બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / What Manish Doshi said on the report on IAS officer's education, 'Basic lessons for children in assessment itself...'

પ્રતિક્રિયા / 'મૂલ્યાંકનમાં જ બાળકોને પાયાનાં પાઠ...', IAS અધિકારીના શિક્ષણ અંગેના રિપોર્ટ પર શું બોલ્યા મનિષ દોશી

Vishal Khamar

Last Updated: 11:23 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IAS ર્ડા. ધવલ પટેલનો ગુજરાતનાં આદિવાસી વિસ્તારોમાં કથળી રહેલ શિક્ષણને લઈને જે પત્ર વાયરલ થયો છે. તેને લઈને કોંગ્રેસના પ્રવક્તા ર્ડા. મનીષ દોશીએ ગુજરાત સરકાર પ્રહાર કર્યા હતા. તેમજ કહ્યું કહું કે ધવલ પટેલે નિષ્ઠાપૂર્વક મૂલ્યાંકન કરી સત્ય રજૂ કર્યું છે.

  • IAS ડૉ.ધવલ પટેલના શિક્ષણ મુદ્દેના રિપોર્ટ પર બોલ્યા કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનિષ દોશી
  • ધવલ પટેલે નિષ્ઠાપૂર્વકનું મૂલ્યાંકન કરીને સત્ય રજૂ કર્યુ-દોશી
  • 20 વર્ષથી પ્રવેશોત્સવ ચાલે છે તેનો સર્વગ્રાહી રિપોર્ટ રજૂ કરવો જોઈએ-દોશી

IAS ર્ડા. ધવલ પટેલનાં શિક્ષણ મુદ્દેનાં રિપોર્ટ પર કોંગ્રેસ પ્રવક્તા ર્ડા. મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે. જેમાં તેઓએ ધવલ પટેલનાં વખાણ કરતા કહ્યું છે કે ધવલ પટેલે નિષ્ઠાપૂર્વકનું મૂલ્યાંકન કરીને સત્ય રજૂ કર્યું છે. તેમજ 20 વર્ષથી પ્રવેશોત્સવ ચાલે છે તેનો સર્વગ્રાહી રિપોર્ટ રજૂ કરવો જોઈએ. અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી વિસ્તારમાં આ જ હાલત છે. ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. 27 વર્ષથી સરકારમાં શિક્ષણની દુર્દશા થઈ છે. 
વાસ્તવિક ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સામેનો સૌથી મોટો આ અહેવાલ કહી શકાયઃ મનીષ દોશી
આ બાબતે કોંગ્રેસનાં પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે,  રાજ્યનાં ભુસ્તર વિજ્ઞાન શાખાનાં સચિવ કક્ષાનાં અધિકારી અમદાવાદનાં પૂર્વ કલેક્ટર ધવલભાઈ પટેલે શાળાઓનું મૂલ્યાંકન કરી  જે રિપોર્ટ આપ્યો. જેમાં છોટાઉદેપુર જેવા આદિવાસી વિસ્તાર ગ્રામ્ય વિસ્તારનાં ગરીબ બાળકો અને એ ગરીબ બાળકોને છ શાળાઓમાંથી 5 સ્કૂલોની અતિ દયનીય પરિસ્થિતિ, શિક્ષણ નિમ્ન કક્ષાનું અને બાળકોનાં મૂલ્યાંકનમાં જ બાળકોને પાયાનાં પાઠ ભણાવવામાં નથી આવતા. ત્યારે પરિસ્થિતિ જોયા પછી અહેવાલ ચોંકાવનારો છે. અને વાસ્તવિક ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સામેનો સૌથી મોટો આ અહેવાલ કહી શકાય. 

ધવલ પટેલે શાળાઓનું શિક્ષણ અત્યંત નિમ્ન કોટીનું ગણાવ્યું
ગુજરાતની કથળતી શિક્ષણનીતિ પર IAS ધવલ પટેલે લખ્યો પત્ર છે.  જેમાં તેઓએ દુઃખ વ્યક્ત કરી શાળાઓની સ્થિતિ અંગે પ્રાથમીક શિક્ષણ સચીવને લખ્યો પત્ર છે.   શાળા પર્વતોત્સવમાં ધવલ પટેલે જે શાળાઓની મુલાકાત લીધી સ્થિતી વર્ણવી છે.  મુલાકાત લીધેલી શાળાઓની હાલત દયનિય હોવાનો પત્રમાં ઉલ્લેખ પણ કર્યો છે.   છોટાઉદયપુરના 6 ગામની શાળાઓનો રિપોર્ટ પ્રાથમિક શિક્ષણ સચિવને મોકલ્યો.  ધવલ પટેલે શાળાઓનું શિક્ષણ અત્યંત નિમ્ન કોટીનું ગણાવ્યું છે.  
શિક્ષણ સચિવને લખેલા પત્રમાં ગુજરાતના શિક્ષણની પોલ છતી થઈ
ધોરણ 8 ના વિદ્યાર્થીઓને વાંચતા લખતા પણ ન આવડતું હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.  વધુમાં ધવલ પટેલે જણાવ્યું હતું કે  આદિવાસી બાળકોને આપણે સડેલું શિક્ષણ આપીને અન્યાય કરી રહ્યા છીએ.  આદિવાસી બાળકો પાસે બીજો કોઇ વિકલ્પ નથી. બાળકો અને વાલીઓ આપણી પર આંધળો વિશ્વાસ મુકે છે. એમની સાથે છળ કરવું એ નૈતિક અધઃપતનની પરાકાષ્ઠા છે. શિક્ષણ સચિવને લખેલા પત્રમાં ગુજરાતના શિક્ષણની પોલ છતી થઈ છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ