બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / whatsapp will end support for more than 25 android and iphones after 24 october
Arohi
Last Updated: 12:32 PM, 16 October 2023
ADVERTISEMENT
ઈન્સ્ટન્ટ મેસેજીંગ એપ્લિકેશન WhatsApp પોતાના યુઝર્સની સુવિધા માટે નવા નવા ફિચર્સ અને અપડેટ લાવતું રહે છે. યુઝર્સના એક્સપીરિયન્સને સારો બનાવવા માટે કંપની કંઈકને કંઈક નવું કરવાનો પ્રયત્ન કરે છે.
જોકે આ વચ્ચે વોટ્સએપએ એક મોટી જાહેરાત કરી છે. કંપની ટૂંક સમયમાં જ અમુક એન્ડ્રોયડ એનો iOS ડિવાઈસથી પોતાનો સપોર્ટ હટાવવાની છે એટલે આ સ્માર્ટફોન્સ પર WhatsApp નહીં ચાલે.
ADVERTISEMENT
24 ઓક્ટોબર બાદ અમુક ફોનમાં નહીં ચાલે WhatsApp
તમને જણાવી દઈએ કે 24 ઓક્ટોબર બાદથી અમુક એન્ડ્રોયડ અને એપ્પલ આઈફોન્સ પર વોટ્સએપ બંધ થઈ જશે. એક રિપોર્ટ અનુસાર જુના આઈફોન્સ અને એન્ડ્રોયડ ફોનમાં વોટ્સએપ નહીં ચાલે.
WhatsAppની તરફથી આ પહેલા પણ એન્ડ્રોયડ સ્માર્ટફોનથી WhatsAppનો સપોર્ટ હટાવવામાં આવ્યો છે. કંપની સમય સમય પર સિક્યોરિટીને ધ્યાનમાં રાખતા આવા પગલાં ભરે છે.
જણાવી દઈએ કે તમારી પાસે કોઈ એવું ડિવાઈસ છે જે હજુ એન્ડ્રોયડ ઓએસ વર્ઝન 4.1 પર ચાલી રહ્યું છે તો તેના પર 24 ઓક્ટોબરથી WhatsAppનો સપોર્ટ બંધ થઈ જશે. લગભગ 25 સ્માર્ટફોન્સની લિસ્ટ જાહેર કરવામાં આવી છે જેમાં WhatsApp નહીં ચાલે. જો તમારી પાસે પણ જુનો સ્માર્ટફોન છે તો તમે બને તેટલું જલ્દી બેક અપ લઈ લો જેથી તમારા જરૂરી ડોક્યુમેન્ટ્સ અને ચેટ્સ મિસ ન થાય.
અહીં જુઓ ફોનનું લિસ્ટ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.