બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Who is now entitled to India's diamond set in the crown after the death of the Maharani?

રોચક તથ્ય / હવે કોહિનૂર શું થશે? મહારાણીના નિધન બાદ તાજમાં લગાવેલા ભારતના હીરાનો હવે હકદાર કોણ

Priyakant

Last Updated: 10:29 AM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનની રાણી ખાસ પ્રસંગોમાં જે તાજ પહેરતી હતી તેમાં ભારતના પ્રખ્યાત હીરા કોહિનૂરને સ્થાપિત કરવામાં આવ્યો છે. જોકે હવે રાણીના અવસાન બાદ આ હીરા પણ કોનો હક ?

  • બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે અવસાન
  • રાણીના મૃત્યુ પછી કોહિનૂર હીરા ઝડીત તાજ આગામી રાણીને સોંપવામાં આવશે 
  • બ્રિટનની નવી રાણી ડચેસ ઓફ કોર્નવોલ કેમિલા હશે

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે અવસાન થયું છે. બ્રિટનની રાણી ખાસ પ્રસંગોમાં જે તાજ પહેરતી હતી તેમાં ભારતના પ્રખ્યાત હીરા કોહિનૂરને સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સિવાય તાજમાં 2,867 હીરા છે. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે,  રાણીના મૃત્યુ પછી કોહિનૂર હીરો કોને આપવામાં આવશે ? 

કોહિનૂર એલિઝાબેથ IIના મૃત્યુ પછી ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે અને લોકો તેના વિશે પ્રશ્નો પૂછી રહ્યા છે. વાસ્તવમાં આ તાજ આગામી રાણીને સોંપવામાં આવશે. બ્રિટનની નવી રાણી ડચેસ ઓફ કોર્નવોલ કેમિલા હશે, જે એલિઝાબેથ II ના સૌથી મોટા પુત્ર અને પ્રિન્સ ચાર્લ્સની પત્ની છે, જે લાઇનમાં પ્રથમ છે. રાણીના મૃત્યુ બાદ હવે પ્રિન્સ ચાર્લ્સ પણ રાજા બનશે.

વાસ્તવમાં 1937માં કિંગ જ્યોર્જ VI ના રાજ્યાભિષેકની સ્મૃતિમાં આ તાજ બનાવવામાં આવ્યો હતો. આ સિવાય તાજમાં અનેક કિંમતી પથ્થરો પણ સ્થાપિત છે. તાજમાં 1856માં તત્કાલીન તુર્કીના સુલતાન દ્વારા રાણી વિક્ટોરિયાને ભેટમાં આપેલો મોટો પથ્થર પણ છે. ક્રિમિઅન યુદ્ધમાં બ્રિટિશ સેનાના સમર્થન પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા માટે તેમણે આ આપ્યું હતું.

રાજા બનશે પ્રિન્સ ચાર્લ્સ 

કોહિનૂર 105-કેરેટનો હીરો છે, જે પ્લેટિનમ માઉન્ટ સાથે તાજ સાથે જોડાયેલ છે. તે બ્રિટિશ તાજની સામે ક્રોસની નજીક મૂકવામાં આવે છે. રાણી એલિઝાબેથે આ વર્ષે જાહેરાત કરી હતી કે જો પ્રિન્સ ચાર્લ્સ રાજા બનશે તો ડચેસ કેમિલાને પણ રાણીનું બિરુદ આપવામાં આવશે. આવી સ્થિતિમાં પ્રિન્સ ચાર્લ્સના રાજ્યાભિષેક દરમ્યાન કેમિલાને કોહિનૂરની સાથે તાજ પણ સોંપવામાં આવશે.

શું તમે કોહિનૂર વિશે જાણો છો ? 

લગભગ 800 વર્ષ પહેલા ભારતમાં એક ચમકતો પથ્થર મળ્યો હતો, જેનું નામ કોહિનૂર હતું. કોહિનૂર હીરા વિશ્વના સૌથી મોટા હીરાઓમાંનો એક છે. કુહ-એ-નૂર એટલે રોશનીનો પર્વત. એવું કહેવાય છે કે, તે ભારતની ગોલકોંડા ખાણમાંથી મળી આવ્યું હતું. 1849માં જ્યારે બ્રિટિશ વસાહત પંજાબમાં આવી ત્યારે તેને છેલ્લા શીખ શાસક દલીપ સિંહે રાણીને ભેટ આપી હતી. કોહિનૂર સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. તે એ છે કે આ હીરા સ્ત્રી માલિકો માટે નસીબદાર છે, જ્યારે પુરુષ માલિકો માટે તે કમનસીબી અને મૃત્યુનું કારણ બની શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ