બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / When will the Lattakanda stop in Gujarat?

ગાંધીનગર / ગુજરાતમાં ક્યારે બંધ થશે લઠ્ઠાકાંડ? છેલ્લા 15 વર્ષના આંકડા જોઈને મગજ ચકરાઈ જશે

Vishal Khamar

Last Updated: 03:51 PM, 15 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દહેગામના લીહોડા ગામે ઝેરી દારૂ પીતા 2ના મૃત્યુ થયા છે. લઠ્ઠાકાંડમાં 9 લોકોની તબિયત લથડી છે ત્યારે ગાંધીના ગુજરાતમાં હવે તો સરકારે દારૂબંધીમાં નરમાશ પણ વર્તી લીધી છે. ગાંધીનગર ગિફ્ટસિટીમાં દારૂને છૂટ આપી છે પણ દારૂબંધીની બાંગ ફુંકનારા રાજ્યમાં છાશવારે આવા લઠ્ઠાકાંડ કેવી રીતે બની જાય છે.

  • દહેગામનાં લીહોડા ગામે ઝેરી દારૂ પીતા 2 લોકોનાં મૃત્યું
  • લઠ્ઠાકાંડમાં 9 લોકોની તબિયત લથડી
  • 2022માં બોટાદ જિલ્લાના બરવાળામાં લઠ્ઠાકાંડમાં 42 ના મોત

રાજ્યમાં છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો સૌથી નજીકમાં બનેલો ખેડાનો સિરપકાંડ પણ નશાનો જ વેપલો હતો. જેમાં કેમિકલનાં વધુ પ્રમાણમાં કરાયેલ ઉપયોગનાં કારણે એક જ ગામના 7 લોકોના મૃત્યુ થયા હતા. આ સિરપકાંડનું નેટવર્ક ખેડા આણંદ,વડોદરા અને મુંબઇ સુધી ફેલાયેલું હતું. આ  ઘટનામાં બોટાદના બરવાળામાંથી ઝડપાયેલાં કેમિકલકાંડમાં 41 લોકોના મૃત્યુ થયા હતા અને 117 લોકોને તેની અસર થઇ હતી. વર્ષ 2016 સુરતના કડોદરામાં 19ના મૃત્યુ થયા હતા. જ્યારે વર્ષ 2009માં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં દોઢસોથી વધુના મૃત્યુ થયા હતા અને 200થી વધુ  લોકોને અસર થઇ હતી. જિલ્લામાં પણ કેમિકલથી બનતા દારૂ અને દેશી લઠ્ઠાને કારણે મૃત્યુની ઘટનાઓ બનેલી છે.

Laththakand returns in Gujarat, 38 died after drinking poisoned liquor in Barvala of Botad
ફાઈલ ફોટો

વધુ વાંચોઃ ભાજપની હપ્તાખોરીના કારણે ગુજરાતમાં લઠ્ઠાકાંડ થાય છે: કોંગ્રેસના પ્રહાર

જુલાઈ 2022, બોટાદ જિલ્લાના બરવાળા માં લઠ્ઠાકાંડ માં 42 લોકો મોતને ભેટ્યા હતા
બરવાળા લઠ્ઠાકાંડ બાદ પોલીસની દેખાવરૂપી કામગીરી સામે આવી રહી છે. ત્યારે જુલાઈ 20222 માં બોટાદ જીલ્લાનાં બરવાળામાં લઠ્ઠાકાંડમાં 42 લોકોનાં મોત નિપજ્યા હતા. જે બાદ રાજ્યભરમાં પોલીસે દારૂનાં અડ્ડાઓ પર દરોડો પાડ્યા હતા. જેમાં પોલીસે રાજ્યભરમાંથી 2600 વ્યક્તિની અટકાયત કરી હતી. તેમજ પોલીસે રૂા. 1.5 કરોડનો દારૂ પકડ્યો હતો. રાજ્યભરમાં આઈએમએમએલનાં 198 કેસ પોલીસે કર્યા હતા. જ્યારે 191 દારૂનાં વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરી હતી. તેમજ દેશી દારૂ વેચવાનાં 3971 કેસ કર્યા હતા. જે ગુનામાં 2405 લોકોની ધરપકડ કરી હતી. રાજ્ય પોલીસ વડાએ છ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. જ્યારે ત્રણ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. તેમજ 20 વ્યક્તિઓ સામે આઈપીસી 302 હેઠળ અને ષડયંત્ર હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. FSL  નાં રિપોર્ટ મુજબ દારૂમાં 99 ટકા મીથાઈલ હતું.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ