બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:15 AM, 9 September 2023
ADVERTISEMENT
હવામાન વિભાગે રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદ થવાની આગાહી કરી છે. વરસાદી સિસ્ટમ સક્રીય થવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામશે. આજે 15 તાલુકાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, દાહોદ, મહીસાગર, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદની આગાહી, નવસારી, તાપી, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો દમણ, અમરેલી, અમદાવાદ, ભાવનગરમાં, ગીરસોમનાથ, સુરત, ગાંધીનગર, વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ થઈ શકે છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં 2.1 ઇંચ, ધરમપુરમાં 1.5 ઇંચ, અંકલેશ્વરમાં 1.4 ઇંચ, વલસાડમાં 1.3 ઇંચ, ઓલપાડમાં 1.2 ઇંચ વરસાદ, સુરત શહેર, બારડોલી, મહુવામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.