બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / why first april celebrated as april fool day

જાણવા જેવુ / શું તમને ખબર છે આજે જ કેમ ઉજવાય છે એપ્રિલ ફુલ ડે? લોકોને મૂર્ખ બનાવવાની પ્રથા ક્યારથી શરૂ થઈ? જાણો રસપ્રદ વિગતો

Khyati

Last Updated: 10:21 AM, 1 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં સૌ પ્રથમ એપ્રિલ ફુલની ઉજવણી કરવાની શરુઆત 19મી સદીમાં થઇ. અંગ્રેજોએ આ દિવસ ઉજવવાની કરી શરુઆત

  • 1લી એપ્રિલ એટલે એપ્રિલ ફુલ દિવસ
  • ક્યારથી એપ્રિલ ફુલ દિવસ ઉજવવાની થઇ શરુઆત
  • કેમ ઉજવાય છે એપ્રિલ ફુવ દિવસ

એપ્રિલ મહિનાનો પ્રથમ દિવસ એપ્રિલફુલ ડે તરીકે દર વર્ષે આપણે ઉજવીએ છીએ. નાના બાળકોથી માંડીને મોટા લોકો પણ એપ્રિલફુલ બનાવવા માટે કોઇ મોકો નથી છોડતા. જો કે આ દિવસે એપ્રિલ ફુલ બનાવ્યા પછી કોઇને એટલો બધો ગુસ્સો નથી આવતો કારણકે મનમાં તેઓ પણ જાણતા જ હોય છે આ મુર્ખ બનાવશે જ તેમ છતાં આપણ સહજતાથી આ ગેમમાં સામેલ  થઇ જઇએ છીએ. 

ક્યારથી એપ્રિલફુલ બનાવવાની શરુઆત થઇ ?

એપ્રિલફુલ આપણે બીજાને બનાવીએ છીએ અને આપણે પણ એપ્રિલ ફુલ બની જતા વાર નથી લાગતી. પરંતુ શું તમને ખબર છે કે એપ્રિલ ફુલ દિવસની ક્યારથી શરુઆત થઇ..? કેમ પહેલી એપ્રિલે જ એપ્રિલફુલ ડે ઉજવાય છે ? તો આવા જાણીએ આ દિવસ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ માન્યતાઓ વિશે.


કહેવાય છે કે આ દિવસની ઉજવણી વર્ષ 1381થી શરૂ કરવામાં આવી હતી.  ઇંગ્લેન્ડના રાજા રિચાર્ડ II અને બોહેમિયાની રાણી એનએ સગાઈની જાહેરાત કરી હતી. સગાઈની તારીખ 32 માર્ચ રાખવામાં આવી હતી. લોકોએ ઉજવણી શરૂ કરી દીધી છે. જો કે, જ્યારે લોકોને ઉજવણીમાંથી વિરામ મળ્યો, ત્યારે તેમને સમજાયું કે કેલેન્ડરમાં 32 માર્ચ જેવી કોઈ તારીખ હોતી જ નથી. પછી તેઓને સમજાયો કે તેઓ બરાબરના મુર્ખ બની ગયા. બસ ત્યારથી એપ્રિલ ફૂલ દિવસની ઉજવણી શરૂ થઈ હતી.

શું છે માન્યતા ?

આ દિવસ સાથે એક માન્યતા એવી પણ છે કે વર્ષ 1582માં ચાર્લ્સ પોપે ફ્રાન્સમાં જૂનું કેલેન્ડર બદલ્યું હતું. તેની જગ્યાએ નવું રોમન કેલેન્ડર લોન્ચ કરવામાં આવ્યું. જો કે ઘણા લોકોએ તો જૂના કેલેન્ડરને જ અનુસરવાનું ચાલુ રાખ્યું હતું. આ પછી ત્યાં પણ આ દિવસે એપ્રિલ ફૂલ દિવસની ઉજવણી શરૂ થઈ હતી.

ભારતમાં ક્યારથી એપ્રિલ ફુલની ઉજવણી શરુ થઇ ?

મળતી માહિતી અનુસાર ભારતમાં અંગ્રેજોએ આ દિવસ ઉજવવાનું નક્કી કર્યુ. 19મી સદીમાં ભારતમાં એપ્રિલ ફુલ ડે ઉજવાયો હતો.  જો કે ધીરે ધીરે આ ક્રેઝ વધવા લાગ્યો.  સોશિયલ મીડિયા પર પણ તેને લગતા મીમ્સ જોક્સ જોરદાર વાયરલ થાય છે. જો કે આ દિવસે સામે વાળી વ્યક્તિની લાગણીનું પણ માન રાખવુ જરુરી છે. એવી મજાક ક્યારેય ન કરવી કે તમારી વાતને લોકોને દુઃખ પહોંચે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ