બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / whatsapp New Feature whatsapp update use one whatsapp account in 4 phones

ફીચર / WhatsApp પર નવી અપડેટ: જે જોઈતું હતું તે મળી ગયું, હવે ચાર ફોન પર ચાલશે એક જ અકાઉન્ટ, જાણો કઈ રીતે

Manisha Jogi

Last Updated: 12:34 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે તમારો એક જ વ્હોટ્સએપ નંબર ચાર અલગ અલગ ફોનમાં યૂઝ કરી શકશો. આ ફીચરથી પ્રાઈમરી ફોનમાં એક્ટીવ ઈન્ટરનેટ ના હોય તેમ છતાં, અન્ય ડિવાઈસમાં પણ વ્હોટ્સએપ રન થતું રહેશે.

  • WABetaInfoએ આ ફીચર સ્પોટ કર્યું. 
  • જ વ્હોટ્સએપ નંબર ચાર અલગ અલગ ફોનમાં યૂઝ કરી શકશો.
  • વ્હોટ્સએપનું આ ફીચર કમ્પેનિયન મોડથી જોવા મળશે.

સમગ્ર વિશ્વમાં વ્હોટ્સએપનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. વ્હોટ્સએપના એક ફીચરનો લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. અહીંયા મલ્ટીપલ ડિવાઈસ સપોર્ટ અને કમ્પેનિયન મોડની વાત કરવામાં આવી રહી છે. વ્હોટ્સએપ એકાઉન્ટને ચાર સ્માર્ટફોનમાં યૂઝ કરી શકાય છે. મેટા CEO (Meta CEO) માર્ક ઝુકરબર્ગે આ ફીચરનું એલાન કર્યું છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર આ ફીચરની જાણકારી આપવામાં આવી છે. 

વ્હોટ્સએપનું નવું ફીચર
માર્ક ઝુકરબર્ગ જણાવે છે કે, ‘આજથી તમે એક વ્હોટ્સએપ એકાઉન્ટ ચાર ફોનમાં લોગિન કરી શકો છે. વ્હોટ્સએપ યૂઝર્સ ટૂંક સમયમાં આ ફીચરનો ઉપયોગ કરી શકશે. થોડા દિવસ પહેલા આ ફીચર વ્હોટ્સએપ બીટા (Whatsapp BETA) યૂઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું હતું.’

આ નવી અપડેટની મદદથી યૂઝર્સ તમામ ડિવાઈસમાં મેસેજ અને ચેટ સિંક કરી શકશે. જેનો અર્થ છે કે, વ્હોટ્સએપ યૂઝર્સ પોતાનું એકાઉન્ટ એક્સેસ કરવા માટે પ્રાઈમરી ડિવાઈસને સાથે રાખવાની જરૂર નથી. આ ફીચર એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન સાથે આવે છે. આ ફીચર વર્ષ 2021થી વ્હોટ્સએપ બીટા પર ટેસ્ટ કરવામાં આવી રહ્યું હતું. થોડા દિવસ પહેલા જ કંપનીએ આ ફીચર તમામ બીટા યૂઝર્સ માટે રિલીઝ કર્યું છે. 

આ ફીચર કેવી રીતે કામ કરશે?

  • આ ફીચર યૂઝ કરવા માટે સૌથી પહેલા સેકન્ડરી ફોનમાં વ્હોટ્સએપ ઈન્સ્ટોલ કરવાનું રહેશે.
  • વ્હોટ્સએપ ઓપન કરવાથી હેમબર્ગર મેન્યૂ પર ક્લિક કરો, જ્યાં Link to Existing ઓપ્શન હશે. 
  • આ ઓપ્શન પર ક્લિક કરતા એક QR Code  આવશે. હવે પ્રાઈમરી ફોનમાં વ્હોટ્સએપ ઓપન કરો અને લિંક ડિવાઈસ ઓપ્શન પર ક્લિક કરો.
  • સેકન્ડરી ફોન પર દેખાતા QR Code  ને પ્રાઈમરી ફોનમાં સ્કેન કરો. આ પ્રકારે બંને ફોનમાં એક જ વ્હોટ્સએપ એકાઉન્ટ યૂઝ કરી શકાશે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર પ્રાપ્ત થયેલ માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ