બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Why did God think this?! The student who died in a hit and run three days ago came topper in the class 10 exam, the incident will fill the mind.

ખેડબ્રહ્મા / ભગવાન કેમ આવું ધાર્યું.! ત્રણ દિવસ પહેલા હિટ એન્ડ રનમાં મોતને ભેટલો વિદ્યાર્થી ધોરણ 10ની પરીક્ષામાં શહેર ટોપર આવ્યો, ઘટના જાણી મન ભરાઈ આવશે

Vishal Khamar

Last Updated: 08:52 PM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોર્ડ દ્વારા આજે ધો. 10 નું પરિણામ જાહેર કર્યું છે. પરંતું ખેડબ્રહ્મા શહેરમાં ટોપ કરનાર વિદ્યાર્થી સહિત સમગ્ર પરિવારને અકસ્માત નડતા પુત્ર તેમજ માતાનું મોત નિપજ્યું હતું. જ્યારે યુવકનાં પિતાની હાલત હજુ પણ ગંભીર છે.

  • ખેડબ્રહ્મામાં ટોપ કરનાર વિદ્યાર્થીનું  હિટ એન્ડ રનમાં મોત નિપજ્યું
  • પિતા જીવન મરણ વચ્ચે અમદાવાદમાં જોલા ખાઈ રહ્યા છે
  • પરિવારજનોએ અકસ્માતના કેસમાં ન્યાયની માંગ કરી

ગુજરાતનું આજે ધોરણ 10 ના પરિણામ જાહેર થયા છે ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં ટોપર કરનાર વિદ્યાર્થી નું ત્રણ દિવસ પહેલા સમગ્ર પરિવારને હિટ એન્ડ રન મા ટક્કર મારતા માતા પુત્રનું મોત થયું છે જ્યારે પિતા જીવન મરણ વચ્ચે અમદાવાદમાં જોલા ખાઈ રહ્યા છે જોકે સમગ્ર શહેરમાં ટોપ કરનાર વિદ્યાર્થીના ઘરે આજે ખુશીના બદલે નજીકના પરિવારજનો સહિત સમગ્ર શહેરીજનો માટે શોકની કાલીમાં જોવા મળી હતી જોકે સ્થાનિક પરિવારજનોએ અકસ્માતના કેસમાં ન્યાયની માંગ કરી ટોપ કરનાર વિદ્યાર્થીને સાચી શ્રદ્ધાંજલિ આપવા અપીલ કરી છે.

પરિવારમાં ખુશીની સાથે શોકમય માહોલ જોવા મળ્યો
સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે ગત રવિવારે રાત્રિના સમયે બાઇક ઉપર પસાર થઈ રહેલા પરિવારને પુર ઝડપે આવતી કારે ટક્કર મારતા પ્રજાપતિ પરિવારના માતા પુત્રનું ઘટનાસ્થળે મોત થયું હતું તેમજ પિતા હાલમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે જો કે આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થતાં ખેડબ્રહ્મા રીઝલ્ટમાં પ્રથમ નંબરે શિવમ પ્રજાપતિ ને 89.33 ટકા માર્ક સાથે પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થતાં પરિવારમાં ખુશી ની સાથે શોકમય માહોલ જોવા મળ્યો હતો સાથોસાથ 98.90 ટકા પર્સન્ટાઈલ રેન્ક મેળવ્યો હતો જોકે પરીક્ષામાં જવલંત સફળતા મેળવી હોવા છતાં આજે આ પરિવારમાં ખુશીની જગ્યાએ શોકનો માહોલ સર્જાયો છે.
પોલીસે ચોક્કસ કામગીરી ન કરતા પરિવારજનો તેમજ સ્થાનિકોમાં રોષ
ચાર દિવસ પહેલા ખેડબ્રહ્મા ખાતે પારસ ભાઈ પ્રજાપતિ પોતાની બાઇક ઉપર પત્ની દર્શનાબેન પ્રજાપતિ તેમજ પુત્ર શિવમ સાથે પોતાના ઘર તરફ આવી રહ્યા હતા જે દરમિયાન ઈડર તરફથી આવી રહેલી કારે પૂર ઝડપે પાછળથી ટક્કર મારતા દર્શનાબેન પ્રજાપતિ તેમજ તેમનો પુત્ર શિવમ પ્રજાપતિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જોકે પારસ ભાઈ પ્રજાપતિને ગંભીર ઇજાઓ થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવારથી ખસેડાયા હતા. ત્યારબાદ તેમને અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે જો કે આજે મૃત્યુ પામેલા શિવમ પ્રજાપતિ એ સમગ્ર ખેડબ્રહ્મા શહેરમાં પ્રથમ ક્રમાંક કે પાસ થતા સ્થાનિકો સહિત પરિવારજનોમાં પણ શોકનો માહોલ સર્જાયો છે જોકે પોલીસે સમગ્ર બનાવમાં ચોક્કસ કામગીરી ન કરતા પરિવારજનો સહિત સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.

કમલેશ પ્રજાપતિ (પ્રત્યક્ષ દર્શી)

 પરિવારજનો આજે તેની પ્રતિમા સામે નતમસ્તકે બેસી શ્રદ્ધાંજલી અર્પી
સામાન્ય રીતે SSC તેમજ HSC નું પોતાના કોઈપણ પરીક્ષાથી દ્વારા ઝળહળતું પરિણામ મેળવે તો દરેક પરિવારજનો ખુશ થતા હોય છે. જોકે ખેડબ્રહ્મા ખાતે ચાર દિવસ પહેલા હિટ એન્ડ રન અંતર્ગત સર્જાયેલા ગ્વામ ખ્વર  અકસ્માતના પગલે સમગ્ર પ્રજાપતિ પરિવાર તહસ નહસ થઈ ચૂક્યો છે. જેમાં શિવમ પ્રજાપતિ દ્વારા આજે સ્થાનિક સમાજ સહિત પરિવારજનો માટે ખુશીનો દિવસ લાવ્યો હોવા છતાં ખુશી મનાવી શકાય તેમ નથી પરિવારજનો આજે તેની પ્રતિમા સામે નતમસ્તકે બેઠેલા જોવા મળે છે. તેમજ આજની તારીખે પણ તેના મૃત્યુ માટે જવાબદાર લોકો સામે પોલીસે કોઈ ઠોસ કામગીરી ન કરી હોવાના આક્ષેપ સાથે ન્યાયની માંગ કરી રહ્યા છે. જોકે પોલીસ વિભાગ દ્વારા આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે. પરંતુ હીટ એન્ડ રન નો ગુનો ન નોંધાતા હવે પરિવારજનો આ મામલે ન્યાયિક તપાસની માંગ કરી રહ્યા છે

કમલેશ પ્રજાપતિ (મૃતકના કાકા)
ધારા પ્રજાપતિ (પરિવારજન)

સમગ્ર પ્રજાપતિ પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે
જોકે આજે એક તરફ શિવમ પ્રજાપતિએ મેળવેલી સિદ્ધિની ખુશી મનાવી શકાય તેમ નથી. ત્યારે બીજી તરફ સમગ્ર પ્રજાપતિ પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે ત્યારે જોવી રહી છે કે મામલે આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા કેટલા અને કેવા પગલાં લેવાય છે. તેમજ શિવમ પ્રજાપતિ એ મેળવેલી સિદ્ધિ થી તેમના મોત માટે જવાબદાર ને ન્યાય અપાવવા કેટલા અંશે સાર્થક બની રહે છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Hit and run Khedbrahma student ન્યાયની માંગ વિદ્યાર્થીઓ Sabarkantha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ