બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Which party's grip on diamond workers in Surat

ગુજરાત ચૂંટણી / 2017માં ભાજપની જીતનું મહત્વનું ફેક્ટર એવા હીરા ઉદ્યોગથી જોડાયેલા શ્રમિકો કોની સાથે?, સુરતની આ 5 બેઠકો પર કાઢી શકે ધાર

Dinesh

Last Updated: 09:51 PM, 20 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાજકીય પક્ષોની નજર હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો પર ટકેલી છે, હીરાના શ્રમિકોનો રાજ્યની છ બેઠકો પ્રભાવ છે

  • સુરતમાં હિરાના શ્રમિકો પર કઈ પાર્ટીનો દબદબો
  • હીરાના શ્રમિકોનો રાજ્યની છ બેઠકો પર પ્રભાવ
  • 2017ની સુરતની પાંચે બેઠક ભાજપે જીતી હતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોની નજર હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો પર ટકેલી છે. રાજકીય વિશ્લેષકો કહે છે કે સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો ગુજરાતમાં ઓછામાં ઓછી છ બેઠકો પર પોતાનો પ્રભાવ ધરાવે છે. ગુજરાતમાં આશરે 15 લાખ હીરા શ્રમિકો છે, જેમાંથી લગભગ સાત લાખ સુરતમાં કામ કરે છે જે હીરા કાપવાનું અને પોલિશ કરવાનું કામ કરે છે. ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને રાજ્યના કેટલાક ઉત્તરીય જિલ્લાઓમાં પણ હિરા ઉદ્યોગ કાર્યરત છે.

કોર્પોરેશનની ચૂંટણીમાં આપનો રહ્યો હતો દબદબો
સુરતમાં હીરાના શ્રમિકના પ્રતિનિધિઓએ પહેલાથી જ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી, વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સંપર્ક કરી હીરામાં સ્થાનિક સંસ્થા દ્વારા રૂ. 200ના પ્રોફેશનલ ટેક્સ અને શ્રમ કાયદા અંગે તેમની ચિંતા વ્યક્ત કરી છે તેમેજ ઉદ્યોગને અમલ કરવા વિનંતી કરી હતી. વિશ્લેષકોએ જણાવ્યા મુજબ 2021માં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAPએ 120 માંથી 27 બેઠકો જીતી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ તેવો જ પ્રભાવ બતાવશે તેવી પાર્ટી સંભવના પણ વ્યક્ત કરી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે.

સુરત શહેરમાં હીરાના શ્રમિક મતદારોની સંખ્યા વધુ
રાજકીય વિશ્લેષક જણાવ્યું હતું કે આશરે સાત લાખ શ્રમિક છે જેમને રત્ન કલાકારોના નામથી ઓળખવામાં આવે છે. સુરત શહેરમાં કાચા હીરા કાપવા અને પોલિશ કરવામાં અનેક કારીગરો કામે લાગેલા છે. તેમાય મોટાભાગના સૌરાષ્ટ્ર વિસ્તારના છે જે પાટીદાર સમાજના છે તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્રના બિન-પાટીદાર સમુદાયના કાર્યકરો પણ સુરતમાં સ્થાયી થયા છે. તેઓ એકબીજાને સારી રીતે ઓળખે છે અને એકબીજા સાથે સારા સંબંધો ધરાવે છે. તેમણે કહ્યું કે, હીરાના શ્રમિકોનું કોઈ પણ રાજકીય પક્ષ સમર્થન મેળવું સરળ છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એકમોના માલિકો જેમણે ભાજપને ટેકો આપે છે, તેઓ પણ તેમના શ્રમિકોને મત માટે પ્રભાવિત કરી શકે છે.

હીરાના શ્રમિકોનો રાજ્યની છ બેઠકો પર પ્રભાવ
સુરતમાં વરાછા રોડ, કતારગામ, કરંજ, કામરેજ અને સુરત (ઉત્તર) વિધાનસભા બેઠકોના પરિણામામાં સૌરાષ્ટ્રના લોકો ત્યા વસવાટ કરે છે જે હીરા ઉદ્યોગ તેમજ એમ્બ્રોઇડરી અને અન્ય નોકરીઓ સાથે સંકળાયેલા છે. તેમણે જણાવ્યું હતું કે,  AAPએ આ વિધાનસભા મતવિસ્તારો હેઠળ આવતા વિસ્તારોમાંથી 27 સ્થાનિક સ્વરાજ્યની બેઠકો જીતી હતી. કતારગામથી આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા મેદાનમાં ઉતાર્યા છે. તેમજ સુરતના વરાછા બેઠક પર પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથિરિયાને મેદાનમાં ઉતાર્યા છે. 

2017ની ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો જીતી હતી
2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ તમામ બેઠકો જીતી હતી. ભાજપે પાંચમાંથી ચાર બેઠકો પર સિટિગ ધારાસભ્યોને ટિકિટ આપી છે. હીરા ઉદ્યોગપતિ અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના પ્રમુખ દિનેશ નાવડિયાએ દાવો કર્યો હતો કે AAPની આ બેઠકો જીતવાની શક્યતા એટલી સારી દેખાતી નથી. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી ચૂંટણીમાં કોઈ અસર છોડે તેવી શક્યતા પણ નથી. ડાયમંડ યુનિટના માલિકો ભાજપને તેમનું સમર્થન આપે છે. કોર્પોરેશનની ચૂંટણીમાં AAPએ કોંગ્રેસ હસ્તકની બેઠકો જીતી હતી અને જેની ભાજપને બહુ અસર થઈ નથી. 

આ ચૂંટણીમાં કોનો રહેશે દબદબો!
તેમણે કહ્યું કે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દર મહિને હીરાના કામદારો પાસેથી પ્રોફેશનલ ટેક્સ તરીકે રૂ. 36 કરોડ વસૂલ કરે છે અમે જે વખતે આ લાગુ કરાઈ હતી ત્યારથી સરકારને અમે વિનંતી પણ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, ઉદ્યોગપતિઓ અને સરકારની મિલીભગતથી કામદારોનું શોષણ થાય છે. તેમણે કહ્યું કે લોકો કહે છે કે સુરતમાં AAPનો દબદબો છે તેમણે કહ્યું કે, વિપક્ષમાં હોવા છતાં AAP હીરાના કામદારોને અસર કરતા મુદ્દાઓ ઉઠાવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે સુરતમાં આશરે 5,000 હીરાના એકમોમાં લગભગ સાત લાખ કામદારો કામ કરે છે. તેમણે ધ્યાન દોર્યું કે આ 5,000 એકમોમાંથી માત્ર 300 પાસે જ રાજ્યના ફેક્ટરી એક્ટ હેઠળ લાઇસન્સ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ