સાબરકાંઠા અને જેતપુરમાં છેલ્લા ઘણા સમયથી ચાલતી દારૂની ભઠ્ઠીઓ પર આજે મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો. ત્યારે મહિલાઓ દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ પર જનતા રેડ કરી દારૂનો નાશ કર્યો હતો. તો બીજી તરફ બુટલેગરોને કોણ રક્ષણ આપી રહ્યું છે?
ગુજરાતની આગવી ઓળખ છે દારૂબંધી. અને સૌથી મોટો સવાલ પણ એ જ છે દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલ કેમ થતી રહી છે. દારૂબંધી હોવા છતા બુટલેગરો બેફામ દારૂનો વેપલો ચલાવી રહ્યા છે. હજુ પણ અનેક જગ્યાએ દેશી દારૂઓની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. દારૂ પીવાના કારણે મહિલાઓ સાથે તેમના પતિ ઝઘડા કરતા હોવાની પણ વાતો સામે આવી રહી છે. પોલીસ અને જનતાના પ્રતિનિધિ કોઈ કામગીરી ન કરતા હવે ગુજરાતની બહેનો મેદાને આવી છે. ગુજરાતના સાબરકાંઠા અને જેતપુરમાં બહેનોએ દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવી. મોટી સંખ્યામાં બહેનોએ અડ્ડા પર પહોંચીને દારૂનો નાશ કર્યો હતો. અહિયા પ્રશ્ન એટલો જ છે કે, બેફામ દારૂનો વેપલો ચલાવતા બુટલેગરો કેની રહેમ નજર હેઠળ ધંધો કરે છે? શું સ્થાનિક પોલીસને આ બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં રસ નથી?. શું નશાનો ભોગ બનતી બહેનોને જ ભઠ્ઠીઓ બંધ કરાવવી પડશે?
ગુજરાતના અનેક વિસ્તારોમાં દારૂ વેચાતો હોવાની ફરિયાદ
પોલીસને ફરિયાદ છતા નથી થતી નક્કર કાર્યવાહી
કાર્યવાહી ન થતા સ્થાનિકો જનતા રેડ કરવા મજબૂર
ગુજરાતના અનેક વિસ્તારોમાં દારૂ વેચાતો હોવાની ફરિયાદ ઉઠી છે. પોલીસને ફરિયાદ છતા નક્કર કાર્યવાહી થતી નથી. કાર્યવાહી ન થતા સ્થાનિકો જનતા રેડ કરવા મજબૂર બની છે. સાબરકાંઠા અને જેતપુરમાં સ્થાનિકોએ અડ્ડા પર કરી રેડ કરી છે. ખુલ્લેઆમ ચાલતા અડ્ડાઓ પર મહિલાઓ ત્રાટકી છે. મહિલાઓએ અડ્ડા પર દરોડા પાડીને દેશી દારૂનો નાશ કર્યો. ગામના સરપંચ સહિતના આગેવાનો પણ દરોડામાં જોડાયા હતા.
ખુલ્લેઆમ ચાલતા અડ્ડાઓ પર મહિલાઓ ત્રાટકી
મહિલાઓએ અડ્ડા પર દરોડા પાડીને દેશી દારૂનો કર્યો નાશ
ગામના સરપંચ સહિતના આગેવાનો પણ દરોડામાં જોડાયા
VTVના સવાલ
સ્થાનિકોની ફરિયાદ બાદ પણ પોલીસ કેમ કાર્યવાહી નથી કરતી?
બુટલેગરોને કેમ પોલીસ છાવરી રહી છે?
બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં પોલીસને રસ નથી?
ઉચ્ચ અધિકારીઓ દારૂના દૂષણને નાશ કરવા કેમ આગળ આવતા નથી?
પ્રજાના પ્રતિનિધિ પણ આ મામલે કેમ ચૂપ બેઠા છે?
ગુજરાતમાં દારૂબંધી હોવા છતા કેમ થાય છે દારૂનો વેપલો?