બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / weather update imd issues alert of heavy rain in uttar pradesh odisha madhya pradesh bengal

એલર્ટ / દેશમાં મોસમનો મિજાજ બદલાયો.! આ રાજ્યો કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયા, ભારે વરસાદના અણસાર, જાણો લેટેસ્ટ આગાહી

Arohi

Last Updated: 09:09 AM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Update: હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે ઘણા રાજ્યોમાં 6થી 9 સપ્ટેમ્બરની વચ્ચે વરસાદ પડશે.

  • હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
  • બંગાળની ખાડીમાં સર્જાયુ લો પ્રેશર 
  • 6થી 9 સપ્ટેમ્બરની વચ્ચે ભારે વરસાદની આગાહી 

ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળવાની છે. વાતાવરણ બદલાવવા જઈ રહ્યું છે અને એક વખત ફરી વરસાદી માહોલ જામી શકે છે. હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે આવનાર ત્રણ દિવસ સુધી દેશના ઘણા ભાગોમાં વરસાદ થશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાના કારણે 6થી 9 સપ્ટેમ્બરની વચ્ચે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દક્ષિણ ભારત અને પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે છે. 

આઈએમડીએ કહ્યું છે કે લો પ્રેશરના ક્ષેત્ર દક્ષિણી ઓડિશા અને ઉત્તરી આંધ્ર પ્રદેશની વચ્ચેના તટ પર સ્થિત છે. વિભાગે કહ્યું છે કે તેના પ્રભાવના કારણે ઓડિશામાં અતિ ભારે વરસાદ થશે. પવન ફૂંકાશે અને વિજળીઓ ચમકશે. 

6થી 7 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં વિજળીના ચમકારા અને વાવાઝોડા સાથે 6થી 7 સપ્ટેમ્બરે થોડો અથવા મધ્યમ તીવ્રતાનો વરસાદ થઈ શકે છે. ત્યાં જ ઓડિશા, ઝારખંડ અને અંડમાન અને નિકોબારમાં ખૂબ વરસાદ થઈ શકે છે. તેના કારણે ઓડિશાના નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા થઈ શકે છે અને શહેરી વિસ્તારોમાં ટ્રાફિક જામ થવાની ચેતાવણી આપવામાં આવી છે. 

યુપી, એમપી અને રાજસ્થામાં 9 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી 
પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 6 સપ્ટેમ્બર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં 6 અને 7 સપ્ટેમ્બર સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદ થવાની શક્યાતા છે. સાથે જ હવામાન વિભાગે પૂર્વી રાજસ્થાનમાં 7 અને 9 સપ્ટેમ્બર અને ઉત્તરાખંડમાં 8 અને 9 સપ્ટેમ્બર વખતે હલકા વરસાદથી લઈને મધ્યમ અમે ભારે વરસાદની આગાહી કરી છે.

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ લોકોને બીજા ત્રણ દિવસ સુધી ગરમીથી રાહત મળશે. 6થી 9 સપ્ટેમ્બર સુધી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરશે. આઈએમડીએ ભારે વરસાદની ચેતાવણી પણ આપી છે. 

પૂર્વોત્તર રાજ્યોમાં 9 સપ્ટેમ્બર સુધી વરસાદ 
પૂર્વોત્તર રાજ્યોમાં 9 સપ્ટેમ્બર સુધી વરસાદનું અનુમાન છે. અસમ અને મેઘાલયમાં 8 અને 9 સપ્ટેમ્બર અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 7થી 9 સપ્ટેમ્બર સુધી વરસાદ થવાની આગાહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ