બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Why does the lack of rain management system in the cities cause chaos? Where does the system go wrong?

મહામંથન / શહેરોમાં વરસાદની મહેર વ્યવસ્થાના અભાવે કહેર કેમ બને છે? તંત્ર ગફલત ક્યાં ખાય છે

Vishal Khamar

Last Updated: 10:14 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય વરસાદમાં જ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ત્યારે ચોમાસા પહેલા મહાનગર પાલિકા દ્વારા તૈયાર કરાયેલ પ્રિ-મોન્સુન પ્લાન પાણીમાં ધોવાઈ ગયો છે. વરસાદની સિઝનમાં શહેરમાં ભૂવા પડવાની સમસ્યા પણ વધી જાય છે.

પાણી વગર જીવન શક્ય નથી એટલે ઋતુચક્રમાંથી જો ચોમાસાને બાદ કરી નાંખીએ તો પછી કેવી સ્થિતિ થાય તેની કલ્પના કરવી રહી. સામાન્ય સંજોગોમાં 15 થી 20 જૂન આસપાસ ગુજરાતમાં દસ્તક દેતું ચોમાસુ ગુજરાત ઉપર મોટેભાગે પોતાની મહેર વરસાવે છે.. છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરીકરણ વધવાની સાથે આડઅસર એ થઈ કે વિકાસના દ્રશ્યો તો સુંદર દેખાવા લાગ્યા પરંતુ વરસાદની મહેર દર વર્ષે લોકોની પરેશાની વધારતી ગઈ. 

રાજ્યના મહાનગર અને અન્ય મોટા શહેરમાં હવે સ્થિતિ એવી છે કે સામાન્ય વરસાદ થાય અને પાણી ભરાય જાય. પાણી ભરાય પછી તેનો લાંબા સમય સુધી નિકાલ ન થાય, વરસાદની સિઝનમાં કે વરસાદ પહેલા પણ શહેરમાં ભૂવા પડી જાય, બ્રિજમાં તિરાડો પડી જાય, આ બધી મુશ્કેલી સરવાળે લોકોને જ ભોગવવાની આવે. વિવિધ શહેરમાં સ્થાનિક સત્તાધીશો ચોમાસા પહેલા એસી ચેમ્બરમાં બેસીને આગોતરા આયોજન તો કરે છે પણ આ આગોતરા આયોજન મોટેભાગે તેની ચેમ્બરથી બહાર આવતા નથી. સાદુ ઉદાહરણ આપીએ તો અંડરબ્રિજમાં દર વર્ષે પાણી ભરાય છે જેને પગલે અંડરબ્રિજ બંધ થઈ જાય છે પણ અંડરબ્રિજ બંધ થાય તો કોન્ટ્રાક્ટરને પેનલ્ટી થશે કે કેમ તેનો જવાબ સત્તાધીશો પાસે હોતો જ નથી. વરસાદી મહેર જો સ્થાનિકો માટે કહેર બનતી હોય તો તેનાથી વધારે કમનસીબી શું હોય શકે, અને તેનું નિવારણ શું?

  • વરસાદની મહેરથી રાહત, તંત્રની અવ્યવસ્થાથી પરેશાની
  • મોટા શહેરોમાં વરસાદ બાદ પરેશાની પણ અપાર
  • દર વર્ષે મહાનગરોમાં પ્રિ-મોન્સૂન પ્લાન અંગે વ્યાપક ચર્ચા

વરસાદની મહેરથી રાહત, તંત્રની અવ્યવસ્થાથી પરેશાની છે.  મોટા શહેરોમાં વરસાદ બાદ પરેશાની પણ અપાર છે.  દર વર્ષે મહાનગરોમાં પ્રિ-મોન્સૂન પ્લાન અંગે વ્યાપક ચર્ચાઓ થાય છે.  કાગળ ઉપર પ્લાન સારો લાગે છે પણ વાસ્તવિકતા અલગ હોય છે. પ્રિ-મોન્સૂન કામગીરી ચોમાસાના આગમન છતા પણ ચાલુ રહે છે.  દર વર્ષે શહેરોમાં રસ્તા ધોવાઈ જવાની, ભૂવા પડવાની સમસ્યા રહે છે. સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા પણ યથાવત રહે છે.

  • રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, મોટા શહેરમાં પરેશાની
  • અમદાવાદ, વડોદરા, સુરતમાં ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા
  • વરસાદ બંધ થયાના કલાકો પછી પણ પાણી નથી ઓસરતા

વરસાદની મહેર, શહેર માટે સંકટ!
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, મોટા શહેરમાં પરેશાની છે.  અમદાવાદ, વડોદરા, સુરતમાં ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા છે.  વરસાદ બંધ થયાના કલાકો પછી પણ પાણી ઓસરતા નથી.  કેટલાક વિસ્તારમાં પાણીના નિકાલની વ્યવસ્થા પણ નથી. વરસાદ થોડો હોય કે વધુ પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ નહીં. સોસાયટી, બજારો પાણીમાં ગરકાવ હોય તેવી સ્થિતિ છે.  ચોમાસા પહેલાના આગોતરા આયોજનનો કોઈ ફાયદો નહીં. આગોતરા આયોજનમાં કચાશે કે બીજુ કોઈ કારણ તેનો કોઈ જવાબ નહીં. 

અમદાવાદના ક્યા વિસ્તારમાં પરેશાની?

સરસપુર
બાપુનગર
નવા નિકોલ
નિકોલ
નરોડા પાટીયા
સરદારનગર
ભાટ ગામ
કુબેરનગર
મકરબા રોડ

વડોદરામાં ક્યા વિસ્તારમાં પરેશાની? 

SSG હોસ્પિટલ
જેલ રોડ
ઈન્દિરાનગર
લહેરીપુરા
અલકાપુરી

સુરતના ક્યા વિસ્તારમાં પાણી ભરાયા? 

પરવત પાટીયા
ગોડાદરા
પલસાણા
સણિયા હેમાદ
કડોદરા

વરસાદ પછીની મુશ્કેલી કેમ ટાળવી?

અમદાવાદ

  • નવા નિકોલમાં પાણીના નિકાલની વ્યવસ્થા જ નથી
  • પાણી ઓસરે પછી જ તંત્ર તપાસ કરવા આવે છે
  • સરસપુરમાં પાણી ભરાતા વ્યાપક પરેશાની

વડોદરા

  • લહેરીપુરામાં વરસાદી પાણીમાં એમ્બ્યુલન્સ ફસાઈ
  • અન્ય એમ્બ્યુલન્સ બોલાવીને દર્દીને લઈ જવાયો

સુરત

  • કડોદરા GIDC વિસ્તારમાં ડ્રેનેજ લાઈન ઉભરાઈ
  • કેમિકલયુક્ત પાણી સર્વિસ રોડ ઉપર ફરી વળ્યા
  • સુરતમાં ખાડીના પાણી રહેણાંક વિસ્તારમાં આવ્યા
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ