બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ધર્મ / why laxmi ji press lord vishnu feet know maa lakshmi vishnu ji ke pair kyu dabati hain

ધર્મ / ભગવાન શ્રીવિષ્ણુના પગ કેમ દબાવતા રહે છે મા લક્ષ્મી? ધનલાભ સાથે જોડાયેલ છે રહસ્ય, જાણો બે પ્રચલિત કથાઓ

Manisha Jogi

Last Updated: 11:53 AM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે 12 નવેમ્બરે દિવાળી છે. આપણે અનેક ફોટોઝમાં જોયું છે કે, લક્ષ્મી માતા વિષ્ણુ ભગવાનના ચરણોની પાસે બેસે છે. શું તમને ક્યારેય વિચાર આવ્યો છે કે, લક્ષ્મી માતા ધનના દેવી હોવા છતાં વિષ્ણુજીના ચરણ શા માટે દબાવે છે?

  • લક્ષ્મી માતા સમસ્ત સુખ પ્રદાન કરે છે
  • લક્ષ્મી માતા વિષ્ણુ ભગવાનના ચરણોની પાસે બેસે છે
  • લક્ષ્મી માતા ધનના દેવી હોવા છતાં વિષ્ણુજીના ચરણ શા માટે દબાવે છે? 

ભગવાન શ્રી હરિ સૃષ્ટીના પાલનહાર છે અને લક્ષ્મી માતા સમસ્ત સુખ પ્રદાન કરે છે. દિવાળીમાં ધન, સુખ, ઐશ્વર્ય અને સમૃદ્ધિના દેવી લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે 12 નવેમ્બરે દિવાળી છે. આપણે અનેક ફોટોઝમાં જોયું છે કે, લક્ષ્મી માતા વિષ્ણુ ભગવાનના ચરણોની પાસે બેસે છે. શું તમને ક્યારેય વિચાર આવ્યો છે કે, લક્ષ્મી માતા ધનના દેવી હોવા છતાં વિષ્ણુજીના ચરણ શા માટે દબાવે છે? 

લક્ષ્મી માતા વિષ્ણુજીના ચરણ શા માટે દબાવે છે??
પૌરાણિક કથા અનુસાર નારદજીએ લક્ષ્મી માતાને પૂછ્યું હતું કે,  તમે શ્રીહરિના ચરણ શા માટે દબાવો છો? તે સમયે લક્ષ્મી માતાએ કહ્યું હતું કે, મનુષ્ય હોય કે દેવતા તમામ લોકો પર ગ્રહની સમાન અસર થાય છે. સ્ત્રીઓના હાથમાં દેવગુરુ નિવાસ કરે છે, પુરુષોના પગમાં દૈત્યગુરુ શુક્રાચાર્ય નિવાસ કરે છે. આ કારણોસર સ્ત્રી પુરુષના ચરણ સ્પર્શ કરે છે, ત્યારે દેવ અને દાનવનું મિલન થાય છે. જેના કારણે નાણાંકીય લાભ થાય છે. આ કારણસર લક્ષ્મી માતા શ્રીહરિના ચરણ દબાવે છે. 

અન્ય કથા
અન્ય કથા અનુસાર, અલક્ષ્મીને તેની મોટી બહેન માઁ લક્ષ્મીની સુંદરતાથી ખૂબ જ ઈર્ષ્યા થતી હતી. અલક્ષ્મી તેટલી આકર્ષક ન હતી. લક્ષ્મી દેવી ભગવાન વિષ્ણુની સાથે હોય ત્યારે અલક્ષ્મી ત્યાં પહોંચી જતી. લક્ષ્મીજીને આ વાત પસંદ નહોતી. અલક્ષ્મીએ કહ્યું કે, કોઈ તેની પૂજા કરતું નથી. આ કારણોસર લક્ષ્મીજી જ્યાં પણ જશે, ત્યાં અલક્ષ્મી પણ તેમની સાથે આવશે. જેથી લક્ષ્મી માતાએ ક્રોધિત થઈને તેમની બહેન અલક્ષ્મીને શ્રાપ આપ્યો કે, જ્યાં ઈર્ષ્યા, લોભ, આળસ, ક્રોધ અને મલિનતા હશે ત્યાં તેનો વાસ થશે. આ કારણોસર લક્ષ્મી માતા હંમેશા પતિ ભગવાન શ્રીહરિના પગની ગંદકી દૂર કરતી રહે છે જેથી અલક્ષ્મી તેમની નજીક ન આવી શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ