બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / What can be done to save the daughters from the jihadist conspiracy, if not paid attention to, the coming time will be horrible

મહામંથન / શું કરી શકીએ કે દીકરીઓને જેહાદી ષડયંત્રથી બચાવી શકાય, ધ્યાન નહીં આપવામાં આવે તો આવનારો સમય ભયાનક હશે

Vishal Khamar

Last Updated: 08:21 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકની ચૂંટણીમાં ભાજપે લવ જેહાદનો મુદ્દો ઉછાળ્યો છે. વડાપ્રધાન દ્વારા ધ કેરલ સ્ટોરી પર કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહાર કર્યા છે. આ મુદ્દો કર્ણાટકમાં ભાજપને કેટલો ફાયદો કરાવશે તે જોવાનું રહ્યું.

જેહાદ, લવ જેહાદ, જેહાદી ષડયંત્ર આ બધા શબ્દો ભારતીય રાજકારણમાં ઘણાં સમયથી ચર્ચામાં છે. હવે કર્ણાટકની ચૂંટણી નજીકમાં છે ત્યારે ખુદ પ્રધાનમંત્રી જયારે તાજેતરની ચર્ચિત ફિલ્મ ધ કેરલ સ્ટોરીનો ઉલ્લેખ કરે એટલે સ્વભાવિકપણે કેન્દ્રવર્તી મુદ્દો બનવાનો છે. ધ કેરલ સ્ટોરીનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કોંગ્રેસ ઉપર આકરો પ્રહાર કર્યો અને કહ્યું કે જે છળકપટભરી નીતિથી સમાજને ખોખલો કરે છે તેવા આતંકવાદીઓ સાથે કોંગ્રેસ ઉભી રહી છે. ધ કેરલ સ્ટોરી ફિલ્મને લઈને પણ ઘણાં વિવાદ થયા જો કે કેરળ હાઈકોર્ટે જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ફિલ્મમાં આપતિજનક કશું નથી અને સરવાળે ફિલ્મની રિલીઝનો માર્ગ મોકળો થઈ ગયો. હવે ફિલ્મ કે રાજકારણ બાજુ પર રાખીએ તો વાત આવે છે દીકરીઓને ષડયંત્રથી બચાવવાની. ધ કેરલ સ્ટોરી ભલે એક રાજ્યની કેટલીક યુવતીઓની વાત હોય પણ આજે શરૂઆત એક રાજ્યથી થઈ છે તો જો ધ્યાન નહીં આપવામાં આવ્યું તો આવતીકાલ કેટલી ભયાનક હશે તેની કલ્પના કરવી રહી. આવા સમયે કડક કાયદાની સાથે સામાજિક રીતે આપણે શું ધ્યાન રાખી શકીએ, એક વ્યક્તિ કે સમાજ તરીકે આપણે શું કરી શકીએ કે દીકરીઓને જેહાદી ષડયંત્રથી બચાવી શકાય. 

  • કર્ણાટકની ચૂંટણીમાં ધ કેરલ સ્ટોરી ફિલ્મનો મુદ્દો ઉછળ્યો
  • ખુદ પ્રધાનમંત્રીએ ફિલ્મનો ઉલ્લેખ કર્યો
  • પ્રધાનમંત્રીએ કોંગ્રેસ ઉપર ફિલ્મનો સંદર્ભ લઈને આકરા પ્રહાર કર્યા

કર્ણાટકની ચૂંટણીમાં ધ કેરલ સ્ટોરી ફિલ્મનો મુદ્દો ઉછળ્યો છે.  ખુદ પ્રધાનમંત્રીએ ફિલ્મનો ઉલ્લેખ કર્યો છે.  પ્રધાનમંત્રીએ કોંગ્રેસ ઉપર ફિલ્મનો સંદર્ભ લઈને આકરા પ્રહાર કર્યા હતા.  PMનું કહેવું છે કે આતંકવાદને પોષતા લોકો સાથે કોંગ્રેસ ઉભી રહી છે. કોંગ્રેસ મતબેંકના રાજકારણ માટે તૃષ્ટિકરણને વેગ આપે છે. `ધ કેરલ સ્ટોરી' રિલીઝ પહેલાથી જ ચર્ચામાં છે.  ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવાની કોર્ટમાં અરજીઓ પણ થઈ છે. જો કે નામદાર કોર્ટે ફિલ્મ ઉપર પ્રતિબંધની અરજી ફગાવી દીધી છે. 

  • સમાજને ખોખલો કરે એવું આતંકનું સ્વરૂપ વિકસી રહ્યું છે
  • આવા આતંકી સ્વરૂપનો કોઈ ચહેરો, અવાજ હોતો નથી
  • સમાજે આતંકના આવા સ્વરૂપની ચિંતા કરવાની જરૂર

પ્રધાનમંત્રીએ શું કહ્યું?
સમાજને ખોખલો કરે એવું આતંકનું સ્વરૂપ વિકસી રહ્યું છે.  આવા આતંકી સ્વરૂપનો કોઈ ચહેરો, અવાજ હોતો નથી.  સમાજે આતંકના આવા સ્વરૂપની ચિંતા કરવાની જરૂર છે. ધ કેરલ સ્ટોરી ફિલ્મ આતંકીઓની છદ્મ નીતિ ઉપર આધારીત છે. કેરળમા ચાલતા આતંકી ષડયંત્રનો ખુલાસો `ધ કેરલ સ્ટોરી' ફિલ્મમાં છે.  કોંગ્રેસ આવી આતંકી પ્રવૃતિ કરનારા લોકો સાથે ઉભી છે.  આતંકી પ્રવૃતિ કરનારા લોકો સાથે કોંગ્રેસ પાછલા બારણે સોદાબાજી કરે છે. 

  • ફિલ્મ ઈસ્લામ વિરુદ્ધ નહીં ISIS સંગઠન ઉપર છે
  • ફિલ્મમાં આપતિજનક કશું જ નથી
  • કેરળનો ધર્મનિરપેક્ષ સમાજ ફિલ્મ જેવી છે એ જ સ્વરૂપે નિહાળશે

કેરળ હાઈકોર્ટે ફિલ્મ અંગે શું કહ્યું?
ફિલ્મ ઈસ્લામ વિરુદ્ધ નહીં ISIS સંગઠન ઉપર છે. ફિલ્મમાં આપતિજનક કશું જ નથી. કેરળનો ધર્મનિરપેક્ષ સમાજ ફિલ્મ જેવી છે એ જ સ્વરૂપે નિહાળશે. દેશના નાગરિકોને પોતાના ભગવાન, ધર્મ ઉપર વિશ્વાસ કરવાનો હક છે. કલાકારો પાસે કલાત્મક સ્વતંત્રતા હોય છે જેને બેલેન્સ કરવી પડશે. અનેક ફિલ્મમાં હિંદુ સન્યાસીને બળાત્કારી બતાવ્યા છે પરંતુ કોઈ હોબાળો થયો નથી. લોકોના મન અને મગજમાં ઝેર ભરે એવી સ્વતંત્રતા ઉપર અંકુશ લાગવો જોઈએ. 

દીકરીઓ વિરુદ્ધ ષડયંત્ર?

`ધ કેરલ સ્ટોરી' ફિલ્મમાં શું છે?

  • ફિલ્મ બનાવનારાઓનો તર્ક છે કે ફિલ્મ સત્યઘટના ઉપર આધારીત છે
  • ફિલ્મમાં 32 હજાર હિંદુ અને ખ્રિસ્તી મહિલાઓને ISISમાં સામેલ કરવામાં આવે છે
  • ફિલ્મમાં કેરળની ચાર મહિલાઓને મુસ્લિમ બનતી બતાવવામાં આવી છે
  • ચારેય મહિલાઓ 2016 થી 2018ની વચ્ચે અફઘાનિસ્તાન જાય છે
  • ફિલ્મમાં હિંદુ મહિલાઓને ગર્ભવતી બનાવીને તેને ફસાવવાની વાત કરવામાં આવી છે

કોંગ્રેસનો તર્ક શું છે? 

  • `ધ કેરલ સ્ટોરી'માં સંપૂર્ણ જુઠ્ઠાણું દર્શાવાયું છે
  • ફિલ્મ મુસ્લિમો વિરુદ્ધ દુષ્પ્રચાર સમાન
  • ફિલ્મમાં કેરળને અપમાનિત કરવામાં આવ્યું
  • વિવાદીત મુદ્દાઓ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યા 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ