બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / whatsapp tips and tricks know about these secret chatting features

તમારા કામનું / WhatsAppના આ ખુફિયા ફિચર્સ વિશે જાણો છો તમે? ચેટિંગને બનાવો વધારે મજેદાર

Arohi

Last Updated: 04:55 PM, 24 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે તમને અમુક એવા ખુફિયા ફિચર્સ વિશે જણાવી રહ્યા છીએ જેના વિશે કદાચ જ તમને જાણકારી હશે.

  • આ રીતે ચેટિંગને બનાવો મજેદાર 
  • વોટ્સએપની આ ટિપ્સ અને ટ્રિક વિશે જાણો 
  • કોઈને નહીં ખબર પડે તમે મેસેજ વાંચ્યો કે નહીં
     

આજકાલ કજાચ જ કોઈ એવું વ્યક્તિ હશે જેની પાસે સ્માર્ટફોન હોય અને તેમાં વોટ્સએપનો ઉપયોગ ન કરતો હોય. વોટ્સએપને વિશ્વની સૌથી લોકપ્રિય મેસેસિંગ એપ કહી શકાય છે. વોટ્સએપ પર તમે વોઈસ અને વીડિયો કોલ્સ કરી શકો છો. સ્ટેટસ લગાવી શકો છો અને નવા અપડેટ્સ બાદ તમે પેમેન્ટ્સ પણ કરી શકો છો. પરંતુ તેના દરેક ફીચર્સમાં જે તમારૂ મુખ્ય ફિચર છે. તે છે ચેટિંગ. ચેટિંગ કરતી વખતે તમે ઈમોજી અને સ્ટિકર્સ જેવા ધણા ફિચર્સનો પ્રયોગ કરી શકો છો પરંતુ અમે આજે તમને અમુક એવા ખુફિયા ફિચર્સ વિશે જણાવી રહ્યા છીએ જેના વિશે કદાચ જ તમને જાણકારી હશે. 

ચેટિંગને બનાવો મજેદાર 
ચેટિંગ કરતી વખતે તમારે વધારે શબ્દો પર અને ભાર આપવા માટે તમે તેને બોલ્ડ ઈટાલિક અને અંડલ લાઈન પણ કરી શકો છો. બોલ્ડ કરવા માટે પોતાના શબ્દોની આગળ અને પાછળ '*' લગાવો. ઈટાલિક કરવા માટે આગળ પાછળ '_'નો ઉપયોગ કરો અને જો તમે આ શબ્દોને કાપવા માંગો છો અથવા સ્ટ્રાઈક કરવા માંગો છો તો '_' સાઈનને શબ્દોની આગળ પાછળ લગાવો. 

કોઈને નહીં ખબર પડે તમે મેસેજ વાંચ્યો કે નહીં
જો તમે એવું નથી જણાવવા માંગતા કે તમે બીજાના મેસેજ ક્યારે વાંચ્યા તો તમે પોતાના ચેટ્સના બ્લૂ ટિક વાળા ઓપ્શન એટલે કે રીડિંગ રીસીટ્સ બંધ કરી શકો છો. સેટિંગ્સમાં જાઓ, એકાઉન્ટ પર ક્લિક કરો અને પછી પ્રાઈવસીમાં જાઓ. રીડિંગ રીસીટ્સના ઓપ્શન પર જઈને તેને બંધ કરી દો. ધ્યાન રહે કે તમે કોઈ બીજાના બ્લુ ટીક પણ નહીં જોઈ શકો. 

લાઈવ લોકોશનનું શેર 
જો કોઈ તમારા ઘરમાં આવવા માંગે છે અને રસ્તો નથી શોધી શકતો તો તમે તે વોટ્સએપથી પોતાનું લાઈવ લોકેશન મોકલી શકો છો. ચેટ વિંડોમાં નીચે આપવામાં આવેલા મેનુ પર ક્લિક કરો અને પછી લીલા રંગના 'લોકેશન' આઈકન પર ક્લિક કરો. એવું કરવા પર તમારૂ લાઈવ લોકેશન શેર કરવાનું ઓપ્શન જોઈ શકાશે. 

તમારો લાસ્ટસિન નહીં જોઈ શકે કોઈ 
વોટ્સએપ પર સેટિંગ્સમાં જઈને એકાઉન્ટ અને પછી પ્રાઈવસી પર ક્લિક કરો. અહીં તમને 'લાસ્ટ સીન'ને હાઈડ કરવાનો ઓપ્શન મળી જશે. તમે ઈચ્છો તો બધાને બતાવી શકો છો કે તમે લાસ્ટ ક્યારે ઓનલાઈન હતા. ફક્ત પેતાના કોન્ટેકટ્સ માટે આ ઓપ્શનને ઓન કરી શકો છો અને દરેક માટે આ ઓફ પણ કરી શકો છો. ધ્યાન રહે બધા માટે ઓફ કરવા પર તમને પણ બીજાનો પણ લાસ્ટ સીન નહીં જોવા મળે. 

લોકોને કરી શકો છો બ્લોક 
જો તને કોઈ સાથે વોટ્સએપ પર વાત નથી કરવા માંગતા તો તમે તેમને ત્યાંથી જ બ્લોક પણ કરી શકો છો. જે કોન્ટેક્સને તમે બ્લોક કરવા માંગો છો. તેની ચેટ ખોલો, સૌથી ઉપર આપવામાં આવેલા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો અને 'મોર'ના ઓપ્શન પર જાઓ. ત્યાં જ તમને બીજુ ઓપ્શન બ્લોકનું મળશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ