બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / What will be the rain in your district in next 5 days, what is the warning, 33 district forecast in one click

આગાહી / તમારા જિલ્લામાં આગામી 5 દિવસમાં કેવો પડશે વરસાદ, શું છે ચેતવણી, એક કિલકમાં 33 જિલ્લાની આગાહી

Vishal Khamar

Last Updated: 08:14 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર છે. ત્યારે રાજ્યનાં 58 તાલુકાઓમાં સાંજે 4 થી 6 દરમ્યાન વરસાદ વરસવા પામ્યો છે. જેમાં પોરબંદર, રાણાવાવ, ડીસા તેમજ બોડેલીમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો.

  • રાજ્યનાં 58 તાલુકામાં સાંજે 4 થી 6 વાગ્યા સુધી મેઘમહેર
  • પોરબંદરમાં સૌથી વધુ 2.15 ઈંચ, રાણાવાવમાં 2 ઈંચ
  • ડીસામાં 2 ઈંચ, બોડેલીમાં 1.30 ઈંચ વરસાદ નોંધાયો 

રાજ્યનાં ડિઝાસ્ટર વિભાગ દ્વારા સાંજે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી રાજ્યનાં 58 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં પોરબંદરમાં સૌથી વધુ 2.15 ઈંચ, રાણાવાવમાં  2 ઈંચ, ડીસામાં 2 ઈંચ, બોડેલીમાં 1.30 ઈંચ, જ્યારે ગોંડલમાં પણ 1.30 ઈંચ વરસાદ નોંધાવા પામ્યો હતો.   રાજ્યનાં 90 તાલુકાઓમાં સવારે 6 થી 2 વાગ્યા સુધીમાં 90 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ જામનગર, ધંધૂકા તેમજ જોટાણામાં પડ્યો હતો. 

શનિવારે સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશેઃહવામાન વિભાગ

આ બાબતે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવનારા 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા 3 દિવસ સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. જે બાદ 2 દિવસ ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શનિવારે સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે. તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્રના કાંઠાના શહેરો જામનગર અને દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. તો ભાવનગર, ગીરસોમનાથ સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આવનારા 4 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. તો શનિવારે જૂનાગઢ અને  ગીર સોમનાથમાં રેલ એલર્ટ જાહેર કરાયું છે. 

દક્ષિણ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ત્યારે સુરતમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો. સુરતના કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો.. તો શહેરના અન્ય વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડ્યા હતા. કામરેજ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાવણી લાયક વરસાદ પડ્યો હતો. 

નીચાણવાળા વિસ્તારો સહિત ખેતરોમાં ભરાયા પાણી
સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે વરસાદનાં કારણે નીચાણવાળા વિસ્તારો સહિત ખેતરોમાં પાણી ભરાયા હતા. તેમજ નવાનગર, કંપા, દેરોલ, સારોલી વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. સાંપડ, વાઘપુર, ભાગપુર સહિતનાં ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો.

વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો
ડીસા પંથકમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગત રાત્રે અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ત્યારે વીજળીનાં કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ડીસા પંથકમાં સીઝનનો 37 ટકા વરસાદ નોંધાયો હતો.


દ્વારકાના દરિયામાં આજે કરંટ જોવા મળ્યો
વરસાદી માહોલ વચ્ચે દ્વારકાનાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. દ્વારકાનાં દરિયામાં આજે કરંટ જોવા મળ્યો હતો. દ્વારકાનાં ભડકેશ્વર સહિતનાં વિસ્તારોમાં દરિયામાં મોજા ઉછળ્યા હતા. તેમજ 10 થી 15 ફૂટ જેટલા ઉંચા મોજા કિનારે ઉછળ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ