બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Who are the sellers of fake medicine in Ahmedabad, who owns the cable, it was good if they were caught on time, otherwise what would have happened?

મહામંથન / અમદાવાદમાં નકલી દવા વેચનારા કોણ છે આ, કોનો છે દોરીસંચાર, સારું થયું વેળાસર પકડાઈ નહીંતર શું થાત?

Vishal Khamar

Last Updated: 06:18 PM, 29 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં ઈસનપુરમાંથી નકલી દવા ઝડપાવા મામલે ધરપકડ કરી છે. ઈસનપુર પોલીસે વિશાલ મકવાણાની ધરપકડ કરી છે. ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અગાઉ નકલી દવા ઝડપી હતી. ત્યારે આ મામલો ઈસનપુર પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. બીમારીથી લડતા દર્દી માટે ભરોસાપાત્ર દવાનું પ્રમાણ શું?

જે દવા આપણે બીમારીમાંથી સાજા થવા માટે લઈએ છીએ એ દવા જીવ પણ લઈ લે છે. નૈતિકતાના પતનમાં આપણે એટલા નીચા ઉતરી રહ્યાં છીએ કે મારી અને તમારી વચ્ચે જ લોકોના જીવ સાથે રમનારા નફાખોરો આ ધંધો કરી રહ્યાં છે. ઘી,તેલ, દૂધ, બટર, પનીર સહિતની ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ આપણે સ્વીકારી લીધી છે. છતાં ભોજન માટે એક વિકલ્પ આપણી પાસે રે છે. બહારનું ભોજન બંધ કરીએ તો આરોગ્યને જોખમી એવી વસ્તુઓથી બચી શકીએ છીએ. પરંતુ સામાન્ય માણસને ખબર પણ ન પડે એવી નકલી દવાઓ બનાવતી ફેક્ટરીઓના સમાચાર આપણને દુખી કરે છે. માત્ર નફા માટે, મહેનત વગરના પૈસા માટે નકલી દવાઓ બનાવનારાની સંખ્યા વધી રહી છે. ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અમદાવાદ સહિત રાજ્યભરમાં દરોડા પાડીને બનાવટી દવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 

  • નકલી દવાઓ હિમાચલપ્રદેશમાં બની હોવાનો દાવો હતો
  • હિમાચલપ્રદેશમાં તપાસ કરતા ત્યાં આવી કોઈ કંપની અસ્તિત્વમાં નથી
  • હિમાચલપ્રદેશમાં આવા પ્રકારની કોઈ કંપની દવા બનાવતી જ નથી 
  • નકલી એન્ટીબાયોટીક દવાઓ રાજ્યના જુદા જુદા શહેરોમાં કરાઈ સપ્લાય

અમદાવાદના ઈસનપુરથી 4 આરોપી પણ સકંજામાં આવ્યા છે. જેની પૂછપરછમાં નકલી દવાના તાર મેડિકલ સ્ટોરથી લઈને ડોક્ટર સુધી જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે.. આ તો ગણ્યા ગાંઠ્યા નામ છે જે નકલી દવાના કૌભાંડમાં સામે આવ્યા છે. પણ રાજ્યભરમાં આવા અનેક નફાખોર બેઠા છે જે આપણાં આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે.. અને લાખો, કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.. કેન્દ્ર સરકારે એવી 300 દવાઓ નક્કી કરી છે જેના પર ક્યૂઆર કોડ હોય છે. જેને સ્કેન કરતા તેની સાચી વિગતો આપણને ખબર પડે છે. દવા નકલી નથી એ ક્યૂઆર કોડની મદદથી જાણી શકાય છે. પહેલી ઓગસ્ટથી દેશમાં તાવ, દુખાવો, ડાયાબિટિસ, આર્થરાઈટીસ જેવા રોગોની 300 જેટલી દવાઓ પર ક્યૂઆર કોડનો નિયમ લાગૂ થયો છે. છતાં, આ મોરચે હજુ વધારે આક્રમકતાથી કામ કરવાની જરૂર છે. નકલી દવાઓ સાથે દવાઓમાં નફાખોરી સામાન્ય માણસનો જીવ લેનારી સાબિત થાય છે.

  • નકલી દવા કૌભાંડમાં આરોપીઓની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા 
  • ખિમારામ નામના વ્યક્તિ પાસેથી નકલી દવાના 99 બોક્સ મળ્યા હતા 
  • ખિમારામે આ દવા વટવાના અરુણ અમેરા પાસેથી લીધી હોવાનું ખૂલ્યું
  • અરુણ અમેરાએ આ દવાનો જથ્થો ઇસનપુરના વિપુલ દેગડા પાસેથી લીધો હતો

ગુજરાતમાં નકલી દવા વેચવાનો પર્દાફાશ થયો છે. નકલી દવાઓ હિમાચલપ્રદેશમાં બની હોવાનો દાવો હતો. હિમાચલપ્રદેશમાં તપાસ કરતા ત્યાં આવી કોઈ કંપની અસ્તિત્વમાં નથી. હિમાચલપ્રદેશમાં આવા પ્રકારની કોઈ કંપની દવા બનાવતી જ નથી. નકલી એન્ટીબાયોટીક દવાઓ રાજ્યના જુદા જુદા શહેરોમાં સપ્લાય કરાઈ છે.  ડૉક્ટર્સને તથા વિવિધ મેડિકલ સ્ટોર્સમાં વગર બિલે સપ્લાય કર્યો છે.  ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નડિયાદ, સુરત, અમદાવાદ, રાજકોટમાં કરી તપાસ હાથ ધરી છે.  અલગ અલગ શહેરમાંથી આશરે 10.50 લાખનો નકલી દવાનો જથ્થો ઝડપાયો છે. 


નકલી દવાકાંડમાં કોણ કોણ સામેલ?
નકલી દવા કૌભાંડમાં આરોપીઓની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા થવા પામ્યા છે.  ખિમારામ નામના વ્યક્તિ પાસેથી નકલી દવાના 99 બોક્સ મળ્યા હતા.  ખિમારામે આ દવા વટવાના અરુણ અમેરા પાસેથી લીધી હોવાનું ખૂલ્યું હતું. અરુણ અમેરાએ આ દવાનો જથ્થો ઇસનપુરના વિપુલ દેગડા પાસેથી લીધો હતો. વિપુલ દેગડા પાસેથી જુદી જુદી 5 બનાવટી એન્ટીબાયોટીક દવાઓ મળી હતી.   વિપુલ દેગડાએ આ દવાઓનો જથ્થો દર્શન વ્યાસ પાસેથી લીધો હતો. વિપુલ દેગરાની પૂછપરછમાં વધુ એક નામ વિશાલ મકવાણાનું સામે આવ્યું છે.  વિશાલ મકવાણા નારોલ વિસ્તારમાં મૂન મેડિકલ સ્ટોરનો માલિક છે.  વિશાલ મકવાણાએ આ બનાવટી દવાઓ અન્ય મેડિકલ સ્ટોર તેમજ ડૉક્ટર્સને વેચી હતી.  આરોપી વિશાલ મકવાણા ફાર્મસિસ્ટનું લાઇસન્સ પણ ધરાવતો નથી.
 

પોલીસે આરોપીની ધરપકડ કરી

નકલી દવાઓ પર લાગશે અંકુશ?
બનાવટી દવાઓ પર અંકુશ લગાવવા સરકારે નિર્ણય લીધો છે.  300 જેટલી દવાના પેકેટ પર હશે QR કોડ હશે. દુખાવો,તાવ,પ્લેટલેટ્સ,સુગરની દવા પર QR કોડ હશે.  વિટામિન સપ્લિમેન્ટ્સ,ગર્ભનિરોધક,થાઈરોડની દવાઓ પર QR કોડ હશે.  બનાવટી દવાના વેપારને અંકુશમાં લેવા, ખરીદનારને માહિતી આપવા માટે પગલું ભર્યું છે.  સરકારે ડ્રગ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ,1940માં સુધારો કર્યો છે.  દવા બનાવતી કંપનીઓ માટે દવા પર QR કોડ ફરજાયિત લગાવવો પડશે. દવા પર સૌથી પહેલા યુનિક આઈડેન્ટિફિકેશન કોડ હશે. આ કોડમાં કંપનીઓએ દવાનું નામ અને જેનેરિક નામ જણાવવાનું રહેશે. બ્રાન્ડ અને ઉત્પાદકની માહિતી આપવાની રહેશે. બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ, એક્સપાયરી ડેટ, લાયસન્સની માહિતી આપવાની રહેશે.

નફાખોરી માટે નકલી દવાનો વેપલો
બનાવટી દવાઓ દર્દીઓને ફાયદો કરતી નથી. DTABએ જૂન 2019માં પ્રસ્તાવને મંજૂરી આપી હતી.  દાવો કરાયો હતો કે ભારતમાં બનેલી 20% દવા નકલી છે. સરકારી રિપોર્ટ મુજબ 3% દવાઓની ગુણવત્તા નબળી છે. વર્ષ 2011થી સરકાર આ સિસ્ટમને લાગુ કરવા માટે પ્રયાસ કરી રહી હતી. ફાર્મા કંપનીઓના વારંવાર ઈનકારના કારણે નિર્ણય ન હોતો લઈ શકાયો. કંપનીઓની માગ હતી કે સમગ્ર દેશમાં એક સમાન QR કોડ લાગુ કરવામાં આવે.

API શું છે?  
API એટલે સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો છે.  મધ્યવર્તી,ગોળીઓ,કેપ્સ્યુલ્સ,સીરપ માટે આ કાચો માલ છે. કોઈપણ દવાના નિર્માણમાં API મુખ્ય ભૂમિકા ભજવે છે. ભારતીય કંપનીઓ મોટાભાગે આના માટે ચીન પર નિર્ભર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ