બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Weather will worsen in Gujarat for another 4 days, Center approves five new nursing colleges in Gujarat

ન્યૂઝ અપડેટ / ગુજરાતમાં હજુ 4 દિવસ હવામાન બગડશે, પાંચ નવીન નર્સિંગ કૉલેજને કેન્દ્રની મંજૂરી, IPLમાં ધોનીની ટીમ હારી, જુઓ સમાચાર સુપરફાસ્ટ

Vishal Khamar

Last Updated: 11:53 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચારઃ વડાપ્રધાન 91FM ટ્રાન્સમીટરનુ કરશે ઉદ્ગાટન કરશે. તો CBI સ્પેશ્યલ કોર્ટ જીયા ખાન આત્મહત્યા મામલે ચુકાદો સંભળાવશે. તેમજ હવામાન વિભાગ દ્વારા સોમવાર સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે.

દેશમાં રેડિયો કનેક્ટિવિટીનાં વિસ્તાર થશે. આજે વડાપ્રધાન 91FM ટ્રાન્સમીટરનુ કરશે ઉદ્ગાટન કરશે. 18 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં ઉદ્ઘાટન કરશે. 84 જીલ્લામાં 91FM ટ્રાન્સમીટર લગાવાયા છે. ત્યારે સવારે 10.30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ધાટન કરશે.

અભિનેત્રી જીયા ખાન આત્મહત્યા મામલે આજે ચુકાદો આવશે. જેમાં આજે સ્પેશ્યલ CBI કોર્ટ ચુકાદો સંભળાવશે. 3 જૂન 2013ના રોજ જીયા ખાને આત્મહત્યા કરી હતી. જીયા ખાને સુસાઈડ નોટમાં અનેક ખુલાસા કર્યા હતા. જીયા ખાન આત્મહત્યા કેસમાં સુરજ પંચોલી આરોપી છે.  સુરજ પંચોલી પર આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ છે.

રાજ્યમાં હવામાન વિભાગે ફરી 4 દિવસ માવઠાની આગાહી કરી છે.. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડશે.. જેને લઇ ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે. આગામી 28 એપ્રિલે બનાસકાંઠા મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, તાપી,રાજકોટ અને અમરેલીમાં માવઠું પડવાની સંભવાના છે.  તો 29 એપ્રિલે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં કમોસમી વરસાદ પડી શકે છે.. તો આગામી 30 એપ્રિલે અરવલ્લી દાહોદ મહીસાગર રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટદ અને કચ્છમાં માવઠું પડી શકે છે. તો 1 મેના રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદ પડે તેવી સંભાવના છે. 


અમદાવાદમાં નોંધાયેલી ફરિયાદ રદ્દ કરવા માટે અભિનેત્રી હાઈકોર્ટ પહોંચી છે. સેટેલાઈટની ફરિયાદ રદ્દ કરવાની માંગ સાથે પાયલ રોહતગીની HC માં અરજી કરી છે. પાયલ રોહતગીએ બિનશરતી માફી માંગવાની તૈયારી દર્શાવી છે. ત્યારે આ કેસમાં રાહત અને કેસ રદ્દ કરવાની પાયલની માંગ છે. ગુજરાત હાઈકોર્ટે સમગ્ર મામલે સોગંદનામું કરવાનો આદેશ કર્યો છે. ત્યારે FIR રદ્દ કરવી કે નહી તે અંગે કોર્ટ નિર્ણય લેશે. પાયલની અરજી પર શનિવારે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે. 

કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા વડાપ્રધાન મોદી પર ટિપ્પણી મામલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા નિવેદન આપ્યું છે. કોંગ્રેસના નેતાઓએ વારંવાર અભદ્ર ટિપ્પણી કરી છે. કોંગ્રેસે 91 વખત આવી ટિપ્પણી કરી છે. કોંગ્રેસ અને નહેરૂ પરિવારે સત્તા ગુમાવ્યા પછી આવું કરે છે. મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને ઝેરી સાપ કહ્યા છે. નાલાયક અને રાહુલે વડાપ્રધાનને ચોર જેવા શબ્દો કહ્યા છે.  સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને મોતના સોદાગર કહ્યા છે. શૈખ હુસૈને વડાપ્રધાન મોદીને કૂતરાની જેમ મારી નાંખવા કહ્યું.  કોંગ્રેસને કર્ણાટકમાં હાર દેખાય છે તેથી ગાલીગલોચ કરે છે. ત્યારે તમામ લોકોને વડાપ્રધાન મોદી પર વિશ્વાસ છે. વડાપ્રધાન મોદી દેશ અને દુનિયાના મોટા નેતા છે. 

ગુજરાત યુનિવર્સિટીને કન્વેન્શલ હોલનું ભાડું નહીં ચૂકવીને 36 કરોડનો ચૂનો લગાવનારના લલ્લૂજી એન્સ સન્સ કંપનીનો વિવાદ શમવાનું નામ જ લેતો નથી! વિદ્યાર્થી પાસેથી 100 રૂપિયાથી લઇ 5 હજાર સુધીની લેટ ફી વસૂલનારી યુનિવર્સિટી લલ્લુજી એન્ડ સન્સ સામે કન્વેન્શન હોલનું ભાડું માગવાની હિંમત કેમ કરી શકતું નથી આ સવાલ હવે વિપક્ષ પણ પૂછી રહ્યો છે.


 આફ્રિકાનાં સુદાનમાં અરાજકતાનો માહોલ છે. ત્યારે ઓપરેશન કાવેરીથી ભારતીય નાગરિકો પરત લવાયા છે. સુદાનથી ભારત આવનારા યુવકોની જુબાની સાંભળો. સુદાનમાં દર એક કલાક પસાર કરવો મુશ્કેલ હતો. 10 દિવસ ભયની કહાનીનાં સાક્ષી બન્યા ગુજરાતી યુવકો.  VTV પર સાંભળો સુદાનથી આવનાર ગુજરાતીઓની જુબાની. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં દેશભરમાં નવીન 157 નર્સિંગ કૉલેજની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. દેશભરમાં 1570 કરોડના ખર્ચે આ નવિન મેડિકલ કૉલેજ નિર્માણ પામશે. જે અંતર્ગત 15,700 નર્સિંગ સ્નાતકોનો ઉમેરો થશે. આ સંદર્ભમાં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતુ કે, ગુજરાતને પણ નવીન પાંચ નર્સિંગ કૉલેજની ભેટ મળી છે. જેમાં નવસારી, પોરબંદર, ગોધરા,રાજપીપળા અને મોરબી GMERS મેડિકલ કૉલેજ કેમ્પસમાં આ નવીન પાંચ નર્સિંગ કૉલેજની સ્થાપના થનાર છે. 

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચીનના સંરક્ષણ મંત્રી જનરલ લી શાંગફુ સાથે દિલ્હીમાં મુલાકાત કરી છે. આ દ્વિપક્ષીય વાટાઘાટો શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના સંરક્ષણ પ્રધાનોની બેઠકની બાજુમાં થઈ હતી. 2020માં ગાલવાન ખીણમાં હિંસા બાદ બંને દેશોના રક્ષા મંત્રીઓની આ પ્રથમ બેઠક છે. બેઠકમાં રાજનાથ સિંહે એ વાત પર ભાર મૂક્યો છે કે બંને દેશો વચ્ચેના સંબંધો કેવા રહે છે, કેવી રીતે વિકાસ થાય છે તે વાત પર નિર્ભર છે કે સરહદ પર બંને દેશો વચ્ચે શાંતિ છે.


ગુરુવારે ન્યાયિક કસ્ટડી પૂર્ણ થતાં સિસોદિયાને દિલ્લીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડનાં મામલામાં કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 12 મે સુધી વધારી છે. 

બોર્નવિટાને લઈને શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)એ બોર્નવિટાને નોટિસ ફટકારી છે. કમિશને બોર્નવિટા બનાવતી કંપની મોન્ડેલેઝ ઈન્ટરનેશનલ ઈન્ડિયાને કહ્યું છે કે તે તેની તમામ પ્રોડક્ટની તમામ ભ્રામક જાહેરાતો, પેકેજિંગ અને લેબલોની સમીક્ષા કરે. કંપની પર આરોપ છે તે તેના ઉત્પાદનમાં વધુ માત્રામાં ખાંડ ભેળવે છે, જે બાળકોના સ્વાસ્થ્ય પર નુકસાનકારક અસર કરી શકે છે.

IPL 2023માં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 32 રનથી હરાવ્યું હતું. આ સિઝનમાં રાજસ્થાનની ટીમે સતત બીજી વખત ચેન્નાઈને હરાવ્યું છે. જયપુરમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાનની ટીમે 5 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. જ્યારે ચેન્નાઈની ટીમ 6 વિકેટે 170 રન જ બનાવી શકી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ