બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Why is the opposition losing public opinion in Gujarat? Such is the effect of non-opposition politics in a democracy

મહામંથન / ગુજરાતમાં વિપક્ષ કેમ ગુમાવી રહ્યું છે જનમત? લોકશાહીમાં વિરોધ વિનાના રાજકારણની આવી થશે અસર

Priyakant

Last Updated: 08:27 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા બાદ મહાપાલિકામાં પણ વિપક્ષના નેતાનું પદ છીનવી લેવાયું, જૂનાગઢ મહાનગરપાલિકા અને રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાનું પદ છીનવી લેવાયું

  • ગુજરાતમાં વિપક્ષ તેની ધાર અને જનમત બંને ગુમાવતો જાય છે
  • 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 17 બેઠક સુધી જ સિમિત રહી
  • જૂનાગઢ મહાપાલિકામાં વિપક્ષના નેતાનું પદ છીનવી લેવાયું 
  • રાજકોટ મહાપાલિકામાં પણ કોંગ્રેસનું વિપક્ષના નેતાનું પદ છીનવી લેવાયું

ગુજરાતમાં વિપક્ષ તેની ધાર અને જનમત બંને ગુમાવતો જાય છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 17 બેઠક સુધી જ સિમિત રહી છે. જેને લઈ વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ ન આપવામાં આવ્યું. આ તરફ હવે વિધાનસભા બાદ મહાપાલિકામાં પણ એ જ સ્થિતિ આવી છે. જૂનાગઢ મહાપાલિકામાં વિપક્ષના નેતાનું પદ છીનવી લેવાયું છે. જૂનાગઢ મહાપાલિકામાં કોંગ્રેસની 3 જ બેઠક હતી. રાજકોટ મહાપાલિકામાં પણ કોંગ્રેસનું વિપક્ષના નેતાનું પદ છીનવી લેવાયું. રાજકોટ મહાપાલિકામાં પણ કોંગ્રેસ 72માંથી ફકત 2 બેઠક જીતી શકી હતી. વિપક્ષ તેના મતદાતાથી સતત વિમુખ થઈ રહ્યો છે. 
  
વિપક્ષના નેતાના શું છે અધિકાર?
વિપક્ષના નેતાને કેબિનેટ મંત્રીની રેન્કનો દરજ્જો મળે છે. આ સાથે કેબિનેટ મંત્રીને મળતી તમામ સવલત વિપક્ષના નેતાને મળે છે. વિગતો મુજબ સંસદ અને વિધાનસભાના નિયમાનુસાર તમામ પગાર, ભથ્થા મળે છે. ગૃહમાં વિપક્ષની કતારમાં સૌથી આગળની બેઠક ફાળવવામાં આવે છે. વિધાનસભાની વિવિધ સમિતિમાં વિપક્ષનું સ્થાન હોય છે. 
  
કોંગ્રેસની દલીલ શું છે?

રાજકોટ અને જૂનાગઢ મહાપાલિકામાં કોંગ્રેસનું વિપક્ષના નેતાનું પદ છીનવી લેવાયું છે. 2021માં ચૂંટણી થઈ ત્યારે પણ કોંગ્રેસની 10% બેઠક ન હતી. જે તે સમયે ભાજપે સિદ્ધાંતના આધારે વિપક્ષના નેતાનું પદ આપ્યું હતું. 2 વર્ષ પછી હવે અચાનક શું થયું કે વિપક્ષના નેતાની સવલત છીનવી લેવાઈ. કોઈ નોટિસ મળે તો તેનો જવાબ દેવા 7 દિવસનો સમય મળે છે. આ કિસ્સામાં તાકિદના હુકમ કરીને તાત્કાલિક તમામ સવલતો બંધ કરી દેવામાં આવી. 
 
વિપક્ષના નેતા પદ માટે શું છે નિયમ?
વિગતો મુજબ વિપક્ષના નેતા પદ માટે કુલ બેઠકના 10% સભ્યો હોવા જરૂરી છે. 10%થી ઓછા સભ્યો હોય ત્યારે ગૃહના અધ્યક્ષ નિર્ણય લઈ શકે છે. 10%થી ઓછુ સંખ્યાબળ હોય ત્યારે અધ્યક્ષ વિવેકાધીન રહી નિર્ણય લઈ શકે છે. આ માટે લોકસભાના પહેલા સ્પીકર જી.વી.માવળંકરે દિશા નિર્દેશ જારી કર્યા હતા. આ દિશા નિર્દેશ માવળંકર રુલિંગ તરીકે પણ ઓળખાય છે. 1977થી વિપક્ષના નેતાને સત્તાવાર માન્યતા મળી છે. સત્તાવાર માન્યતા બાદ તેના પગાર, ભથ્થાની ચોક્કસ વ્યાખ્યા નક્કી થઈ. આ સાથે લોકસભામાં 1980 થી 1989 અને 2014 પછી આજ સુધી વિપક્ષના નેતાની જગ્યા ખાલી છે. 

નિષ્ણાતોના મત શું છે?

  • સંસદ કે વિધાનસભામાં વિપક્ષના નેતા પદ માટે નિષ્ણાતોમાં ભિન્ન મત છે
  • એક મત એવો છે કે સંસદના નિયમ જ રાજ્યની વિધાનસભામાં લાગુ પડે છે
  • જો સંસદમાં 10% સંખ્યાબળનો નિયમ હોય તો વિધાનસભામાં પણ એ જ નિયમ રહે
  • 10% કરતાં ઓછું સંખ્યાબળ હોય તો પણ સ્પીકર વિપક્ષનું નેતા પદ આપી ન શકે
  • નિયમમાં ફેરફાર કરવો હોય તો ગૃહની એક સમિતિ બનવી જરૂરી
  • સમિતિ જે નિયમ નક્કી કરે તેને સંસદમાં પસાર કરવો પડે
  • જો કે નિષ્ણાતોનો એક વર્ગ ભિન્ન મત ધરાવે છે
  • નિષ્ણાતોનો એક વર્ગ માને છે કે 10% સંખ્યાબળનો નિયમ ફરજિયાત નથી
  • 1977માં જે અધિનિયમ જારી કરાયો તેમાં 10% સંખ્યાબળનો ઉલ્લેખ નથી
  • રાજ્યમા આ વાત લાગુ પડે છે અને અધ્યક્ષે વિપક્ષના નેતાનું પદ આપવું જોઈએ
  • લોકસભામાં 10% સંખ્યાબળ ફરજિયાત પણ વિધાનસભાના અલગ નિયમ હોઈ શકે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ