બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / what is the reason behind cyclone like biparjoy, why Arabian Sea is constanly creating a cyclones

Biparjoy / એક બાદ એક દરિયામાંથી કેમ આવી રહી છે વાવાઝોડા રૂપી આફત? અરબ સાગરમાં થયા છે આવા બદલાવ, દરિયાકાંઠો અસુરક્ષિત

Vaidehi

Last Updated: 06:51 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરબ સાગરમાં આવતાં ચક્રવાતનું પ્રમાણ આશરે 80% વધી ગયું છે. બિપોરજોય જેવા વાવાઝોડા શા માટે આવે છે ? જાણો કારણ .

  • બિપોરજોય વાવાઝોડાને લીધે ગુજરાત એલર્ટ
  • અત્યારસુધી 21 હજાર લોકોનું કરાયું રેસ્ક્યૂ
  • IMDએ કહ્યું ગુજરાતમાં થઈ શકે છે ગંભીર અસર

બિપોરજોય ચક્રવાતની ચર્ચા હાલમાં સમગ્ર દેશમાં થઈ રહી છે. ખાસ કરીને ગુજરાતમાં આ વાવાઝોડા માટે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 21 હજાર લોકોનું રેસ્ક્યૂ અને સ્થળાંતરણ કરાવી દેવામાં આવ્યું છે.IMD અનુસાર બિપોરજોયનાં કારણે ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધી શકે છે અને ગુજરાતમાં ભારે નુક્સાન પણ પહોંચી શકે છે. પરંતુ હવે સવાલ એ છે કે બિપોરજોય જેવા વાવાઝોડા આવે છે શા માટે?

બિપોરજોય જેવા ચક્રવાત શા માટે આવે છે?
અત્યંત ગંભીર ચક્રવાત બિપોરજોય આવવાનું કારણ છે અરબ સાગરનાં વાતાવરણમાં ક્રમિક પરંતુ અનિચ્છનિય પરિવર્તન. ઉત્તર હિંદ મહાસાગરમાં બંગાળની ખાડીની તુલનામાં  આ હંમેશા ઠંડુ રહ્યું છે. ગતવર્ષે પ્રકાશિત એલ્સેવિયર અર્થ સાયન્સ રિવ્યૂઝ અનુસાર અરબ સાગરની ઉપરની સપાટીનાં તાપમાનમાં ચાર દશક પહેલાની તુલનામાં હાલનાં દશકાઓમાં 1.2થી 1.4 ડિગ્રી સેલ્સિયસની વૃદ્ધિ થઈ છે. પરિણામે વારંવાર ચક્રવાત આવે છે અને જે લાંબા સમય સુધી ચાલે છે.

ચક્રવાતોની સંખ્યામાં થયો વધારો
એક રિપોર્ટ અનુસાર 1982થી 2019 દરમિયાન અરબ સાગરની ઉપર દેખાયેલા ચક્રવાતી તૂફાનોની તીવ્રતા, આવર્તન અને અવધિમાં નોંધપાત્ર વધારો છે. અરબ સાગરમાં 2011-2019 દરમિયાન CSનાં આવર્તનમાં 52% વૃદ્ધિ નોંધાઈ છે જ્યારે બંગાળની ખાડીમાં 8% જેટલો ઘટાડો નોંધાયો છે. આ સિવાય બે દશકાઓથી 2021 સુધીમાં અરબસાગરમાં આવેલા કુલ વાવાઝોડામાં 80% વધારો થયો છે. જેમાં અતિ ગંભીર વાવાઝોડાની સંખ્યા 60% વધી ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ