બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Who is influencing the minds of students, why the suicide rate has increased?

મહામંથન / વિદ્યાર્થીઓની મગજ પર કોણ થઈ રહ્યું છે હાવી, આપઘાતનું પ્રમાણ કેમ વધ્યું? વાલીઓની મનોદશા શું?"

Vishal Khamar

Last Updated: 11:32 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં પણ છેલ્લા પાંચ વર્ષમાં શૈક્ષણિક સંસ્થાઓમાં આપઘાતના પ્રમાણ વધ્યા. આપઘાત કરનારા વિદ્યાર્થીઓ મોટેભાગે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોના હતા. તેમજ IIT, IIM, NIT, AIIMS જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાના વિદ્યાર્થીઓમાં આપઘાતનું પ્રમાણ વધ્યું.

ગુજરાતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના આપઘાતનું પ્રમાણ વધ્યું છે. આ ઈન્સ્ટીટ્યૂટ એવી છે કે જયાંથી કોઈ સારુ પર્ફોમન્સ કરીને પાસઆઉટ થાય તો મોટી-મોટી કંપનીઓ એ વિદ્યાર્થીઓને લાખો-કરોડોના પેકેજની ઓફર કરે છે. હવે આવી પ્રિમિયમ ઈન્સ્ટીટ્યૂટમાં વિદ્યાર્થીઓ કેમ્પસમાં જ કે વર્ગખંડમાં આપઘાત કરી લે એ કેટલી ચિંતાજનક સ્થિતિ કહેવાય.
25 વર્ષ સુધીની અવસ્થા એવી છે કે જેમાં યૌવનના ઉછાળાની સાથે ધીમે-ધીમે જવાબદારીનું ભાન પણ આવતું જાય અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં ભણી-ગણીને એક વિદ્યાર્થી દેશ માટે ઉજળી આશાનું કિરણ થઈને બહાર આવે જેનાથી વિપરીત એકલા ગુજરાતમાં જ પાંચ વર્ષમાં શિક્ષણ સંસ્થાનોમાં 3 હજારથી વધુ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા. અભ્યાસનું ભારણ કહો, ડિપ્રેશન કહો, શિક્ષણ સંસ્થાનું વાતાવરણ ગણો, એકલતા, સંવાદનો અભાવ કોઈપણ કારણ ગણો પણ જે કંઈ થઈ રહ્યું છે તે અનિચ્છનિય છે.. સવાલ એ છે કે આવા બનાવ કેમ વધ્યા. હજુ તો જેને પોતાનું ભવિષ્ય બનાવવાનું છે તે જ મૃત્યુની ગર્તામાં ધકેલાઈ જાય તે કેવી વિચિત્ર સ્થિતિ. ગુજરાતના વિદ્યાર્થીઓમાં આપઘાતનું પ્રમાણ કેમ વધ્યું. પ્રિમિયમ ઈન્સ્ટીટ્યૂટના વાતાવરણમાં કોઈ ખરાબી છે કે કેમ. આ પાછળના મનોવૈજ્ઞાનિક કારણો શું છે.

  • ગુજરાત અને દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં આપઘાતના પ્રમાણ વધ્યા
  • શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના આપઘાતની સંખ્યા વધી
  • ગુજરાતમાં પણ છેલ્લા પાંચ વર્ષમાં શૈક્ષણિક સંસ્થાઓમાં આપઘાતના પ્રમાણ વધ્યા
  • આપઘાત કરનારા વિદ્યાર્થીઓ મોટેભાગે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોના હતા

ગુજરાત અને દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં આપઘાતના પ્રમાણ વધ્યું છે.  શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના આપઘાતની સંખ્યા વધી છે.  ગુજરાતમાં પણ છેલ્લા પાંચ વર્ષમાં શૈક્ષણિક સંસ્થાઓમાં આપઘાતના પ્રમાણ વધ્યા. આપઘાત કરનારા વિદ્યાર્થીઓ મોટેભાગે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોના હતા. તેમજ IIT, IIM, NIT, AIIMS જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાના વિદ્યાર્થીઓમાં આપઘાતનું પ્રમાણ વધ્યું. દર વર્ષે વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સા વધી રહ્યા છે.

  • પ્રતિ વર્ષ સરેરાશ 500 વિદ્યાર્થી શિક્ષણ સંસ્થાના સંકુલ કે વર્ગખંડમાં આપઘાત કરે છે
  • દેશમાં કુલ આત્મહત્યાના કિસ્સામાંથી 30% કિસ્સા વિદ્યાર્થીઓના આપઘાતના છે
  • કુલ આત્મહત્યામાંથી 26% કિસ્સા વિદ્યાર્થીનીઓના આપઘાતના છે
  • 5 વર્ષમાં ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમાં 3 હજાર જેટલા વિદ્યાર્થીઓનો આપઘાત

 આ તારણ ચોંકાવનારુ
પ્રતિ વર્ષ સરેરાશ 500 વિદ્યાર્થી શિક્ષણ સંસ્થાના સંકુલ કે વર્ગખંડમાં આપઘાત કરે છે. દેશમાં કુલ આત્મહત્યાના કિસ્સામાંથી 30% કિસ્સા વિદ્યાર્થીઓના આપઘાતના છે. કુલ આત્મહત્યામાંથી 26% કિસ્સા વિદ્યાર્થીનીઓના આપઘાતના છે. 5 વર્ષમાં ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમાં 3 હજાર જેટલા વિદ્યાર્થીઓનો આપઘાત.

વિદ્યાર્થીઓના આપઘાતના આંકડા

વર્ષ 2017
આપઘાતના કિસ્સા 638
   
વર્ષ 2018
આપઘાતના કિસ્સા 570
   
વર્ષ 2019
આપઘાતના કિસ્સા 575
   
વર્ષ 2020
આપઘાતના કિસ્સા 597
   
વર્ષ 2021
આપઘાતના કિસ્સા 622
  • ગુજરાતમાં 2022માં જ 7 જેટલા મેડિકલના વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો
  • શૈક્ષણિક સંસ્થાઓમાં આપઘાતના કિસ્સામાં 32%નો વધારો થયો
  • 2020, 2021, 2022માં ગુજરાતની પ્રિમિયમ ઈન્સ્ટીટ્યૂટના 3 વિદ્યાર્થીઓનો આપઘાત
  • દેશમાં વિદ્યાર્થીઓના આપઘાતમાં ગુજરાત છઠ્ઠા ક્રમાંકે છે 

ગુજરાતની આ સ્થિતિ પણ ગંભીર
ગુજરાતમાં 2022માં જ 7 જેટલા મેડિકલના વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે.  શૈક્ષણિક સંસ્થાઓમાં આપઘાતના કિસ્સામાં 32%નો વધારો થયો છે.  2020, 2021, 2022માં ગુજરાતની પ્રિમિયમ ઈન્સ્ટીટ્યૂટના 3 વિદ્યાર્થીઓનો આપઘાત કર્યો હતો. દેશમાં વિદ્યાર્થીઓના આપઘાતમાં ગુજરાત છઠ્ઠા ક્રમાંકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ