બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Why do parents let their children leave? Is it appropriate for the society to have to rebuke its parents as they age?

મહામંથન / મા-બાપને સંતાનો તરછોડી કેમ દે છે? ઢળતી વયે મા-બાપે રિબાવવું પડે એ સભ્ય સમાજને શોભે છે?

Vishal Khamar

Last Updated: 10:14 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૃદ્ધ મા-બાપથી સંતાનોએ મોં ફેરવ્યાના કિસ્સા વધ્યા છે. હડમતિયાના ખોખર ગામના વૃદ્ધ મા-બાપની હાલત કફોડી છે. મા-બાપ અશક્ત છે, સંતાનો સામે જોતા નથી. મા-બાપને હવે વૃદ્ધાશ્રમનો જ આશરો છે. વૃદ્ધ અને અશક્ત મા-બાપને સંતાનો તરછોડી કેમ દે છે?

આમ તો આ મુદ્દો કંઈ આજકાલનો નથી પરંતુ વર્ષો જૂનો છે. વાત છે વૃદ્ધ મા-બાપને સાચવવાની જવાબદારીમાંથી છટકતા સંતાનોની. વધુ દુખની વાત એ છે કે જે દેશમાં મા-બાપનો પ્રેમ પામવા ભગવાન પણ ધરતી ઉપર અવતાર લે છે એ જ દેશમાં વૃદ્ધાશ્રમની સંખ્યા વધે એ કેટલો મોટો વિરોધાભાસ છે. એક નાનકડો વીડિયો વાયરલ થયો જેમાં અશક્ત મા-બાપને કેટલાક માનવતાવાદી વૃદ્ધાશ્રમના સંચાલકો પોતાની સાથે લઈ જાય છે અને સાંત્વના આપે છે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી અમે આજીવન તમારી સાથે છીએ.

અત્યારે ઘણાં એવા વૃદ્ધાશ્રમ છે કે જ્યાં વડીલો આનંદ અને મોજમસ્તી સાથે રહે છે પણ શું આપણે ખરેખર એવું કહી શકીએ કે વડીલોના ચહેરા ઉપર વૃદ્ધાશ્રમમાં દેખાતી ખુશી વાસ્તવિક છે?. વૃદ્ધાશ્રમના રૂમના ખૂણામાં બેઠેલા એ મા-બાપને પોતાના દીકરા કે દીકરીની યાદ નહીં આવતી હોય. કેટલાક કિસ્સા તો એવા પણ સાંભળ્યા કે જેમાં 4-4 સંતાનો હોય તેમ છતા કોઈ પણ સંતાન મા-બાપ સામે જોતું નથી તો કેટલાક કિસ્સામાં દિકરાની વહુ મા-બાપને રાખવા માંગતી નથી. કંઈ કેટલાય પીડાદાયક દ્રશ્યો છે જેને માત્ર તરછોડાયેલા એ મા-બાપ જ અનુભવી શકે છે. પણ આ પીડાદાયક દ્રશ્યોની પીડા કદાચ સભ્ય સમાજને થતી નથી અને જો મા-બાપની પીડા જોઈને સંતાનને પીડા નથી થતી તો પછી એ સભ્ય સમાજના સભ્ય કહેવાને લાયક નથી. 

કાયદો શું કહે છે?
સરકારે વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે 2007માં કાયદો ઘડ્યો હતો. કાયદા હેઠળ વૃદ્ધોને નાણાકીય, તબીબી સુરક્ષા, જાળવણી અને રક્ષણના અધિકાર છે. સંતાનો મા-બાપની સારસંભાળ ન રાખે તો સિનિયર સિટીઝન એક્ટનો ઉપયોગ થઈ શકે છે.  સંતાનો પાસેથી મા-બાપ પોતાની મિલકત પણ પરત લઈ શકે છે. બંધારણની કલમ 41 અને 46 મુજબ વૃદ્ધોને શાંતિ અને સન્માન સાથે જીવવાનો અધિકાર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ