બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Why did the government have to struggle on the issue of approval in love marriage? How correct is the thinking that if a daughter marries willingly, she will be fine?

મહામંથન / પ્રેમલગ્નમાં મંજૂરી મુદ્દે સરકારે કેમ ઝપલાવવું પડ્યું? દીકરી મરજીથી લગ્ન કરે તો આબરૂ જાય એ વિચારસરણી કેટલી યોગ્ય?

Vishal Khamar

Last Updated: 09:21 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણા ખાતે ગત રોજ યોજાયેલ પાટીદાર સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રેમ લગ્ન બાબતે માતા-પિતાની સહમતિનો મુદ્દો ઉઠ્યો છે. ત્યારે આ બાબતે મુખ્યમંત્રીએ કહ્યું કે આ બાબતે અભ્યાસ કરવામાં આવશે. જે બાદ કાયદો બનાવવા અંગે ચર્ચા કરાશે.

પ્રેમ અને કાયદો એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે. પ્રેમ એક લાગણી છે અનુભૂતિ છે જ્યારે કાયદો અનુશાસનના પાઠ ભણાવી જાય છે અને તેનું પાલન કરવું પડે છે અથવા તો કરાવવું પડે છે. હવે સ્થિતિ એવી આવી છે કે પ્રેમલગ્ન જેવી બાબતમાં પણ સરકારે ચર્ચા કરવી પડે છે. આમ તો ન માત્ર ચર્ચા પરંતુ સરકારે ગંભીર નિવેદન પણ કરવા પડે છે. હવે તો ખુદ મુખ્યમંત્રીએ પણ કહ્યું કે એવા કોઈ કાયદા અંગે રાજ્ય વિચાર કરશે કે જેમાં પ્રેમલગ્ન કરવા હોય તો માતા-પિતાની મંજૂરી જરૂરી બને. 

  • પ્રેમલગ્ન માટે માતા-પિતાની સહમતિનો મુદ્દો ઉઠ્યો
  • મહેસાણામાં પાટીદાર સ્નેહમિલન કાર્યક્રમમાં ઉઠ્યો મુદ્દો
  • ખુદ મુખ્યમંત્રીએ પ્રેમલગ્ન અંગે સંબોધનમાં ચર્ચા કરી

જો કે રાજ્યના વડા તરીકે મુખ્યમંત્રીએ બંધારણના મૂળભૂત હક સાથે છેડછાડ ન થાય એ વિકલ્પને ખુલ્લો રાખીને જ આ કાયદા અંગે વિચારણાની વાત કરી છે. આપણે જે વાત કરવાની છે એ પ્રેમલગ્નમાં સરકારની દખલગીરી કરતા સમાજના દંભની છે. દીકરીઓને ફોસલાવીને કોઈ ભગાડી જાય, અન્ય ધર્મનો વ્યક્તિ હિંદુ દીકરી સાથે લગ્ન કરે છે આ તમામ ઘટનાઓ ચિંતાનો વિષય નથી એવુ કહેવાનો બિલકુલ આશય નથી, પરંતુ દીકરા અને દીકરી વચ્ચેના બેવડા ધોરણ હજુ બંધ નથી થયા તેવી અનુભૂતિ ચોક્કસ થાય. એક દીકરી કેવા યુવકને પસંદ કરે છે તે જાણવાનો તેને સમજવાનો મા-બાપનો હક બિલકુલ છે પરંતુ જયારે પ્રેમલગ્ન એક દીકરી કરે અને બીજી તરફ પ્રેમલગ્ન દીકરો કરે ત્યારે એક મા-બાપના વર્તનમાં જે ફેર જણાઈ આવે છે તેનુ શું. આપણી પુરોગામી પેઢીએ એ સમય જોયો છે કે જયારે દીકરીને બને ત્યાં સુધી જન્મવા જ નહતી દેવાતી અને હવે એ જ દીકરી મરજીથી લગ્ન કરે તો આબરુ જાય એવી વિચારસરણી કેમ.

  • પ્રેમલગ્ન પહેલા માતા-પિતાની પૂર્વમંજૂરી જરૂરી હોવા અંગે વાત કરી
  • મુખ્યમંત્રીએ પ્રેમલગ્ન પહેલા મા-બાપની મંજૂરીના કાયદાની વિચારણાની વાત કરી
  • મુખ્યમંત્રીએ કહ્યું કે આ બાબતે અભ્યાસ કરવામાં આવશે
  • અભ્યાસ કર્યા બાદ અડચણ નહીં જણાય તો આ બાબતે કાયદો બનાવવા અંગે ચર્ચા

પ્રેમલગ્ન માટે માતા-પિતાની સહમતિનો મુદ્દો ઉઠ્યો છે.  મહેસાણામાં પાટીદાર સ્નેહમિલન કાર્યક્રમમાં ઉઠ્યો મુદ્દો ઉઠ્યો છે.  ખુદ મુખ્યમંત્રીએ પ્રેમલગ્ન અંગે સંબોધનમાં ચર્ચા કરી રહ્યા છે.  પ્રેમલગ્ન પહેલા માતા-પિતાની પૂર્વમંજૂરી જરૂરી હોવા અંગે વાત કરી છે.  મુખ્યમંત્રીએ પ્રેમલગ્ન પહેલા મા-બાપની મંજૂરીના કાયદાની વિચારણાની વાત કરી છે.  મુખ્યમંત્રીએ કહ્યું કે આ બાબતે અભ્યાસ કરવામાં આવશે.  અભ્યાસ કર્યા બાદ અડચણ નહીં જણાય તો આ બાબતે કાયદો બનાવવા અંગે ચર્ચા કરવામાં આવશે.  

ભારતમાં લગ્ન કરવાની લઘુતમ વય

પુરૂષ 21 વર્ષ
સ્ત્રી 18 વર્ષ
  • પ્રેમલગ્ન માટે મા-બાપની સહમતિની વાતને સ્વીકારી
  • યુવાન વયે દુનિયાદારીનો ખાસ અનુભવ હોતો નથી
  • ગમે ત્યારે ગમે તેની સાથે પ્રેમલગ્ન કરી લે છે 

પ્રેમલગ્ન મુદ્દે પાટીદાર મહિલા અગ્રણીએ શું કહ્યું?
પ્રેમલગ્ન માટે મા-બાપની સહમતિની વાતને સ્વીકારી છે.  યુવાન વયે દુનિયાદારીનો ખાસ અનુભવ હોતો નથી.  ગમે ત્યારે ગમે તેની સાથે પ્રેમલગ્ન કરી લે છે. દીકરીઓ લોભામણી વાતોથી ભરમાઈ જાય છે.  સમય જતા જવાબદારી વધે ત્યારે એકબીજાને સાચવવા અઘરા પડે છે. લગ્ન એ સમજણ, કાળજી અને જવાબદારીથી ચાલવાની વાત છે. પ્રેમ નવો-નવો હોય ત્યારે વિચારો મળે છે.  જવાબદારી આવે એટલે સઘળુ ચિત્ર બદલાઈ જાય છે. ઝઘડા બાદ છૂટાછેડા થાય ત્યારે દીકરીઓ વધુ હેરાન થાય છે.  દીકરીઓને શારીરીક, માનસિક, આર્થિક રીતે હેરાન થવું પડે છે. તેમજ દીકરી ભાગી જાય એટલે માતા-પિતાને પણ નફરત થઈ જાય છે. આવા સમયે મા-બાપ ઉપરાંત સાસરી પક્ષ તરફથી પણ હેરાનગતિ થાય છે.  

  • હિંદુ અન્ય ધર્મની વ્યક્તિ સાથે લગ્ન ન કરી શકે
  • કન્યાની ઉમર 18 વર્ષ, પુરુષની ઉમર 21 વર્ષની જરૂરી
  • જો આ શરતોનું પાલન ન થાય તો લગ્ન અમાન્ય નથી ઠરતા
  • લગ્ન અમાન્ય ઠરવાને બદલે ફોજદારી કાયદા હેઠળ શિક્ષા થાય છે

હિંદુ મેરેજ એક્ટ શું કહે છે?
હિંદુ અન્ય ધર્મની વ્યક્તિ સાથે લગ્ન ન કરી શકે. તેમજ  કન્યાની ઉમર 18 વર્ષ, પુરુષની ઉમર 21 વર્ષની જરૂરી છે. ત્યારે  જો આ શરતોનું પાલન ન થાય તો લગ્ન અમાન્ય ઠરતા નથી. પરંતું  લગ્ન અમાન્ય ઠરવાને બદલે ફોજદારી કાયદા હેઠળ શિક્ષા થાય છે.  વ્યક્તિ માનસિક અસ્વસ્થ હોય તો લગ્ન રદ થઈ શકે છે. શારીરિક અસ્વસ્થ વ્યક્તિ હોય તો પણ લગ્ન રદ થઈ શકે છે. કપટ કરીને લગ્ન કર્યા હોય તો પણ લગ્ન રદ થઈ શકે છે. હિંદુ મેરેજ એક્ટ જૈન, બૌદ્ધ અને શીખને પણ લાગુ પડે છે. 

  • ધર્મનિરપેક્ષ લગ્ન થઈ શકે તે હેતુથી સ્પેશિયલ મેરેજ એક્ટ ઘડાયો
  • આ કાયદામાં લગ્નની વિધી ધર્મ આધારિત હોતી નથી
  • દેશમાં ધર્મ,જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર લગ્ન થઈ શકે છે

સ્પેશિયલ મેરેજ એક્ટ શું છે?
ધર્મનિરપેક્ષ લગ્ન થઈ શકે તે હેતુથી સ્પેશિયલ મેરેજ એક્ટ ઘડાયો છે.  આ કાયદામાં લગ્નની વિધી ધર્મ આધારિત હોતી નથી. દેશમાં ધર્મ,જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર લગ્ન થઈ શકે છે. એક ધર્મની વ્યક્તિ અન્ય ધર્મની વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે. આ કાયદા હેઠળ મેરેજ રજિસ્ટ્રારમાં નોંધણી કરીને લગ્ન કરી શકાય છે. 

  • પ્રેમસંબંધમાં હત્યાના મામલે ટોચના પાંચ રાજ્યમાં ગુજરાત
  • 2021માં પ્રેમસંબંધમાં દેશમાં 1 હજાર 566 હત્યા થઈ
  • સૌથી વધુ 334 હત્યા સાથે ઉત્તરપ્રદેશ મોખરે

NCRBના 2021ના આંકડા ચોંકાવનારા
પ્રેમસંબંધમાં હત્યાના મામલે ટોચના પાંચ રાજ્યમાં ગુજરાતનો સમાવેશ થાય છે.  2021માં પ્રેમસંબંધમાં દેશમાં 1 હજાર 566 હત્યા થઈ હતી. તો  સૌથી વધુ 334 હત્યા સાથે ઉત્તરપ્રદેશ મોખરે છે.  ઉત્તરપ્રદેશ બાદ પ્રેમસંબંધમાં સૌથી વધુ હત્યા ગુજરાતમાં થઈ છે.  2021માં ગુજરાતમાં પ્રેમસંબંધમાં 179 હત્યા થઈ હતી.  ગુજરાત પછી બિહાર, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો નંબર આવે છે. 2021માં પ્રેમસંબંધમાં થયેલી હત્યાઓમાં 62% હત્યા પાંચ રાજ્યમાં થઈ છે.  

પ્રેમલગ્નમાં મંજૂરી મુદ્દે નેતાઓ એક!

નીતિન પટેલ, પૂર્વ નાયબમુખ્યમંત્રી

  • લવજેહાદની ઘટના સમગ્ર દેશમાં બની રહી છે
  • હિન્દુ દીકરીઓને ફોસલાવવામાં આવે છે
  • વિધર્મી લગ્ન કરીને ધર્મપરિવર્તન માટે દબાણ કરે છે

ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય, વાવ 

  • સમાજ વ્યવસ્થાને બચાવવા પ્રેમલગ્ન અંગે કાયદો જરૂરી
  • ગુનાહિત કે બાળકોનો પિતા હોવા છતા ભોળી દીકરીને ભગાડી જાય છે

ઈમરાન ખેડાવાલા, ધારાસભ્ય, જમાલપુર-ખાડિયા 

  • પ્રેમલગ્નમાં માતા-પિતાની અવગણના કરવામાં આવે છે
  • પ્રેમલગ્નમાં માતા-પિતાની મંજૂરી આજના સમયની જરૂરિયાત
  • સરકાર વિધાનસભા સત્રમાં બિલ લાવી કાયદો બનાવે તો સમર્થન 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ