બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / weather update 16 october 2023 imd rain alert in navratri delhi ncr weather Update bihar himachal weather

રંગમાં પડશે ભંગ / નવરાત્રી વચ્ચે આ રાજ્યોમાં વરસાદ પાડશે જમાવટ.! હવામાન વિભાગે આપ્યું એલર્ટ, જાણો ગુજરાતમાં વરસાદની કેટલી શક્યતા

Manisha Jogi

Last Updated: 09:07 AM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં નવરાત્રી દરમિયાન વરસાદ થવાની આગાહી છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદ થવાનું એલર્ટ જાહેર કર્યું છે. રવિવારે ઉત્તરાખંડમાં હિમવર્ષા થઈ હતી.

  • ઉત્તર ભારતમાં નવરાત્રી દરમિયાન વરસાદ થવાની આગાહી
  • રવિવારે ઉત્તરાખંડમાં હિમવર્ષા
  • 17 ઓક્ટોબર સુધી અલગ રાજ્યોમાં વરસાદ થવાની આગાહી

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં નવરાત્રી દરમિયાન વરસાદ થવાની આગાહી છે. 17 ઓક્ટોબર સુધી અલગ રાજ્યોમાં વરસાદ થવાની આગાહી છે. IMDએ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદ થવાનું એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડમાં પણ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. રવિવારે ઉત્તરાખંડમાં હિમવર્ષા થઈ હતી. 

આ રાજ્યોમાં થઈ શકે છે વરસાદ
હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદ થવાનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ અનુસાર, આજે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પંજાબમાં હળવો વરસાદ પડી શકે છે. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. તામિલનાડુ, પોંડુચેરી અને કેરળમાં 17 ઓક્ટોબર સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે.

દિલ્હીમાં હળવા વરસાદની સંભાવના
દિલ્હીમાં રવિવારે મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતુ. ભારતીય હવામાન વિભાગ અનુસાર દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 21.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, આ તાપમાન સીઝનના સરેરાશ તાપમાન કરતાં બે ડિગ્રી વધુ છે. હવામાન વિભાગે આજે દિલ્હીમાં હળવો વરસાદ તથા વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે.

શિયાળા પહેલા દિલ્હીમાં ખરાબ AQI
શિયાળાની શરૂઆત પહેલા જ દિલ્હીમાં હવાનું સ્તર પ્રદૂષિત થઈ ગયું છે. દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર દિલ્હીમાં સાંજે રવિવારે સાંજે AQI 228 નોંધાયો હતો, જે ખૂબ જ ખરાબ શ્રેણી ગણવામાં આવે છે. 

વાયુ પ્રદૂષણ સ્તર (AQI સ્તર)
0થી 50- 'સારું' AQI
51થી 100- 'સંતોષકારક' AQI
101થી 200- 'મધ્યમ' AQI
201થી 300- 'ખરાબ' AQI
301થી 400- 'ખૂબ ખરાબ' AQI
401થી 500- 'ગંભીર AQI

વરસાદ અને હિમવર્ષાની આગાહી
કેદારનાથ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાને કારણે આસપાસના વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે. રવિવારે કેદારપુરામાં વરસાદ, કરા અને હિમવર્ષા થઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય તડકો રહ્યો હતો, કેટલાક સ્થળોમાં ભારે પવનની સાથે સામાન્ય વરસાદ થયો હતો. ભારે પવનને કારણે કેટલાક વિસ્તારોમાં ઝાડ પડી ગયા હતા. દહેરાદૂન હવામાન વિભાગે આજે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની અનુમાન વ્યક્ત કર્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ