બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / Why is the government bringing the mobile battery replacement rule, know its advantages and disadvantages

બેટરી જાતે બદલો / કેમ ફરીથી આવી રહ્યો છે ફોનની બેટરી ગમે ત્યારે બદલવાનો નિયમ, જાણો લોકોને કઈ રીતે થશે ફાયદો

Pravin Joshi

Last Updated: 02:16 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્માર્ટફોનમાં બેટરીનો નિયમ બદલી શકાય છે. જો કે, તે પહેલા, ચાલો જાણીએ કે દૂર કરી શકાય તેવી બેટરીના ફાયદા અને ગેરફાયદા શું છે?

  • EU દ્વારા સ્માર્ટફોન બેટરી માટે નવા નિયમો લાગુ કરવા માટે દબાણ 
  • જો નવો નિયમ લાગુ થશે તો યુઝર્સ ફોનની બેટરી જાતે બદલી શકશે
  • હાલમાં ફોનની બેટરી ખરાબ થાય તો સ્માર્ટફોન બદલવો પડે છે

સ્માર્ટફોન આવવાથી આપણી લાઈફ સરળ બની છે. પણ ફોન જૂનો થવાના કારણે સમસ્યા આવતી રહે છે. આજના જમાનામાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે તમને યાદ હશે કે એક સમયે તમે સ્માર્ટફોનમાં બેટરી બદલી શકતા હતા. પરંતુ સ્માર્ટફોન બ્રાન્ડે ફિક્સ્ડ બેટરી આપવાનું શરૂ કર્યું. જો કે હવે ફરીથી સ્માર્ટફોનમાં બેટરી કાઢી શકાશે અને બદલી શકાશે. કારણ કે યુરોપિયન યુનિયન એટલે કે EU દ્વારા સ્માર્ટફોન બેટરી માટે નવા નિયમો લાગુ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જો નવો નિયમ લાગુ થશે તો યુઝર્સ ફોનની બેટરી જાતે બદલી શકશે. યુરોપિયન યુનિયનનું કહેવું છે કે દૂર ન કરી શકાય તેવી બેટરીના કારણે ઈલેક્ટ્રોનિક કચરો વધી રહ્યો છે. હાલમાં ફોનની બેટરી ખરાબ થાય તો તેના પગલે સ્માર્ટફોન બદલવો પડે છે. પરંતુ જો ફોનની બેટરી બદલવાની રીત સરળ બની જશે તો સ્માર્ટફોનની લાઈફ વધી જશે.

ફટાફટ ઉતરી જાય છે તમારા સ્માર્ટફોનની બેટરી? ફૉલો કરો આ 5 ટિપ્સ, વધી જશે |  BATTERY LIFE HOW TO INCREASE MOBILE PHONE BATTERY LIFE IN GUJARATI

ફાયદા

જો સ્માર્ટફોનમાં બેટરી બદલવાની સુવિધા હોય તો લોકો ઓનલાઈન બેટરી ખરીદી શકશે અને બદલી શકશે.
તેનાથી ગ્રાહકોને ઘણો ફાયદો થશે. સાથે જ સ્થાનિક સેવા કેન્દ્રને પણ ફાયદો થવાની આશા છે.
સ્માર્ટફોનની જૂની બેટરીને બદલવાથી સ્માર્ટફોનમાં નવો જીવ આવી શકે છે. આની મદદથી તમે તમારા સ્માર્ટફોનનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો છો.
આખા ફોનને બદલવા માટે મોટી રકમ ખર્ચવાને બદલે તમે ખાલી નવી બેટરી ખરીદી શકો છો, જે તમારો મોટો ખર્ચ બચાવી શકે છે.

Topic | VTV Gujarati

ગેર ફાયદા

રિમૂવેબલ બેટરીના કારણે સ્માર્ટફોનની ડિઝાઈનમાં ફેરફાર થઈ શકે છે. એટલે કે ફોનને સ્લિમ રાખવામાં આવશે નહીં.
દૂર કરી શકાય તેવી બેટરી રાખવાથી ફોનને વોટરપ્રૂફ બનાવવો મુશ્કેલ બનશે.
બેટરી દૂર કરવાથી સ્માર્ટફોનની બેટરી ક્ષમતા પર અસર પડી શકે છે.
આ સ્માર્ટફોનમાં એક્સ્ટ્રા લેયર સિક્યોરિટી આપે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ