બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Whispers of rains begin in these districts of Gujarat, good news for contractual employees, board date of Ghoran 10-12 announced

2 મિનિટ 12 ખબર / ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદના સુસવાટા શરૂ, કરાર આધારિત કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, ઘોરણ 10-12ના બોર્ડની તારીખ જાહેર

Vishal Khamar

Last Updated: 11:34 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news: આજે વર્લ્ડ કપની મહત્વની મેચમાં મેઘરાજા વિલન બનવાની શક્યતા છે. તો રાજ્ય સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે.

Meteorological department forecast light rain amid cloudy weather in Ahmedabad on October 14 and 15

ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટનો મહાજં 14 ઓક્ટોબરે એટલે કે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ખેલાશે. આ મેચને લઇને ક્રિકેટરસિકોમાં અનોરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત સહિત વિશ્વભરના લોકોની નજર આ મેચ પર છે. અમદાવાદમાં ચોરેચૌટે ક્રિકેટના પરંપરાગત કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ લડતમાં કોણ જીતશે તેની રસપ્રદ ચર્ચાઓ સતત ચાલી રહી છે. આ વચ્ચે ક્રિકેટપ્રેમીઓ માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચમાં વરસાદ વિઘ્ન બની શકે છે. અમદાવાદમાં 14 અને 15મી ઓક્ટોબરે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ 2024 દરમિયાન લેવાશે. આ પરીક્ષા નવી શિક્ષિણ નીતિ મુજબ લેવાશે. 

Gujarat government's big decision: If a contractual employee dies while on duty, Rs. 14 lakh will be given

રાજ્ય સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કરારના સમય દરમિયાન કર્મચારીનું અવસાન થાય તો કર્મચારીના પરિવારને આર્થિક સહાય આપવામાં આવશે. ફરજ દરમિયાન અવસાન થાય તો આશ્રિતોને રૂ.14 લાખની સહાય મળશે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ મામલે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ કરારીય સમયગાળા દરમિયાન અવસાન પામનાર વર્ગ - 3અને વર્ગ - 4ના ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય આપવામાં આવશે. 

DGP એ માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને ગુજરાત પોલીસ તરફથી તમામ વ્યવસ્થા કરી લેવામા આવી છે. કાયદો અને વ્યવસ્થાને ધ્યાને લઈને સ્ટેડિયમમાં ટ્રાફીક ટીમ અસામાજીક તત્વો પર વોચ રખાશે. અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે સુરક્ષા રખાઈ છે. માત્ર સ્ટેડિયમ જ નહીં પરંતુ સ્ટેડિયમ બહાર પણ પોલીસ અધિકારીઓ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવાશે.

Notification published regarding the examination of Deputy Section Officer Naib Mamlatdar


તા. 15 ઓક્ટોબર 2023 રવિવારના રોજ 11 થી 1 વાગ્યા દરમિયાન પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશ દર્શાવતું જાહેરનામું ફરમાવ્યું છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટર ના વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા પર તથા પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્ષ સેન્ટર ચાલુ રાખવા ઉપરાંત પરીક્ષા સ્થળની આજુબાજુ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા અને પરીક્ષા સ્થળ પર વિદ્યાર્થી શિક્ષકોએ મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈ જવા ઉપરાંત પરીક્ષા સ્થળમાં ગેરકાયદે પ્રવેશ સહિત 8 વસ્તુઓ પર  પ્રતિબંધિત હુકમો જાહેર કર્યા છે. જેના ઉલ્લંઘન બદલ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

જૂનાગઢ,  જેતપુર, અમરેલી જીલ્લાનાં વાતાવરણમાં એકાએક પલ્ટો આવતો કંઈક અંશે લોકોએ બફારાથી રાહત મેળવી હતી. અમરેલીનાં બગરસા અને ફૂંકાવાવમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અત્યંત ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોએ ઠંકનો અનુભવ કર્યો હતો. હાલ મગફળીની સિઝન ચાલુ હોઈ ખેડૂતો નુકશાન થવાની ભીંતી સેવી રહ્યા છે.  બગસરા ગ્રામ્ય બાદ કુકાવાવમાં પણ વરસાદ પડ્યો હતો. 

All mobiles in Gujarat will ring together at this time

સમગ્ર રાજ્યમાં તા.૧૬ ઓક્ટોબર ૨૦૨૩ સોમવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે 'Large Scale Testing of Cell Broadcast' થનાર છે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમએ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર,બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઈલ ઉપકરણો દ્વારા જાહેર જનતાને સલામતી માટે મોકલવામાં આવશે. આ અંગેના આપના મોબાઈલ ઉપર ટેસ્ટીંગ મેસેજ પ્રસારિત થશે. 

આજે ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023 ની મેચ રમાવા જઈ રહી છે. ત્યારે મેચને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

In the midst of Hamas-Israel war, PM Modi appealed to the world about terrorism, saying that it is sad that

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના દ્વારકામાં નવનિર્મિત યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત P20 સમિટનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ G20 સભ્ય દેશોના અધ્યક્ષોને પણ સંબોધિત કરતાં સમયે ઈઝરાયેલ પર હમાસના હુમલાનો સીધો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે 'દુનિયાને હવે અહેસાસ થવા લાગ્યો છે કે કોઈપણ હિસ્સામાં કોઈપણ આતંકવાદી ઘટના માનવતા વિરુદ્ધ ગુનો છે. '

SHUBHMAN GILL WILL PLAY IN IND VS PAK WORLDCUP 2023 SAYS ROHIT SHARMA

ભારત અને પાકિસ્તાનની વચ્ચે વર્લ્ડ કપ 2023ની મેચ આજે થવા જઈ રહી છે. આ મેચથી પહેલા ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટું ટેન્શન યુવા ઓપનર શુભમન ગિલની ફિટનેસ છે. થોડા સમય પહેલાં ગિલને ડેન્ગ્યૂ થયો હતો જેના લીધે તે કેટલીક મેચ નહોતા રમી શક્યાં. હવે પાકિસ્તાન સામે થવા જઈ રહેલી મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટી રાહત મળી છે. 

લાંબા સમય પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરેલા ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ડેરીલ મિશેલ સાથે મળીને શાનદાર ઇનિંગ્સ રમી અને વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામે તેની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. ડેરીલ મિશેલ 89 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. કેપ્ટન વિલિયમસન 78 રન બનાવીને નિવૃત્ત થયો હતો. વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડનો આ સતત ત્રીજો વિજય હતો. આ દરમિયાન બાંગ્લાદેશ તરફથી મુસ્તફિઝુર અને કેપ્ટન શાકિબે 1-1 વિકેટ લીધી હતી. 

Biggest bogus billing scam busted in Rajkot


રાજ્યમાં અવારનવાર બોગસ બિલિંગ કૌભાંડના ભૂત ધૂણતા હોય છે. તેવામાં રાજકોટમાં અત્યાર સુધીનું સૌથી મોટુ બોગસ બિલિંગ કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. તપાસમાં રાજકોટ સોની બજારમાં 1467 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું છે.  જેને લઈને રાજકોટના આસ્થા ટ્રેડર્સના હિતેશ લોધિયાની ધરપકડ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ