બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Why did the village come down to save the bribery Talati of Budhel of Bhavnagar? Shouldn't he be punished? No more bullies

મહામંથન / ભાવનગરના બુધેલના લાંચિયા તલાટીને બચાવવા ગામ કેમ ઉતર્યું? શું તેને સજા ન થવી જોઈએ? ગુલ્લીબાજોની હવે ખૈર નહીં

Vishal Khamar

Last Updated: 08:12 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક તલાટીઓ દ્વારા ગામમાં ગેરહાજર રહેતા હોઈ લોકોનાં કામ અટવાય છે. જે અંગેની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચતા અનેક તલાટીઓ સામે સરકાર આગામી સમયમાં પગલા લે તેવી શક્યતાઓ છે. ત્યારે આ બાબતે વિકાસ કમિશ્નર દ્વારા તલાટીઓને કેટલીક સૂચનાઓ પણ આપી છે.

થોડા દિવસ પહેલા ભાવનગરના બુધેલ ગામમાં એક તલાટી 4 હજાર રૂપિયાની લાંચ લેતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં લાંચ લેનારા તલાટી એ જ ગામના હતા, અને લગ્નનું પ્રમાણપત્ર આપવા માટે મોબાઈલ કેમેરામાં લાંચ લેતા અને પકડાયા હતા.  એ વીડિયો ઉતારનારા વકીલ હતા. જેમણે ફેબ્રુઆરીમાં વીડિયો ઉતાર્યો અને જુલાઈ મહિનામાં એ વીડિયોને રિલિઝ કર્યો. વીડિયો જેવો ફરતો થયો કે તરત જ જિલ્લા વિકાસ અધિકારીએ એ તલાટીને સસ્પેન્ડ કર્યા. આશ્ચર્યની વચ્ચે તલાટીના સસ્પેન્ડ થયા પછી ગામના લોકો તલાટીની તરફેણ માટે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પણ ગયા.

  • તલાટી કમ મંત્રી ગામમાં ગેરહાજર રહેતા લોકોના કામ અટવાય છે
  • ગામડાઓમાં તલાટી કમ મંત્રી સામે અનેક ફરિયાદ થાય છે
  • અનેક ગુલ્લીબાજ તલાટીની ગાંધીનગર સુધી ફરિયાદ થઈ

ખૂબ સામાન્ય લાગતી આ વાત ગામડામાં રાજકારણનો કેવો પેસારો થઈ ચૂક્યો છે, જ્ઞાતિઓ વચ્ચે કેવા કાવાદાવા ચાલે છે, તેને ઉજાગર કરે છે. ભ્રષ્ટાચારની સામે લડવાના આપણાં હથિયારો કેટલા સાબૂત છે એનો પૂરાવો પણ આ ઘટના છે. આ ચર્ચા ગુજરાતમાં ચાલી રહી છે, ત્યારે જ ગાંધીનગરથી એક પરિપત્ર નિકળ્યો જેમાં કહેવામાં આવ્યું છે કે તલાટીઓ ગામમાં હાજર રહેતા નથી, એવું સરકારને ધ્યાને આવ્યું છે. તલાટીઓની ગેરહાજરીને કારણે સામાન્ય ગામડાનો માણસ પરેશાન થાય છે. તલાટીની હાજરી અને ભ્રષ્ટાચારની વાત નિકળી છે તો આજે મહામંથનમાં ચર્ચીશું કે તલાટીનો લાંચ લેતો એક વીડિયો છે, પણ ભ્રષ્ટાચારની સામે લડવામાં સવાલ કેટલા, ગામડામાં રાજકારણને કારણે ભ્રષ્ટાચારની સામે મતમતાંતર કેટલું, અને તલાટીઓને ગામડામાં હાજર રહેવા માટે પરિપત્ર કેમ કરવો પડે.

  • ફરિયાદ બાદ આજે સરકારે ગુલ્લીબાજ તલાટીઓ સામે લાલ આંખ કરી
  • વિકાસ કમિશનરે તલાટીઓ અંગે કેટલીક સૂચનાઓ આપી

તલાટી કમ મંત્રી ગામમાં ગેરહાજર રહેતા લોકોના કામ અટવાય છે.  ગામડાઓમાં તલાટી કમ મંત્રી સામે અનેક ફરિયાદ થાય છે. અનેક ગુલ્લીબાજ તલાટીની ગાંધીનગર સુધી ફરિયાદ થઈ છે.  ફરિયાદ બાદ આજે સરકારે ગુલ્લીબાજ તલાટીઓ સામે લાલ આંખ કરી છે.  વિકાસ કમિશનરે તલાટીઓ અંગે કેટલીક સૂચનાઓ આપી છે. 

  • ગ્રામપંચાયતના દફતરો અને રજિસ્ટરોની જાળવણી કરવી 
  • ગ્રામપંચાયતનું અંદાજપત્ર તૈયાર કરી પંચાયતોના હિસાબોનું ઓડિટ કરવું
  • ગ્રામપંચાયતના કાયદા અનુસાર પત્રકો અને રિપોર્ટ તૈયાર કરવા 

તલાટીની શું છે ફરજ? 
ગ્રામપંચાયતના દફતરો અને રજિસ્ટરોની જાળવણી કરવી.  ગ્રામપંચાયતનું અંદાજપત્ર તૈયાર કરી પંચાયતોના હિસાબોનું ઓડિટ કરવું. તેમજ ગ્રામપંચાયતના કાયદા અનુસાર પત્રકો અને રિપોર્ટ તૈયાર કરવા.   પંચાયતની બેઠકો અને તમામ ઠરાવોની નોંધણી કરવી. તેમજ ગ્રામપંચાયતના નાણાંકીય હિસાબો રાખવા અને હિસાબો પર સરપંચની સહીઓ લેવી.   ગ્રામપંચાયતની જરૂરી નોટિસો તૈયાર કરવી. ગ્રામપંચાયતનું સંચાલન પંચાયતના કાયદા મુજબ થાય તે જોવું. તેમજ  જમીન મહેસુલ ઉઘરાવવું અને તેની પહોંચ આપવી.   ગ્રામ પંચાયતે લીધેલા નિર્ણયોનો અમલ કરાવવો. લગ્ન જન્મ અને મરણની નોંધ કરવી.

  • પંચાયતમાં ગુલ્લીબાજ તલાટીઓ માટે સરકારની સૂચના 
  • તલાટીઓને રજા લેતા પહેલા TDOની પૂર્વ મંજૂરી જરુરી
  • અનિવાર્ય કારણો અંગેની જાણ TDOને કરવાની રહેશે 
  • સરકારી કામકાજના દિવસમાં પ્રત્યક્ષ હાજરી ફરજિયાત 

તલાટી અંગેના પરિપત્રમાં શું?
પંચાયતમાં ગુલ્લીબાજ તલાટીઓ માટે સરકારની સૂચના છે.  તલાટીઓને રજા લેતા પહેલા TDOની પૂર્વ મંજૂરી જરુરી છે. તેમજ  અનિવાર્ય કારણો અંગેની જાણ TDOને કરવાની રહેશે. અને સરકારી કામકાજના દિવસમાં પ્રત્યક્ષ હાજરી ફરજિયાત છે. ત્યારે  સેજામાં હાજર ન રહી શકનાર તલાટીએ સંબંધિત જાણ TDOને કરવી ફરજિયાત છે. તેમજ 3 ગામની ફરજ સોંપાયેલ તલાટીએ દરેક ગામમાં 2 દિવસ આપવા ફરજિયાત.

  • તલાટી વિના ગામના તમામ રજીસ્ટ્રી  સંબંધિત કામો ઠપ્પ પડી જાય છે 
  • તલાટી વિના ગ્રામસભાની બેઠકોમાં ઠરાવોનું દસ્તાવેજીકરણ થતું નથી 
  • તલાટી ગેરહાજર હોય તો ગ્રામસભાના હિસાબો અંગે નોંધણી થતી નથી 

તલાટી વિના શું થાય છે પરેશાની?
તલાટી વિના ગામના તમામ રજીસ્ટ્રી  સંબંધિત કામો ઠપ્પ પડી જાય છે.  તલાટી વિના ગ્રામસભાની બેઠકોમાં ઠરાવોનું દસ્તાવેજીકરણ થતું નથી. તલાટી ગેરહાજર હોય તો ગ્રામસભાના હિસાબો અંગે નોંધણી થતી નથી. તલાટી વિના સરકારની યોજનાઓ ગામડાઓ સુધી પહોંચી શકતી નથી. સરકારના જનજાગૃતિ અભિયાનો પણ તલાટી વિના લોકો સુધી પહોંચતા નથી.  ગામડાઓના વહીવટી હિસાબો, દસ્તાવેજીકરણ તલાટી વિના અધુરા રહી જાય છે. તલાટી વિના ગામડાની સાચી સ્થિતી અને આંકડાઓ સરકાર સુધી પહોંચતા નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ