બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / What's going on outside, we don't care: Rohit Sharma gave support to Kohli, gave reply to Kapil Dev

ક્રિકેટ / બહાર શું ચાલે છે, અમને તેની પડી નથી: રોહિત શર્માએ આપ્યો કોહલીનો સાથ, કપિલદેવને આપ્યો જવાબ

Megha

Last Updated: 10:20 AM, 11 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટે છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ ઇન્ટરનેશનલ સદી મારી નથી અને હવે વિરાટ ઘણા સમયથી કોઈ મોટો સ્કોર પણ કરી શક્યા નથી.

  • કોહલીના ખરાબ પ્રદશનને કારણે ઘણી વખત હારનો સામનો કરવો પડ્યો
  • કપિલ દેવે પણ કહી હતી મોટી વાત 
  • અમે વિરાટ કોહલીની સાથે છીએ - રોહિત શર્મા

ઈંગ્લેન્ડની સામે ત્રીજી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાને 17 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની આ સિરિજને 2-1 ના અંકોથી તેના નામે કરી લીધી છે અને ઈંગ્લેન્ડ સામે જીત મેળવી છે પણ કિંગ કોહલીના ખરાબ પ્રદશનને કારણે લોકો ગુસ્સે ભરાય છે અને હાલ દરેક લોકોનો નિશાનો કોહલી પર છે. કોહલીના ખરાબ પ્રદશનને કારણે ઘણી વખત હારનો સામનો કરવો પડ્યો છે પણ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ તેમનો બચાવ કર્યો છે. 

ઘણા સમયથી સારા રન બનાવી શક્યા નથી
વિરાટ કોહલી તેમના જુસ્સા માટે જાણીતા છે પણ હાલ ઘણા સમયથી સારા રન બનાવી શક્યા નથી. અને આ વખતે પણ વિરાટ કોહલી એક પણ મેચમાં સારા રન બનાવવામાં નિષ્ફળ ગયા છે. વિરાટને ટી20માં સારું પ્રદશન કરવાનો મોકો મળ્યો હતો પણ તેઓ ફેલ રહ્યા અને બીજી ટી20 મેચમાં ફક્ત એક રન બનાવીને આઉટ થઈ ગયા હતા. 

લોકોએ ઉઠાવ્યા સવાલ 
જો કે વિરાટે છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ ઇન્ટરનેશનલ સદી મારી નથી અને હવે વિરાટ ઘણા સમયથી કોઈ મોટો સ્કોર પણ કરી શક્યા નથી. જેથી લોકો હવે પ્લેઈંગ 11 ની સાથે સાથે ટેસ્ટ મેચ અને ટી20 મેચમાં પણ વિરાટ કોહલીની જગ્યાને લઈને સવાલ ઉઠાવવા લાગ્યા છે. ત્યાં સુધી કે કપિલદેવે પણ કોહલીની જગ્યા પર સવાલ ઉઠાવ્યો હતો. 

કપિલ દેવે પણ કહી હતી મોટી વાત 
કપિલે એક ન્યુઝ સાથેની વાતચીતમાં કહ્યું, જો તમે ટેસ્ટના બીજા સર્વશ્રેષ્ઠ બોલર અશ્વિનને ટીમમાંથી બહાર કરી શકતા હોય તો વિશ્વનો નંબર વન ખેલાડી પણ બહાર થઇ શકે છે. હું ઈચ્છુ છુ કે કોહલી રન બનાવે, પરંતુ અત્યારે વિરાટ કોહલી એવી રીતે રમતા નથી કે જેને આપણે ઓળખીએ છીએ. વિરાટ કોહલીએ પોતાની સિદ્ધીના આધારે નામ બનાવ્યું છે અને જો તે પ્રદર્શન નહીં કરે તો નવા ખેલાડીઓને તમે બહાર રાખી શકશો નહીં.

રોહિતે કર્યો બચાવ
કોહલીનો જગ્યા પર લઈને ઉઠતાં સવાલો વચ્ચે રોહિત શર્માએ કોહલીનો સાથ આપતા કહી દીધું કે,' અમે વિરાટ કોહલીની સાથે છીએ. કોહલી 10 વર્ષ સુધી લગાતાર ટીમને જીત અપાવતા રહ્યા છે અને લોકોના દિલ જીતતા રહ્યા છે. એક બે મેચમાં કોઈનું પર્ફોમન્સ ખરાબ હોય શકે છે પણ અમને એમની ક્વોલિટી પર ઘણો ભરોસો છે. બહાર શું ચાલે છે એમનાથી અમને કોઈ ફરક નથી પડતો પણ અમને ખબર છે કે અંદર શું ચાલે છે. એક ખેલાડીની કવોલિટી મહત્વની છે.'  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ