બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Who is Sharad Pawar on? Why are the leaders of I.N.D.I.A. angry?

રાજનીતિ / શરદ પવાર કોની તરફ છે? કેમ નારાજ થઈ રહ્યા છે I.N.D.I.A.ના નેતાઓ? PM મોદી સાથે મધુરતા વધી રહી હોવાની આશંકા

Priyakant

Last Updated: 01:13 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sharad Pawar News: INDIA ગઠબંધનના કેટલાક નેતાને લાગ્યું કે, પવાર PM મોદી સાથે જો મંચ શેર કરે તો છે તો તેની વિપરીત અસર થશે

  • નવા ગઠબંધન INDIAની 25 અને 26 ઓગસ્ટે મુંબઈમાં ત્રીજી બેઠક 
  • NCP શરદ પવાર પૂણેમાં PM મોદી સાથે કાર્યક્રમમાં મંચ શેર કરી શકે 
  • મહાગઠબંધન INDIA ના કેટલાક નેતાઓએ ચિંતા વ્યક્ત કરી 
  • શરદ પવાર PM મોદી સાથે જો મંચ શેર કરે તો છે તો તેની વિપરીત અસર થશે

ભારતમાં લોકસભા ચૂંટણી પહેલા હવે વિપક્ષી પાર્ટીઓ નવું ગઠબંધન કર્યું છે. જેનું નામ છે INDIA. આ હવે નવા ગઠબંધન INDIA (Indian National Developmental Inclusive Alliance) ની ત્રીજી બેઠક 25 અને 26 ઓગસ્ટના રોજ મુંબઈમાં યોજાનાર છે. જોકે અહીંઅન્ય એક મોટી અપડેટ એ છે કે, આ બેઠક પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના એટલે કે NCPના સુપ્રીમો શરદ પવાર 1 ઓગસ્ટે પૂણેમાં PM મોદી સાથે એક કાર્યક્રમમાં મંચ શેર કરવામાં છે. જેને લઈ હવે આ નવા મહાગઠબંધન INDIA ના કેટલાક નેતાઓએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

પાર્ટીના એક સૂત્રએ જણાવ્યું હતું કે,INDIA (Indian National Developmental Inclusive Alliance)ની બેઠક દરમિયાન કેટલાક સભ્યોએ પવારને તે સમારોહમાં મુખ્ય અતિથિ હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં PM મોદીને લોકમાન્ય તિલક એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. 

 

તો શું હવે ખડગે શરદ પવારને કરશે અપીલ ? 
આ તરફ સૂત્રોએ દાવો કર્યો હતો કે, એવા સૂચનો છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે NCP નેતા શરદ પવાર સાથે વાત કરી શકે છે. આ સાથે તેમણે આ કાર્યક્રમમાં હાજરી ન આપવા વિનંતી કરી શકે છે. INDIA (Indian National Developmental Inclusive Alliance) ગઠબંધનના કેટલાક નેતાને લાગ્યું કે, જ્યારે 2024ની લોકસભાની ચૂંટણીમાં સમાન વિચારધારા ધરાવતા વિપક્ષી પક્ષો ભાજપનો સામનો કરવા એકસાથે આવી રહ્યા છે ત્યારે શરદ પવાર PM મોદી સાથે જો મંચ શેર કરે તો છે તો તેની વિપરીત અસર થશે. 

ગઠબંધન INDIA ની છબીને થશે નુકશાન 
આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, PM મોદી સાથે સ્ટેજ શેર કરીને શરદ પવાર ગઠબંધન INDIA (Indian National Developmental Inclusive Alliance)ની ઇમેજને નુકશાન પહોંચાડશે. આ સાથે જે ગઠબંધન INDIA ને બનાવવામાં ઘણા પ્રયત્નો કરી ચૂક્યા છે તે લોકોમાં પણ ખોટો સંદેશ જશે.  

જાણો કયા કાર્યક્રમમાં PM મોદી-શરદ પવાર એકસાથે જોવા મળી શકે ? 
વિગતો મુજબ તિલક સ્મારક મંદિર દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે NCPના વડા શરદ પવારને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન શરદ પવાર PM મોદીને લોકમાન્ય તિલક એવોર્ડ આપશે. 

25-26 ઓગસ્ટે મહારાષ્ટ્રમાં INDIA ની ત્રીજી બેઠક 
આ તરફ આગામી 25-26 ઓગસ્ટે મહારાષ્ટ્રમાં જ વિપક્ષી પાર્ટીઓના નવા ગઠબંધન INDIA (Indian National Developmental Inclusive Alliance)ની ત્રીજી બેઠક યોજાનાર છે. આ બેઠકનું આયોજન શિવસેના (UBT) અને શરદ પવારના આગેવાની હેઠળની NCP દ્વારા કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ