બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / What is the need for a series like Money Heist, when you have Congress which has been around for 70 years PM Modi quips with video

કોંગ્રેસને ઘેરી / મની હાઈસ્ટ જેવી સીરિઝની શું જરૂર, જ્યારે તમારી પાસે કોંગ્રેસ હોય જે 70 વર્ષથી...: PM મોદીએ વીડિયો સાથે કર્યો કટાક્ષ

Pravin Joshi

Last Updated: 04:15 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ દ્વારા પોસ્ટ કરવામાં આવેલો વીડિયો ભાજપના એક્સ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આમાં, મની હેસ્ટની થીમનો ઉપયોગ કરીને પાર્ટીએ આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસના સાંસદના પરિસરમાંથી જપ્ત કરાયેલા નાણાંનો વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં મની હેઇસ્ટના બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

  • કોંગ્રેસ સાંસદને ત્યાં આવકવેરા વિભાગના દરોડામાં 351 કરોડ રૂપિયા મળી આવ્યો
  • આ ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો શેર કરીને કોંગ્રેસને ઘેરી
  • ભારતમાં મની હેસ્ટ જેવી સિરીઝ શું જરૂર છે, જ્યારે તમારી પાસે કોંગ્રેસ છે : PM

કોંગ્રેસ સાંસદના પરિવારની માલિકીની દારૂ બનાવતી કંપની સામે દરોડા દરમિયાન આવકવેરા અધિકારીઓએ અત્યાર સુધીમાં 351 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. દરમિયાન આ ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત કોંગ્રેસને ઘેરી રહ્યા છે. તેણે મંગળવારે જ બીજેપીના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરેલો એક વીડિયો શેર કર્યો હતો. વડાપ્રધાને કેપ્શનમાં લખ્યું કે, ભારતમાં મની હાઈસ્ટ જેવી કાલ્પનિક શ્રેણીની શું જરૂર છે, જ્યારે તમારી પાસે કોંગ્રેસ છે, જેની ચોરીઓ 70 વર્ષથી વધુ સમયથી પ્રખ્યાત છે. 

મની હેઇસ્ટના બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો 

પીએમ દ્વારા પોસ્ટ કરવામાં આવેલો વીડિયો ભાજપના એક્સ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આમાં મની હાઈસ્ટની થીમનો ઉપયોગ કરીને પાર્ટીએ આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસના સાંસદના પરિસરમાંથી જપ્ત કરાયેલા નાણાંનો વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં મની હેઇસ્ટના બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જ વીડિયોમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે સાંસદનો ફોટો પણ બતાવવામાં આવ્યો છે. આટલું જ નહીં મની હાઈસ્ટની ક્લિપને એડિટ કરવામાં આવી છે અને એક પાત્રના ચહેરા પર રાહુલ ગાંધીનો ચહેરો સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો છે અને તે એક મોટા લોકરમાંથી બહાર આવીને નોટોના બંડલ પર પડેલા બતાવવામાં આવ્યો છે.

દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા 

નોંધનીય છે કે આવકવેરા વિભાગે ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સભ્ય ધીરજ પ્રસાદ સાહુના રાંચી અને અન્ય સ્થળોએ પણ સર્ચ કર્યું છે. હજુ સુધી સાહુના ઘરેથી કેટલી વધુ રોકડ અને અન્ય દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે તે સ્પષ્ટ નથી. આ ગણતરીમાં આવકવેરા વિભાગ અને વિવિધ બેંકોના લગભગ 80 લોકોની નવ ટીમો સામેલ છે, જેઓ અઠવાડિયાના સાતેય દિવસ 24 કલાક કામ કરે છે. ટેક્સ અધિકારીઓને કેટલાક અન્ય સ્થળો ઉપરાંત રોકડથી ભરેલી 10 છાજલીઓ મળી આવ્યા બાદ સુરક્ષા કર્મચારીઓ, ડ્રાઇવરો અને અન્ય સ્ટાફ સહિત 200 અધિકારીઓની બીજી ટીમ ગણતરીના કામમાં જોડાઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ