બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Which side of the rain in Gujarat today? What is the decision of QR code in all public transport?

2 મિનિટ 12 ખબર / આજે ગુજરાતમાં કઈ બાજુ વરસાદના વરતારા? તમામ જાહેર પરિવહનમાં QR કોડનો નિર્ણય શું? ટીમ ઈન્ડિયાનું ટોપે ટોપ

Vishal Khamar

Last Updated: 07:18 AM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news: હવામાન નિષ્ણાંતે આગામી સમયમાં 27-28 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. તો કૃષિ મંત્રી પુરથી નુકશાન થયેલ વિસ્તારોની મુલાકાત લેશે.

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, બંગાળની ખાડીમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું હતું અને હવે તે લો-પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. આ સિસ્ટમ લો-પ્રેશર એરિયા બન્યા બાદ આગળ વધશે અને તે ફરી ગુજરાત કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસાવે તેવી શક્યતા જણાઈ રહી છે.  ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે. તા. 9 અને 10 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે. 

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ બનશે જે દેશના પૂર્વિય ભાગોમાં ભારે વરસાદ લાવશે. નવી વરસાદી સિસ્ટમના કારણે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે 27-28 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. સાથે પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. 

ભારત-કેનેડા વિવાદ વકર્યો છે. ખાલિસ્તાની નેતાની હત્યાનો આરોપ ભારત સરકાર પર લગાવ્યા બાદ કેનેડા સાથેના ભારતના સંબંધો વણસી રહ્યાં છે. ખાલિસ્તાનને સમર્થન આપવા બદલ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની ભારે ટીકા થઈ રહી છે. તો બે દિવસ પહેલા ખાલિસ્તાની સમર્થક ગુરપતવંત સિંહ પન્નુએ હિન્દુઓને કેનેડા છોડીને ભારત જવા કહ્યું હતું. જે બાદમાં ભારતથી કેનેડા અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધ્યા બાદ પણ કેટલાક ગુજરાતીઓએ કેનેડા જવા માટે ઈચ્છા દર્શાવી છે.

તાજેતરમાં દક્ષિણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં પુરે ભારે તારાજી સર્જી છે. પુરગ્રસ્ત વિસ્તારની કૃષિમંત્રી રાઘવજી પટેલ મુલાકાત કરશે. નર્મદા નદીમાં પૂરમાં થયેલ નુકશાન બાબતે કૃષિ મંત્રી સમીક્ષા કશે. તેમજ પુરનાં કારણે કૃષિમાં નુકશાન સહિતની બાબતો પર સમીક્ષા કરશે. ત્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થાનિકો સાથે કૃષિમંત્રી ચર્ચા કરશે. આણંદની મહી નદીમાં પુરની અસરને પગલે સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. જીલ્લા ખેતીવાડી વિભાગે 20 ટીમો બનાવી સર્વે હાથ ધર્યો હતો. ગ્રામ સેવકો અને તલાટીઓને સર્વેની કામગીરી સોંપાઈ છે. મહી નદીકાંઠે આવતા 17 ગામોમાં સર્વે થશે. પુરનાં પાણી ઓસરતા જ સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. એક સપ્તાહમાં નુકશાનીનો રિપોર્ટ તૈયાર કરવા તંત્ર દ્વારા આદેશ આપ્યો છે. 


થોડા સમય પહેલા અમદાવાદનાં એક દંપતી પાસેથી 2 ટ્રાફિક પોલીસ તેમજ એક ટીઆરબી જવાન કરેલ તોડકાંડ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બાદ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકારે કોર્ટમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ જાહેર પરિવહનનાં વાહનો પર QR  કોડ લગાવાશે. જેથી પોલીસ દ્વારા થતી હેરાનગતિ કે પરેશાનીનાં સંજોગોમાં QR કોડ સ્કેન કરી સીધી ફરિયાદ નોંધાવી શકાશે.

હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તર પશ્ચિમ અને તેના પટ્ટા પર આવેલ પશ્ચિમી મધ્ય ભારતનાં રાજ્યોમાં આવનારાં 5 દિવસો વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. આ સિવાય પશ્ચિમી રાજસ્થાનમાં 25 સપ્ટેમ્બરથી સાઉથવેસ્ટ મોનસૂનનાં પાછા વળવાની સંભાવના છે. જો કે  બિહાર, ઝારખંડ, હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કમ અને નોર્થઈસ્ટમાં 22 અને 23 સપ્ટેમ્બરનાં ભારે વરસાદ થવાની આગાહી છે. મધ્યભારત, વિદર્ભ અને છત્તીસગઢમાં આજે કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.

ભારતીય જનતા પાર્ટીનાં લોકસભા સાંસદ રમેશ બિધૂડીએ પોતાના સંસદ સહયોગી બહુજન સમાજ પાર્ટીનાં દાનિશ અલીની સામે હિંસક મુસ્લિમ વિરોધી અપશબ્દોનો ઉપયોગ કર્યો. ગુરુવારે બિધૂડી દ્વારા સંસદમાં કહેવામાં આવેલી વાતો વાયરલ થઈ. જો કે સંસદયી કાર્યવાહીથી તેમની વિવાદસ્પદ ટિપ્પણીને હટાવી દેવામાં આવી છે. બસપાએ રમેશ બિધૂડીની સદસ્યતા રદ કરવાની માંગ કરી છે.

ભાજપના રમેશ બિધુરીએ લોકસભામાં બસપાના સાંસદ દાનિશ અલી સાથે ગેરવર્તણૂક કરી હતી. તેઓએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો, અપશબ્દોનો ઉપયોગ કર્યો અને તેને બહાર જોવાની ધમકી પણ આપી. આ અંગે હોબાળો મચી ગયો છે. માયાવતી, લાલુ યાદવ અને કોંગ્રેસના જયરામ રમેશ સહિત અનેક નેતાઓએ કાર્યવાહીની માંગ કરી છે. દરમિયાન દાનિશ અલીએ કહ્યું છે કે તે ખૂબ જ દુઃખી છે અને અપમાનને કારણે આખી રાત સૂઈ શક્યો નથી. 

અરૂણાચલ પ્રદેશના ખેલાડીઓને એશિયન ગેમ્સમાં ચીનની તરફથી એન્ટ્રી ન આપવા પર ભારતે મોટો નિર્ણય કર્યો છે. ભારતે ચીન સામે કડક વિરોધ વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે એશિયન ગેમ્સનો પ્રવાસ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. 

શુક્રવારે સ્થાનિક શેરબજારોમાં ફરી એકવાર અરાજકતા જોવા મળી હતી. આ સતત ચોથું ટ્રેડિંગ સેશન હતું જ્યારે માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 30 શેર પર આધારિત 221.09 પોઈન્ટ અથવા 0.33 ટકાના ઘટાડા સાથે 66,009.15 પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 69 પોઈન્ટ અથવા 0.34 ટકાના ઘટાડા સાથે 19674.30 ના સ્તર પર બંધ થયો હતો. શુક્રવારના કારોબારમાં પાવર ગ્રીડ, એશિયન પેઈન્ટ્સ, કોલ ઈન્ડિયા, એનટીપીસી અને એચડીએફસી લાઈફ નિફ્ટીના ટોપ ગેનર હતા. જ્યારે એચડીએફસી બેન્ક, અલ્ટ્રાટેક, ડીઆરએલ અને વિપ્રો નિફ્ટીના ટોપ લૂઝર હતા.

અમદાવાદમાં આજે સોનાનાં ભાવમાં આશરે 200 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. 22 કેરેટ સોનાની કિંમત આજે 54900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 59890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ.  આજે વૈશ્વિક બજારોમાં સોનાનો ભાવ ઘટાડા બાદ 1925 અમેરિકન ડોલર પ્રતિ ઔંસ પર રહ્યાં.

ટીમ ઈન્ડિયાએ મોહાલી વનડેમાં 5 વિકેટે જીત મેળવીને 3 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ગિલ-ઋતુરાજની શાનદાર ઇનિંગ્સ બાદ અંતે રાહુલ અને સૂર્યકુમાર યાદવની નિયંત્રિત ઇનિંગ્સે ટીમ ઇન્ડિયાને શાનદાર જીત અપાવી હતી.ટીમ ઈન્ડિયાએ મોહાલી વનડેમાં 5 વિકેટે જીત મેળવીને 3 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પહેલી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ