બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ધર્મ / ગુજરાત / What is the mystery of Somnath Mandir Baan Stambh Evidence of modern technology centuries ago

'શ્રાવણ'યાત્રા / સોમનાથ મહાદેવ મંદિરનું એ રહસ્ય જેનો જવાબ કોઈની પાસે નથી: સદીઓ પહેલા આધુનિક ટેકનોલોજી હોવાનો પૂરાવો

Megha

Last Updated: 11:19 AM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના સોમનાથ મંદિર એક વણઉકેલાયેલું રહસ્ય છુપાયેલું છે.મંદિરના પ્રાંગણમાં દક્ષિણે સમુદ્ર કિનારે આવેલ 'બાણ સ્તંભ' ખૂબ જ પ્રાચીન છે. આ સ્તંભનું રહસ્ય દરેકને આશ્ચર્યચકિત કરે છે.

  • સોમનાથ મંદિરમાં એક વણઉકેલાયેલું રહસ્ય છુપાયેલું છે
  • મંદિરના પ્રાંગણમાં દક્ષિણે સમુદ્ર કિનારે 'બાણ સ્તંભ' છે
  • આ એક માર્ગદર્શક સ્તંભ છે જેના પર સમુદ્ર તરફ નિર્દેશ કરતું તીર છે

દુનિયાભરમાં આવા ઘણા રહસ્યો છુપાયેલા છે જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. ગુજરાતમાં આવેલ સોમનાથ મંદિરમાં પણ આવું જ એક રહસ્ય છુપાયેલું છે જે સદીઓથી વણઉકેલાયેલું રહ્યું છે. 

ગુજરાતનું સોમનાથ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. આક્રમણ પહેલા સોમનાથ મંદિરનો ઈતિહાસ અનોખો અને ભવ્ય હતો. નોંધનીય છે કે સોમનાથ મંદિર પણ ક્યારે બંધાયું હતું એ વિશે કોઈ નથી જાણતું પણ ઈતિહાસમાં આ મંદિરનને ઘણી વખત તોડી પાડવામાં આવ્યું હતું. જે બાદ તેને ફરીથી બનાવવામાં આવ્યું હતું. મંદિરના પ્રાંગણમાં દક્ષિણે સમુદ્ર કિનારે 'બાણ સ્તંભ' છે, જે ખૂબ જ પ્રાચીન છે. આ સ્તંભમાં તે રહસ્ય છુપાયેલું છે, જે દરેકને આશ્ચર્યચકિત કરે છે. 

મંદિર નવું બનાવવામાં આવ્યું છે પરંતુ આ 'બાણ સ્તંભ' ખૂબ જ પ્રાચીન છે જેનો મંદિરની સાથે જ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આ સ્તંભનો ઉલ્લેખ ઈતિહાસમાં લગભગ છઠ્ઠી સદીમાં છે એટલે કે 1420 વર્ષ પહેલાના આ સ્તંભનો ઉલ્લેખ છે. એવું કહેવાય છે કે તે તેના સેંકડો વર્ષો પહેલા અસ્તિત્વમાં હતું. નિષ્ણાતોના મતે આ એક માર્ગદર્શક સ્તંભ છે જેના પર સમુદ્ર તરફ નિર્દેશ કરતું તીર છે, તેથી તેને બાણસ્તંભ કહેવામાં આવે છે. આ તીર પર લખેલું છે- 'आसमुद्रांत दक्षिण ध्रुव पर्यंत, अबाधित ज्योर्तिमार्ग।'

એટલે કે, 'આ સમુદ્રના છેડાથી દક્ષિણ ધ્રુવ સુધી અવરોધ વિનાનો પ્રકાશનો માર્ગ છે.' મતલબ કે સમુદ્રના આ બિંદુથી દક્ષિણ ધ્રુવ સુધીની સીધી રેખામાં એક પણ અવરોધ નથી. મતલબ કે આ માર્ગમાં કોઈ ભૂખંડ કે પહાડ નથી. સાદો અર્થ એ છે કે જો સોમનાથ મંદિરના તે બિંદુથી દક્ષિણ ધ્રુવ સુધી (એટલે કે એન્ટાર્કટિકા સુધી) સીધી રેખા દોરવામાં આવે તો તેની વચ્ચે એક પણ ભૂખંડ નથી. 

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું તે સમયગાળામાં પણ લોકોને ખબર હતી કે દક્ષિણ ધ્રુવ ક્યાં છે અને પૃથ્વી ગોળ છે? આ અત્યાર સુધી એક રહસ્ય જ રહ્યું છે. એ વાત તો સામાન્ય છે કે આજના સમયમાં એરક્રાફ્ટ, ડ્રોન કે સેટેલાઇટ દ્વારા આ વિશે આપણે આરામથી શોધી શકીએ છીએ પણ આ 'બાણસ્તંભ'નું નિર્માણ એમ બતાવે છે કે એ સમયે ભારતીયોને 'પૃથ્વી ગોળ છે'આ વાતનું જ્ઞાન હતું. 

આ દર્શાવે છે કે આપણા પૂર્વજો (ભારતીય) નકશા બનાવવામાં નિષ્ણાત હતા પરંતુ ભારતીય જ્ઞાનના કોઈ પુરાવા ન હોવાને કારણે પૃથ્વીનો પ્રથમ નકશો બનાવવાનો શ્રેય ગ્રીક વૈજ્ઞાનિક 'એનાક્સિમેન્ડર' (611-546)ને આપવામાં આવ્યો હતો. જો કે આ નકશો અધૂરો હતો કારણ કે તે નકશામાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ગાયબ હતા. નકશામાં એ જ ભૂખંડ બતાવવામાં આવ્યો હતો, જ્યાં માનવ વસ્તી હતી. બાકીના ભૂખંડ શું? મૂળ નકશો 1490 ની આસપાસ હેનરિક્સ માર્ટેલસ દ્વારા બનાવવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ