બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Who is this Acharya Pramod Krishnam who invited PM and started trending in social media

રાજનીતિ / કોણ છે આ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ... જેમણે PMને આમંત્રણ આપ્યું ને સોશ્યલ મીડિયામાં થવા લાગ્યા ટ્રેન્ડ

Megha

Last Updated: 11:15 AM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમને ઉત્તર પ્રદેશના સંભલમાં 19 ફેબ્રુઆરીએ આયોજિત શ્રી કલ્કિ ધામના શિલાન્યાસ સમારોહ માટે આમંત્રણ આપ્યું હતું.

  • ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદની પીએમ મોદી સાથેની મુલાકાત. 
  • આચાર્ય પ્રમોદ કૃષ્ણમ સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહ્યા છે. 
  • અયોધ્યામાં રામ મંદિર બન્યું તો આચાર્ય પ્રમોદ કૃષ્ણમના સૂર બદલ્યા. 

લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમની પીએમ મોદી સાથેની મુલાકાતથી રાજકીય હલચલ વધી ગઈ છે. પીએમ મોદીને મળ્યા બાદથી કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સતત ટ્રેન્ડ કરી રહ્યા છે અને તેમના ઘણા નિવેદનો વાયરલ થઈ રહ્યા છે. 

એ વાત તો જાણીતી જ છે કે કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમને ઉત્તર પ્રદેશના સંભલમાં 19 ફેબ્રુઆરીએ આયોજિત શ્રી કલ્કિ ધામના શિલાન્યાસ સમારોહ માટે આમંત્રણ આપ્યું હતું. આમંત્રણ મળતાં જ પીએમ મોદીએ ટ્વીટ કરીને આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને ટ્વીટ કરીને લખ્યું, આસ્થા અને ભક્તિ સાથે જોડાયેલા આ પવિત્ર પ્રસંગનો ભાગ બનવું મારા માટે સૌભાગ્યની વાત છે. આમંત્રણ બદલ ખૂબ ખૂબ આભાર.

કોણ છે આચાર્ય પ્રમોદ કૃષ્ણમ? 
આચાર્ય પ્રમોદ સોશિયલ મીડિયા પર પોતાને આધ્યાત્મિક ગુરુ કહે છે અને  યુપીના સંભાલમાં કલ્કિ ધામના પીઠાધીશ્વર પણ છે. તેમણે શ્રી કલ્કિ ધામના શિલાન્યાસ સમારોહ માટે પીએમ મોદીને આમંત્રણ આપ્યું છે. 2019ની લોકસભા ચૂંટણીમાં આચાર્ય પ્રમોદ કૃષ્ણમે લખનૌ બેઠક પર કોંગ્રેસ વતી રાજનાથ સિંહને પડકાર ફેંક્યો હતો. અગાઉ 2014માં પણ કોંગ્રેસે તેમને સંભલથી ટિકિટ આપી હતી પરંતુ તેઓ હારી ગયા હતા.

આચાર્ય પ્રમોદ અત્યાર સુધી કોંગ્રેસનો સાથ આપતા નજર આવતા હતા પરંતુ અયોધ્યામાં રામ મંદિર બન્યું એ બાદ એમના સૂર બદલતા જોવા મળ્યા હતા. રામ મંદિરનું નિર્માણ થયું ત્યારે તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે, તેથી જ મંદિર બની શક્યું. તેમણે કોંગ્રેસના નેતાઓ દ્વારા મંદિરના કાર્યક્રમથી અંતર રાખવાનો પણ વિરોધ કર્યો હતો. ઉપરાંત તેઓ પ્રાણપ્રતિષ્ઠાના દિવસે અયોધ્યા ગયા હતા. 

વધુ વાંચો: વ્યાસજીનું ભોંયરું... આખરે શું છે તેનો રસપ્રદ ઇતિહાસ, જાણો કેમ મુલાયમસિંહની સરકારે પૂજા બંધ કરાવી દીધેલી?

હવે એવી ચર્ચા ચાલી રહી છે કે ભાજપ આચાર્ય પ્રમોદ કૃષ્ણમને 2024ની લોકસભા ચૂંટણી માટે ટિકિટ પણ આપી શકે છે. હાલ સોશિયલ મીડિયા પર આચાર્ય પ્રમોદ ટ્રેન્ડ કરી રહ્યું છે અને પીએમ સાથેની એમની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. ગઇકાલે એક લેટર પણ વાયરલ થયો હતો જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસે એમને સસ્પેન્ડ કરી દીધા હતા પરંતુ આ એક ફેક ન્યૂઝ હોવાનું બહાર આવ્યું હતું.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ