ પોર્ટ ઉપર પહોંચ્યો હોવો જોઈએ
  • જહાજનું બર્થિંગ થયું હોવાનું નિશ્ચિત થવું જોઈએ

સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મુક્યો.  ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મુકાતા ખેડૂતો નારાજ થયા હતા.  સરકાર સમક્ષ નિકાસબંધી હટાવી લેવા રજૂઆત કરી છે.  તેમજ યાર્ડમાં પણ અપૂરતા ભાવ મળતા હરાજી બંધ કરાઈ હતી.

ખેડૂતો શું કહે છે સરકાર શું કહે છે?
ડુંગળીની નિકાસ અટકાવવાનો નિર્ણય ખોટો સ્થાનિક સ્તરે પ્રાપ્યતા વધારવા નિર્ણય
ખેડૂતોને નિકાસબંધીને કારણે ભાવ નથી મળતો માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ખરીદી થાય છે
ભાવ ન મળવાથી ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ ભાવ નિયંત્રણમાં રાખવા નિકાસ અટકાવી
સરકાર ખેડૂતોની ચિંતા નથી કરતી સરકાર ખેડૂતોની પડખે છે
નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવે

ખેડૂતોના હિતમાં નિર્ણય કરીશું

ડુંગળીના નિકાસની મંજૂરીની હાલ શરત શું?
શિપિંગ બિલ ભરેલું હોય છે.  લોડિંગ માટે જથ્થો વેસલ પોર્ટ ઉપર પહોંચ્યો હોવો જોઈએ. જહાજનું બર્થિંગ થયું હોવાનું નિશ્ચિત થવું જોઈએ. ડુંગળીનો જથ્થો સોંપી દેવાયો હોવો જોઈએ. સિસ્ટમમાં રજીસ્ટ્રેશન થયું હોવું જોઈએ. આ વ્યવસ્થા 5 જાન્યુઆરી 2024 સુધી લાગુ રહેશે.

  • છેલ્લા એક મહિનામાં ડુંગળીની કિંમત 58% વધી
  • એક વર્ષમાં ડુંગળીની કિંમતમાં વધારો
  • એક કિલો ડુંગળીની કિંમત 28 રૂપિયા જેટલી વધી

ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ કેમ?
છેલ્લા એક મહિનામાં ડુંગળીની કિંમત 58% વધી છે. ત્યારે  એક વર્ષમાં ડુંગળીની કિંમતમાં વધારો થયો છે. એક કિલો ડુંગળીની કિંમત 28 રૂપિયા જેટલી વધી.  જ્યારે ડિસેમ્બર 2022માં ડુંગળીની પ્રતિ કિલો સરેરાશ કિંમત 28.22 રૂપિયા થયા. ડિસેમ્બર 2023માં ડુંગળીની પ્રતિ કિલો સરેરાશ કિંમત 56.82 રૂપિયા થયો હતો.  રિટેલ ફૂગાવાનો દર 6%ની નજીક પહોંચી શકે છે. ડુંગળી માટેના બફર સ્ટોકને સરકારે વધાર્યો છે.  નાફેડ અને NCCFએ 5 લાખ ટનનો બફર સ્ટોક બનાવી રાખ્યો હતો. ત્યારે હજુ 2 લાખ ટન ડુંગળી ખરીદવાની વિચારણાં છે. 

  • રિટેલ ફૂગાવાનો દર 6%ની નજીક પહોંચી શકે છે
  • ડુંગળી માટેના બફર સ્ટોકને સરકારે વધાર્યો
  • નાફેડ અને NCCFએ 5 લાખ ટનનો બફર સ્ટોક બનાવી રાખ્યો
  • હજુ 2 લાખ ટન ડુંગળી ખરીદવાની વિચારણાં

ખેડૂતો કોને કહે વ્યથા?
ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધથી ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  ખેડૂતોને ખર્ચ નિકળી શકે એટલો ભાવ પણ મળતો નથી.  ડુંગળીનો લાંબા સમય સુધી સંગ્રહ થઈ શકતો નથી. જે ડુંગળી બગડવા લાગી છે તેને કોઈ લેવા તૈયાર નથી. વેપારીઓ ખરીદવા ઈચ્છે છે પણ હાલ નિકાસબંધીથી મુશ્કેલી ઉદ્ભવી છે.  ડુંગળીનું ઉત્પાદન મબલખ થયું છે જેને ખરીદવી જરૂરી છે. ખેડૂતોને જ ભાવ કેમ ન મળે તેનો જવાબ કોઈ પાસે નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ