બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / Who stole the scholarship of SC, ST and OBC community students?, 53.15 lakh scam of 3 teachers in Morbi, know the case

આરોપ / SC,ST અને OBC સમાજના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ કોણ ચાઉ કરી ગયું?, મોરબીમાં 3 શિક્ષકોનું 53.15 લાખનું કૌભાંડ, જાણો કેસ

Vishal Khamar

Last Updated: 07:10 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાંકાનેર તાલુકામાં શિક્ષણમાં કૌભાંડ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં 3 શિક્ષકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મોરબી DPEOએ ત્રણેય શિક્ષકો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

  • વાંકાનેર તાલુકામાં શિક્ષણમાં કૌભાંડ મામલે ફરિયાદ દાખલ
  • વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં 3 શિક્ષકો સામે ફરિયાદ
  • મોરબી DPEOએ ત્રણેય શિક્ષકો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
  • શિષ્યવૃત્તિ સહિતની બાબતોમાં 53 લાખ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ

 મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગમાં થયેલ કૌભાંડની માહિતી સામે આવી રહી હતી અને હાલમાં 53.15 લાખની સરકારી નાણાની ઉચાપતની ડીપીઇઓએ ત્રણ શિક્ષકોની સામે ફરિયાદ નોંધાવી છે જેથી કરીને મોરબી જિલ્લાના શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને વાંકાનેર સિટી પોલીસ દ્વારા હાલમાં ગુનો નોંધીને વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ, પગાર અને ફીની સરકારી રકમની ઉચાપત કરનારા શિક્ષકોને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેર તાલુકા પંચાયત કચેરી

 

બનાવટી બિલો બનાવીને ત્રણ શિક્ષકો દ્વારા 53.15 લાખનું કૌભાંડ કરાયું
રાજ્ય સરકાર દ્વારા નબળા વર્ગના પરિવારના સંતાનોને સરકારી શાળામાં સારી સુવિધાઓ મળી રહે તેના માટે થઈને લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે જો કે, વિદ્યાર્થીઓ સુધી પહોચે તે પહેલા જ યેનકેન પ્રકારે કૌભાંડો કરવામાં આવે છે અને સરકારી નાણાં હજમ કરી જવામાં આવે છે આવી જ રીતે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ, ચિત્ર વ્યાયામ બચત ગ્રાન્ટ, વિદ્યાલક્ષ્મી બોન્ડ, પગાર બિલ, સિલેક્શન ગ્રાન્ટ, પ્રવાસી શિક્ષકની ગ્રાન્ટ તેમજ બનાવટી બિલ બનાવીને ત્રણ શિક્ષકો દ્વારા 53.15 લાખનું કૌભાંડ કરવામાં આવેલ છે જેની હાલમાં જિલ્લા પ્રાથમિક શિક્ષાણાધિકારી દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જીલ્લા પંચાયત કચેરી- મોરબી
પ્રવીણભાઈ આંબરિયા (જિલ્લા પ્રાથમિક શિક્ષાણાધિકારી, મોરબી)

મોરબી DPEOએ ત્રણેય શિક્ષકો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
આ ત્રણ શિક્ષકો દ્વારા વર્ષ 2017 થી લઈને 2020 સુધીના સમયગાળામાં આ કૌભાંડ કરવામાં આવ્યું હતું જે ઓડિટ દરમ્યાન સામે આવ્યું હતું જેથી કરીને સમગ્ર કૌભાંડની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી હતી અને તેના આધારે 53,15,451 રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી હતી જેથી કરીને સરકારી નાણાની ઉચાપત કરનારાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મોરબીના ડીડીઓ ડી.ડી. જાડેજાએ ડીપીઇઓને અધિકૃત કરવામાં આવ્યા છે. વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ડીપીઇઓ દ્વારા અરવિંદભાઇ નાનજીભાઇ પરમાર રહે, નેસ્ટ હિલ રવાપર ઘુનડા રોડ મોરબી, અબ્દુલભાઇ અબ્રાહમભાઇ શેરીસીયા રહે, વાંકિયા વાંકાનેર અને હિમાંશુભાઇ નારણભાઇ પટેલ રહે, ભાટીયા સોસાયાટી વાંકાનેર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

વાંકાનેર પોલીસ સ્ટેશન

બાઇટ - 02 - પી.એ. ઝાલા, ડીવાયએસપી, મોરબી
પોલીસે આ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલ છે તે તરફ તપાસ હાથ ધરી
હાલમાં જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સરકારી નાણાની ઉચાપત કરનારા ત્રણ શિક્ષકોની સામે 53.15 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી ખળભળાટ મચી ગયેલ છે અને હાલમાં જિલ્લાના શિક્ષણ વિભાગમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, માત્ર ત્રણ જ શિક્ષકો દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે તે વાત ગળે ઉતરે તેવી નથી જો કે, પોલીસ તપાસમાં આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તેની માહિતી સામે આવશે કે કેમ તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે.

મોરબી નાયબ પોલીસ અધિક્ષક કચેરી
પી.એ. ઝાલા (ડીવાયએસપી, મોરબી)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ