બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / What did Nabira say who assaulted 5 people in Surat

નિવેદન / 'હું તો સીધો જતો હતો, એ લોકો...', સુરતમાં 5 લોકોને અડફેટમાં લેનાર નબીરાએ શું કહ્યું, જુઓ Video

Priyakant

Last Updated: 03:33 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Car Accident News: અકસ્માત બાદ નબીરા સાજન પટેલનું નિવેદન, હું અને સામે વાળા બંને 40-50ની સ્પીડમાં હતા. એ લોકો અચાનક જ સામે આવી ગયા.......

  • સુરતમાં નબીરો સાજન ઉર્ફે સન્ની પટેલ બેફામ બન્યો 
  • અકસ્માત બાદ નબીરા સાજન પટેલનું નિવેદન
  • હું અને સામે વાળા બંને 40-50ની સ્પીડમાં હતા: સાજન પટેલ
  • એ લોકો અચાનક જ સામે આવી ગયા: સાજન પટેલ

સુરતમાં નબીરો સાજન ઉર્ફે સન્ની પટેલ બેફામ બન્યો હોવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ નબીરા સાજન ઉર્ફે સન્ની પટેલ નામના ઇસમે કથિત રીતે દારૂ પી બેફામ ડ્રાઇવિંગ કર્યું હતું. આ તરફ સાજન ઉર્ફે સન્ની પટેલે BRTS રૂટમાં યુવકોને અડફેટે લીધા હતા. આ તરફ હવે નબીરા સાજન પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે, હું અને સામે વાળા બંને 40-50ની સ્પીડમાં હતા. એ લોકો અચાનક જ સામે આવી ગયા. ઘટના બાદ પબ્લિક મને માર મારતી હતી જેથી મે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો. 

સુરતના કાપોદ્રામાં રાત્રે નબીરાએ બેફામ સ્પીડે GJ 05 RN 9995 નંબરની સ્વીફ્ટ કાર ચલાવી 5 લોકોને લીધા અડફેટે અકસ્માત સર્જાયો હતો. મહત્વનું છે કે સ્નેહમુદ્રા સોસાયટી પાસે રાત્રે કારચાલક બેફામ બન્યો હતો. જોકે હવેઆ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બેફામ જતી કાર વાહનચાલકોને ઉડાવ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. ઓવર સ્પીડમાં જતી કારએ યુવાનોને અડફેટે લેતા કેટલાક વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. 

શું કહ્યું અકસ્માત સર્જનાર નબીરાએ ? 
સુરતના કાપોદ્રામાં રાત્રિના સમયે અકસ્માત સર્જનાર નબીરા સાજન ઉર્ફે સન્ની પટેલે કહ્યું કે, 40-50ની સ્પીડમાં હતા એ લોકો, અચાનક જ આવી ગયા, જેમાં પબ્લિક મને માર મારતી હતી જેથી મે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો. બે ટુવ્હીલર વાળા હતા. આ સાથે તેણે કહ્યું કે, હું ગાડી લે-વેચનો ધંધો કરું છું. મિત્રની બર્થ-ડે પાર્ટીમાં ખાલી એને મળવા ગયેલો બર્થ-ડે પાર્ટી પતી ગયેલી હતી. આ સાથે તેણે ઉમેર્યું કે, મને માર માર્યો છે 10 ટાંકા આવ્યા. આ સાથે કહ્યું કે ,બીજા કોઇને ઇજા નથી થઇ. એમને માત્ર છોલાઇ ગયેલું. તેણે કહ્યું કે, હું સીધો જતો હતો અને એ ક્રોસમાં જતા હતા. 

રાજ્યમાં બેફામ બની વાહન ચલાવતા નબીરાઓના પાપે જાણે માર્ગો પર મોત ઘૂમતું હોય તેવી સ્થિતિ સર્જાય છે. મોટા શહેરોમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદના તથ્યકાંડ બાફ હવે સુરતમાં અકસ્માતની ઘટના સામે આવતા ચકચાર મચી છે. સુરતના કાપોદ્રામાં રાત્રે નબીરાએ બેફામ સ્પીડે GJ 05 RN 9995 નંબરની સ્વીફ્ટ કાર ચલાવી 5 લોકોને લીધા અડફેટે અકસ્માત સર્જાયો હતો. મહત્વનું છે કે સ્નેહમુદ્રા સોસાયટી પાસે રાત્રે કારચાલક બેફામ બન્યો હતો.

3 બાઈક સવાર અને 2 રાહદારીને અડફેટે લીધા હતા
વાયુ વેગે કાર ચલાવી સુરતમાં સાજન ઉર્ફે સન્ની પટેલે 3 બાઈક સવાર અને 2 રાહદારીને અડફેટે લીધા હતા. જેને લઈને અફરાતફરી સર્જાઈ હતી. એટલું જ નહીં બાઈક ચાલકને 20 ફૂટ સુધી ઢસડ્યા બાદ કાર રોકાતા રૂવાટા ઉભા થઇ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં વિવેક અને કિશન હીરપરા તથા ઋષિત અને યશ નામના યુવાનોને ગંભીર ઈજા થવા પામી હતી. આરોપીએ નીતિની નિયમ નેવે મૂકી BRTS રૂટમાં ઓવરસ્પિડમાં કાર ચલાવી અકસ્માત સર્જયો હતો. આરોપી કારના ચાલકે એક બાદ એક ત્રણ બાઈક ચાલકને અડફેટે લીધા હતા. બાદમાં કારની એરબેગ્સ ખુલી ગઈ હતી.

ઈજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા
બીજી બાજુ આરોપો કાર ચાલક દારૂના નશામાં હોવાની પણ શંકા વ્યક્ત કરાઈ રહી છે. લોકોએ કાર ચાલકને બહાર કાઢી બરાબરનો મેથી પાક પણ ચખાડ્યો હતો અને ઈજાગ્રસ્તોને તાબડતોબ નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઉપરાંત કાર ચાલકને પણ ઇજા થતાં તેને પણ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ