બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / What a mess! Customer paid money but goods not delivered, Nadiad customer has bitter experience at D-Mart Mall

પોલીસ અરજી / આતો કેવી નફફટાઈ.! ગ્રાહકે પૈસા ચૂકવ્યા પણ તોય સામાન ન આપ્યો, નડીયાદના ગ્રાહકને ડી-માર્ટ મોલનો કડવો થયો અનુભવ

Vishal Khamar

Last Updated: 12:01 AM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નડીયાદનાં ગ્રાહકને ડી માર્ટ મોલનો કડવો અનુભવ થયો છે. ત્યારે ઉત્તરસંડા રોડ પર આવેલ ડી માર્ટમાં આ બનાવ બન્યો હતો. જેમાં ગ્રાહકે પૈસા ચૂકવ્યા બાદ પણ ડી માર્ટ દ્વારા તેઓને સામાન આપવામાં આવ્યો ન હતો. જે બાદ ગ્રાહક દ્વારા ડી-માર્ટમાં હોબાળો મચાવ્યો હતો.

  • નડીયાદનાં ગ્રાહકને ડીમાર્ટમાં થયો કડકો અનુભવ
  • ગ્રાહકે પૈસા ચૂકવ્યા બાદ પણ ન મળ્યો સામાન
  • ગ્રાહકે અંતે નડીયાદ પોલીસ મથકે અરજી આપી

આજકાલ લોકો મોલમાંથી વસ્તુ ખરીદવાનું વધું પસંદ કરતા હોય છે. નડીયાદનાં આવેલ ડીમાર્ટમાં ગ્રાહકે ખરીદી બાદ ચોંકાવનારો બનાવ બન્યો. જેમાં  ગ્રાહક ખરીદી બાદ ઓનલાઈન ગુગલ પે થી પૈસા ચૂકવી દીધા બાદ પણ ડીમાર્ટનાં એકાઉન્ટમાં તે પૈસા જમા થયા ન હતા.  જે બાદ ડીમાર્ટનાં કેશિયર દ્વારા ગ્રાહકને કહેલ કે ડીમાર્ટનાં એકાઉન્ટમાં ઓનલાઈન પેમેન્ટ  જમા થયું નથી.  જેથી કેશિયરે ગ્રાહકને સામાન આપ્યો ન હતો. ત્યારે સોહિલ ચીસતીયા નામના ગ્રાહક સાથે આવો બનાવ બન્યો હતો.  ડીમાર્ટમાંથી ગ્રાહકને સામાન ન મળતા આ બાબતે ગ્રાહકે અંતે નડીયાદ પોલીસ મથકે અરજી આપી હતી.

ડી-માર્ટનાં અધિકારીઓ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યુંઃગ્રાહક
આ બાબતે ગ્રાહક સોહિલ ચીસતીયાએ ડી-માર્ટ પર આક્ષેપો કરતા વધુમાં જણાવ્યું હતું કે, તેઓ નડીયાદમાં આવેલ ઉત્તરસંડા રોડ ઉપર ખરીદી કરવા આવ્યા હતા.  ત્યારે તેઓએ 2803 રૂપિયાની ખરીદી કરી હતી. જે બાદ મને કેશ કાઉન્ટર ઉપરથી મને ડીમાર્ટ દ્વારા સ્ક્રીન શોર્ટ આપવામાં આવ્યો હતો. જેને સ્કેન કરી મેં ગુગલ પે માંથી 2803 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું. જે બાદ કેશિયરને મેં સ્ક્રીન શોર્ટ બતાવ્યો હતો. ત્યારે કેશિયરે કહેલ કે તમારા પૈસા અમારા એકાઉન્ટમાં જમા થયા નથી.  જે બાદ મેં કેશિયરને પુરાવો દેખાડ્યો. ત્યારે  પૈસા મારા એકાઉન્ટમાંથી કપાઈ ગયા હોવા  છતાં તેઓએ મને વસ્તુ ન આપતા. જે બાદ મેં તેઓને કહેલ કે તમારા આગળનાં અધિકારીને બોલાવો તેઓેએ એક અધિકારીને બોલાવ્યા હતા. જેઓએ મને એમ કહેલ કે અમારામાં પૈસા જમા થયા નથી.  તમે આઠ નવ દિવસ પછી આવજો.  અને તમારા પૈસા જમા થાય ત્યારે વસ્તુ લઈ જજો તેમ જણાવ્યું હતું. જે બાદ ડીમાર્ટનાં અધિકારીઓ દ્વારા ગ્રાહક ઉદ્ધતાઈ ભર્યું  વર્તન કર્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

DMart nadiad online payment ઓનલાઈન પેમેન્ટ નડીયાદ Nadiad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ