બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Who is Madhavi Latha whom BJP has fielded against Awasi in Hyderabad?

લોકસભા ચૂંટણી / હૈદરાબાદમાં ભાજપે ઓવૈસી સામે ઉતાર્યો મહિલા ચહેરો, હિન્દુત્વવાદીની ધરાવે છે છાપ, કહ્યું રિટાયર્ડ કરીશ

Vishal Dave

Last Updated: 11:44 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૈદરાબાદ બેઠક પર 40 વર્ષથી ઓવૈસી પરિવારનું વર્ચસ્વ છે...અગાઉ ભાજપે ભાગવત રાવને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા...પરંતુ ઓવૈસી સામે ભાગવત આશરે 3 લાખ મતોથી હાર્યા હતા

આગામી લોકસભા ચૂંટણીમાં જીત માટે તમામ રાજકીય પક્ષો કમર કસી રહ્યાં છે...તેવામાં ભાજપની કુલ 195 ઉમેદવારોના નામની યાદી જાહેર થઈ ચૂકી છે...જેમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે....અને આ યાદીમાં એક નામ એવું છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે...આ નામ છે કોમ્પેલા માધવી લથા...ભાજપે તેલંગાણાની મહત્વની એવી હૈદરાબાદ બેઠક પરથી કોમ્પેલા માધવી લથાને મેદાને ઉતાર્યા છે...હાલ આ સીટ પર AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી સાંસદ છે...આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે, જેમાં માધવી લથા ઓવૈસી પર આકરા પ્રહાર કરતા જોવા મળી રહ્યાં છે...તેમણે કહ્યું કે, યુદ્ધની ઘોષણા થઈ ચૂકી છે...

 કોણ છે માધવી લથા ?

ઓવૈસીને ટક્કર આપનાર આ માધવી લથા કોણ છે તેના પર નજર કરીએ તો.....માધવી લથા તેલંગાણાની વિરિંચી હોસ્પિટલના અધ્યક્ષ છે...તેઓ હિન્દુત્વનો અવાજ ઉઠાવતા આવ્યા છે...ટ્રિપલ તલાક સામે લડત આપવાને લઇને પણ તેઓ સતત ચર્ચામાં રહ્યા...તેઓ સામાજિક કાર્યોમાં પણ સક્રિય છે...હિન્દુ ધર્મને લઈને માધવીના ભાષણો આજે પણ લોકોમાં ચર્ચાનો વિષય છે....માધવી લોપામુદ્રા ચેરીટેબલ ટ્રસ્ટ અને લતામા ફાઉન્ડેશનના પ્રમુખ પણ છે....ભરતનાટ્યમમાં નૃત્યકાર પણ છે...મહત્વની વાત તો એ છે કે, ઓવૈસીને વારસામાં રાજકારણ મળ્યું છે જ્યારે માધવીની કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ નથી...

હૈદરાબાદ બેઠક પર 40 વર્ષથી ઓવૈસી પરિવારનું વર્ચસ્વ

હૈદરાબાદ બેઠક પર 40 વર્ષથી ઓવૈસી પરિવારનું વર્ચસ્વ છે...અગાઉ ભાજપે ભાગવત રાવને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા...પરંતુ ઓવૈસી સામે ભાગવત આશરે 3 લાખ મતોથી હાર્યા હતા...પરંતુ આ વખતે ભાજપે મહિલા ઉમેદવારને મેદાને ઉતારીને મુકાબલો મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે...જોકે છેલ્લા એક દાયકામાં તેલંગાણામાં ભાજપનો વોટ શેર વધ્યો છે......2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 7 ટકા જ વોટ મળ્યા હતા...જ્યારે 2023ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 15 ટકા વોટ મળ્યા હતા...તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રથમ વખત 8 બેઠકો કબજે કરી છે...

આ પણ વાંચોઃ '370ના હિસાબે 6 કરોડ મતો', ભાજપે ઉતાર્યું 'GYAN', 12 રાજ્યોમાં 29 કાર્યક્રમોમાં PMની હાજરી

શું હોઇ શકે છે આની પાછળ ભાજપની રણનીતિ ?

ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક પર પણ ભાજપે જીત માટે કંઈક આવી જ રણનીતિ અપનાવી હતી...જેમાં 2014ની લોકસભા ચૂંટણીમાં અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધી સામે ભાજપે સ્મૃતિ ઈરાનીને મેદાને ઉતાર્યા હતા...જોકે તેમાં સ્મૃતિ ઈરાની હાર્યા હતા...પરંતુ તેમ છતાં 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ફરીથી સ્મૃતિ ઈરાનીને જ ટિકિટ આપી...અને એ ચૂંટણીમાં મોટો ઉલટફેર થયો...ગાંધી પરિવારના વારસ રાહુલ ગાંધીને 55,120 મતોના અંતરે હરાવીને સ્મૃતિ ઈરાની સાંસદ બન્યા હતા...અને હવે હૈદરાબાદ બેઠક પર ભાજપ આવી જ રણનીતિ અપનાવવા જઈ રહ્યું છે...અને આ વખતે ભાજપે મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારીને મુકાબલો મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ઓવૈસીને તેમના ગઢમાં હરાવવાનું સરળ નથી...ત્યારે હવે જોવાનું એ છે કે ઓવૈસીના ગઢમાં હિંદુત્વનો ચહેરો જીતી શકશે કે કેમ?...

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ