બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / weightloss: follow this diet, avoid alchohol and bakery items

હેલ્થ / વેઇટલોસ કરવું હોય તો આ વસ્તુઓને હાથ પણ ન લગાડશો, ગમે તેટલો પરસેવો પાડ્યો હશે તો જશે નકામો

Vaidehi

Last Updated: 08:09 PM, 27 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વજન ઘટાડવા માટે આજકાલ લોકો અવનવા પ્રયોગો કરતાં રહે છે અને ઈચ્છિત પરિણામો ન મળે ત્યારે હાર માનીને બેસી જાય છે. ત્યારે હેલ્ધી રીતે વજન ઊતારવું પણ ઘણું જરૂરી છે.

  • વજન ઘટાડવા હેલ્ધી ડાયટ લેવું જરૂરી
  • આલ્કોહોલ- બેકરી આઈટમને ટાળવું
  • કસરત સાથે ચોક્કસ ભોજન આવશ્યક

વજન ઘટાડવું કોઇ સરળ કામ નથી. આ માટે તમારે ખૂબ મહેનત કરવી પડે છે. પરસેવો વહાવવો પડે છે અને સૌથી મોટી વાત એ કે ડાયટનું ધ્યાન રાખવું પડે છે. આ બે ચાર દિવસનું કામ નથી. હેલ્ધી રીતે વજન ઘટાડવામાં તમને મહિનાઓ કે વર્ષ જેટલો સમય લાગી જાય છે. મોટાભાગના લોકો વચ્ચે જ હિંમત હારીને આ વસ્તુ છોડી દે છે.

કસરત સાથે ડાયટ પણ જરૂરી
જે લોકોએ મહેનત કરીને વજન ઘટાડ્યું છે તમે તે લોકોને મળશો ત્યારે જાણી શકશો કે વજન ઘટાડવા દરમિયાન કેટલાય કલાકોની ફિઝિકલ એક્ટિવિટી ઉપરાંત ડાયટનો પણ મહત્વનો રોલ છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે પરસેવો તો વહાવે છે, પરંતુ ડાયટ પર ધ્યાન આપતા નથી. જો તમે ખરેખર વજન ઘટાડવા ઇચ્છતા હો તો કેલરી ફૂડથી દૂર રહો, કેમ કે તેમાં કોઇ પોષક તત્ત્વ હોતાં નથી, તે માત્ર વજન વધારવાનું જ કામ કરે છે.

ફ્રેંચ ફ્રાઇઝ: 
બાળકો હોય કે મોટા ફ્રેન્ચ ફ્રાઇઝ લગભગ દરેકને ભાવે છે. વજન ઘટાડવા ઇચ્છતા લોકોએ તેને અડવું પણ ન જોઇએ. તેમાં ફાઇબર હોતું નથી અને મીઠાની માત્રા વધુ હોય છે. બટેટા જે ખુદ વજન વધારનાર છે તેને તેલમાં તળવામાં આવે છે, તેનાથી તમારા શરીરમાં કેલરીની માત્રા વધે છે.

સોફ્ટ એન્ડ એનર્જી ડ્રીંક: 
સોફ્ટ ડ્રિંકમાં શુગરની માત્રા વધુ હોય છે. તેમાં કોઇ પણ પ્રકારનાં પોષક તત્ત્વ હોતાં નથી. કેલરી ભરેલા આ પ્રકારના ડ્રિંક્સ તમારા બ્લડ શુગરને વધારે છે. આ ઉપરાંત આ કેલરી ડ્રિંક્સ તમારી ભુખને ઘટાડતા નથી. તમારું મગજ પણ તમને સંકેત આપે છે કે તમારે જમવાની જરૂર છે.

બેકરી આઇટમ: 
તમામ ચોકોલેટ, જામ સ્ટફ્ડ બિસ્કિટ, ક્રીમી અને પાવડર શુગર કોટેડ કૂકીઝ, પેસ્ટ્રી, ડોનેટ્સ અને કેકમાં ખાંડ, મેંદો અને મીઠાની માત્રા વધુ હોય છે. આ બધી વસ્તુઓ તમારા વજનને વધારી શકે છે. વીકમાં એક વખત પણ તેનું સેવન હાનિકારક છે.

આલ્કોહોલ: 
આલ્કોહોલમાં કેલરીની માત્રા વધુ હોય છે. તે ભુખને વધારે છે. એક ગ્રામ દારૂમાં લગભગ સાત કેલરી હોય છે. આ ઉપરાંત તેમાં કોઇ પોષણ મૂલ્ય હોતું નથી. સૌથી મોટુ નુકસાન આલ્કોહોલને ડિટોક્સ કરવા માટે તમારું શરીર ચયાપચય બંધ કરી દે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ