બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / what to do and what not to do in purushottam maas

ધર્મ / અધિક માસને લઈને આ નિયમો તો ગોખી જ લેજો: ભગવાન વિષ્ણુની કૃપા મેળવવી હોય તો જાણી લો શું કરવું-શું નહીં

Bijal Vyas

Last Updated: 11:16 AM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં અધિક માસનું મહત્વ સમજાવતા ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે આ સમયગાળામાં કઈ વસ્તુઓ કરવી જોઈએ અને કઈ ન કરવી જોઈએ તેની માહિતી આપવામાં આવી છે

  • અધિકમાસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે
  • આ મહિનામાં ભગવાન કૃષ્ણ અને ભગવાન નરસિંહની કથાઓ સાંભળવી જોઈએ
  • અધિકમાસમાં ઘર, મકાન, દુકાન, વાહન, કપડાં વગેરે ખરીદવું જોઈએ નહીં

Adhika Maas 2023:18મી જુલાઈથી અધિકમાસ શરૂ થયો છે અને 16મી ઓગસ્ટને બુધવારે સમાપ્ત થઈ રહ્યો છે. અધિકમાસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે કારણ કે તેના સ્વામી સ્વયં ભગવાન શ્રી વિષ્ણુ છે. હિંદુ ધર્મમાં પુરુષોત્તમ માસનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને ભાગવત કથાનું શ્રવણ કરવું ખૂબ જ પુણ્યકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં કરવામાં આવેલ ધાર્મિક કાર્યો અને પૂજા વધુ ફળ આપે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં અધિક માસનું મહત્વ સમજાવતા ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે આ સમયગાળામાં કઈ વસ્તુઓ કરવી જોઈએ અને કઈ ન કરવી જોઈએ તેની માહિતી આપવામાં આવી છે. આવો તેના વિશે વિગતે જાણીએ........

અધિકમાસમાં શું કરવું?
1. ધર્મના કાર્યો માટે અધિકામાસ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન કૃષ્ણ અને ભગવાન નરસિંહની કથાઓ સાંભળવી જોઈએ. દાન કરવું જોઈએ. અધિકામાસમાં શ્રીમદ્ભગવત, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ, રામ કથા અને ગીતાનો અધ્યાય કરવો જોઈએ. સવાર-સાંજ  'ॐ नमो भगवते वासुदेवाय' મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ.

2. અધિકમાસમાં જપ તપ સિવાય ભોજનનું પણ ધ્યાન રાખવું જોઈએ. આખા મહિનામાં માત્ર એક જ વાર ખોરાક લેવો જોઈએ. આ મહિનામાં ચોખા, જવ, તલ, કેળા, દૂધ, દહીં, જીરું, સિંધવ મીઠું, કાકડી, ઘઉં, વટાણા, સોપારી, મેથી વગેરેનું સેવન કરવાનુ વિધાન છે. આ મહિનામાં બ્રાહ્મણો, ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન અને દાન કરવું જોઈએ.

પુરુષોત્તમ મહિનાનો સૌથી ખાસ ઉપાય: આ 5 ચમત્કારિક મંત્રમાંથી કોઈ એકનો કરો  જાપ, ક્યારેય નહીં થાય પૈસાની કમી / Adhik Maas 2023: Chant these 5 Miracle  Mantras in Adhik Maas ...

3. અધિકમાસમાં દીવાનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. આ સાથે જ આ મહિનામાં એકવાર ધ્વજ દાન પણ કરવું જોઈએ. આ સમયગાળા દરમિયાન સામાજિક અને ધાર્મિક કાર્ય, ભાગેદારી, વૃક્ષારોપણ, સેવા કાર્ય, મુકદ્દમો દાખલ કરવા વગેરેમાં કોઈ દોષ નથી.

4. અધિકમાસમાં લગ્ન નક્કી કરી શકાય છે અને સગાઈ પણ કરી શકાય છે. જમીન અને મકાન ખરીદવા માટે કરાર કરી શકો છો. આ સાથે તમે શુભ યોગ અને શુભ મુહૂર્તમાં ખરીદી પણ કરી શકો છો. આ સિવાય તમે બાળકના જન્મ, શ્રીમંત વગેરે કામો કરી શકો છો.

અધિકમાસમાં શું ના કરવુ જોઇએ?
1. અધિકમાસમાં માંસ-માછલી, મધ, મસૂરની દાળ અને અડદની દાળ, મૂળો, ડુંગળી-લસણ, નશીલા દ્રવ્યો, વાસી અનાજ, રાઇ વગેરેનું સેવન કરવાથી બચવુ જોઈએ.

અધિક માસમાં ભૂલથી પણ ન કરશો આ 10 કામ, ગણાય છે વર્જિત | adhik maas 2020 dont  do these 10 things during adhik maas

2. આ માસમાં નામકરણ, શ્રાદ્ધ, તિલક, મુંડન, કાન વીંધવા, ગૃહ પ્રવેશ, સન્યાસ, યજ્ઞ, દીક્ષા લેવી, દેવ પ્રતિષ્ઠા, વિવાહ વગેરે જેવા શુભ અને શુભ કાર્યો કરવા નિષેધ જણાવવામાં આવ્યા છે.

3. અધિકમાસમાં ઘર, મકાન, દુકાન, વાહન, કપડાં વગેરે ખરીદવું જોઈએ નહીં. જો કે, કોઈ શુભ મુહુર્ત કાઢીને ઘરેણાં ખરીદી શકાય છે.

4. અધિકમાસમાં કોઈને શારીરિક અને માનસિક રીતે નુકસાન ન કરવું જોઈએ. આ મહિનામાં ખરાબ બોલવું, ગુસ્સો કરવો, ખોટું કામ કરવું, ચોરી કરવી, અસત્ય બોલવું, ઘરેલુ વિવાદ વગેરે ન કરવા જોઈએ. તેમજ તળાવ, બોરિંગ, કૂવા વગેરેનો ત્યાગ કરવો જોઈએ.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ